________________
૧૯૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
[૪.૧]
જ્ઞીત - અજ્ઞાત
મૂળ ભેદ, જ્ઞાત-અજ્ઞાત તણો ! પ્રશ્નકર્તા: જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો બેઝિક તફાવત કયો છે?
અને મોક્ષને કામનું નથી, એ અપેક્ષાએ એને અજ્ઞાન કહ્યું, બાકી લોકોને અજ્ઞાન કહેવાય નહીં ને ! આપણે આ કોર્ટોમાં બધાં કેસ ચલાવીએ અને પછી આપણાથી એને અજ્ઞાન કહેવાય નહીં ને! પણ મોક્ષના હેતુ માટે આ અજ્ઞાન છે. બુદ્ધિને ય અજ્ઞાનમાં જ ઘાલી છે.
આત્મા પોતે જ જ્ઞાનસ્વરૂપ છે, બીજી કોઈ કલ્પેલી વસ્તુ નથી એ. અને જ્ઞાન કોઈ દહાડો અજ્ઞાન થતું નથી, જ્ઞાન જ્ઞાન જ રહે છે.
પ્રશ્નકર્તા : આવરણ આવે છે.
દાદાશ્રી : હા, આવરણ આવે તો વિશેષજ્ઞાન થાય છે. પણ તે જ્ઞાન જ્ઞાન જ હોય છે.
માટે મૂળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન હોય તો જ મોક્ષ છે અને શુદ્ધ જ્ઞાન એ જ આત્મા છે, એ જ મોક્ષ છે, એ જ સ્વભાવિક સુખ છે.
સંસારનું જ્ઞાન છે બધું એ વિશેષજ્ઞાન છે, પેલા મૂળ જ્ઞાનના આધારે આ અજ્ઞાન છે. પણ પછી સંસારી અને જ્ઞાન કહે અને આનું પાછું અજ્ઞાન જુદું. આ જ્ઞાનેય જેને ના આવડતું હોય તેનુંય પાછું અજ્ઞાન.
પ્રશ્નકર્તા: હા, બરોબર. આ પેલો દાખલો લઈએ આપણે કે કઢી બનાવતા તો આવડતું જ નથી, એનું અજ્ઞાન છે એને.
દાદાશ્રી : એને અજ્ઞાન કહ્યું. મૂળ તો આ પોતે જ અજ્ઞાન છે, પાછું એને જ્ઞાન કહ્યું. જો આ લોકોને પાઘડી પહેરવાનું ઠેકાણું છે ? ક્યાંની ક્યાં પાઘડી ઘાલી દે ! એનાં કરતાં આ લોકોને કહીએ, ભઈ, હવે પાઘડી પહેરવી નથી. અમે ચાલ્યા અમારે ગામ.
છાંયો તા પડે એવો ઉજાશ ! પ્રશ્નકર્તા : તમે જે કન્ડિશન મૂકીને દાદા, કે અજ્ઞાન જાય તો જ્ઞાન થાય.
દાદાશ્રી : અજ્ઞાન એ પણ જ્ઞાન છે. અજ્ઞાન એ કંઈ બીજી વસ્તુ નથી. એવું કંઈ અંધારું નથી. એ ય પ્રકાશ છે પણ એ પર વસ્તુ બતાવનારો પ્રકાશ છે, વિશેષ પ્રકાશ, વિશેષ અજવાળું. બહારની વસ્તુ બતાવનારો પ્રકાશ છે. અને જ્ઞાન પોતાને પ્રકાશ કરે ને પારકાંનેય પ્રકાશ કરે, બન્નેયને પ્રકાશ કરે. અને અજ્ઞાન તો ‘પોતે કોણ છે ?” એ જાણવા ના દે, અનુભવવા ના દે, અને જ્ઞાન તો પોતે પોતાને જાણવા દે.
તમને જે છે ને, એ જ્ઞાન પૌદ્ગલિક જ્ઞાન છે. એ એક પ્રકારનું જ્ઞાન ખરું પણ અજ્ઞાન. એટલે સુખ ના આપે અને સ્વભાવિકતા ના આવે.
જગતનું જે જ્ઞાન છે, એ તો એક પ્રાકૃતિક જ્ઞાન છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. પણ છતાંય અજ્ઞાનને ય પણ જ્ઞાન કહ્યું ભગવાને. આ જગતના લોકોને અજ્ઞાન છે, કઈ સાપેક્ષતાથી ? ત્યારે કહે, આત્માના જ્ઞાનના આધારે આ અજ્ઞાન. પણ જગતના લોકોને માટે તો એ જ્ઞાન જ કહેવાયને ! “આ મારા સસરા છેએ જ્ઞાન જ કહેવાય ને ! ના કહેવાય ? કહેવાય, પણ એ પ્રાકૃતિક જ્ઞાન, બુદ્ધિજન્ય જ્ઞાન. એ વિશેષ જ્ઞાન છે