________________
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
તે
૧૮૧
દાદાશ્રી : એ લાગે ખરું, પણ વર્તનમાં ના આવે. એટલે એ ખ્યાલમાં ન રહે નિરંતર.
પ્રશ્નકર્તા : હા, નિરંતર ખ્યાલમાં ન રહે.
દાદાશ્રી : નિરંતર એ વર્તનમાં હોય તો નિરંતર ખ્યાલમાં રહે. જેવું વર્તનમાં હોય એવું ખ્યાલમાં હોય. એટલે એ વર્તનમાં હોય નહીંને ? એ ધીમે ધીમે ટપકે ટપકે વધતું જાય. પણ જાણે તો ટપકે ટપકે વધશે, રસ્તો જાણે તો. બધાય એ રસ્તે જઈ રહ્યા છે, પણ એ છેવટે માર ખાય છે. સાફ કરવા જાય છે, ચોખ્ખું કરવા જાય છે, પણ જે આજે કરવા જાય તે રૂપ થઈ જાય એકવાર. એ સમજો છો ખરા ?
પ્રશ્નકર્તા : તમે પેલું જે ઠપકો આપવાનું કહ્યું હતુંને, તે બે દિવસ મને અંદર એ ઠપકાનું જ ચાલ્યું. આખો દિવસ એનું એ જ ચાલ્યા કરે. એટલે પછી મને એક બાજુ બીજી ગૂંગળામણ ઊભી થાય કે આ તો તે રૂપ થઈ જવાય છે. પોતે ઠપકો આપનારો થઈ ગયો.
દાદાશ્રી : હંઅ. એ ના થવાય.
પ્રશ્નકર્તા : એવું થઈ ગયેલું.
દાદાશ્રી : એવું થઈ જાય, બધાંને એવું જ થઈ જાય. પ્રશ્નકર્તા ઃ તે મને એ મહીં ખૂંચ્યા કરતું હતું કે આ કંઈક તીસરું જ થયું. એ ખબર નહતી પડતી.
દાદાશ્રી : ઠપકો આપે છે તેને હું જોઉં છું, કે આ ઠપકો બરોબર આપે છે કે નહીં તે.
પ્રશ્નકર્તા ઃ તે પછી તારણમાં આ સમજાયું હતું કે આ ઠપકો આપે છે, ભૂલ કાઢે છે, પ્રતિક્રમણ કરે છે એ બધુંય એનું એ જ છે.
દાદાશ્રી : એનું એ જ છે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા ખાલી લાઈટ આપે છે કે આ...
૧૮૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : એ જુએ છે એટલું જ.
પ્રશ્નકર્તા : હા. એનો પ્રકાશ દેખાડે છે, બસ.
દાદાશ્રી : બધા માણસો એ પ્રકાશમાં આવી શક્યાં નથી. એટલે થોડું થોડું આવતાં જાય રોજ રોજ, થોડું થોડું એમ કરતું કરતું વધતું જાયને ! પ્રકાશ એ બધું શ્રદ્ધામાં છે એમને. પણ ઉદય આવે ત્યારે પછી એ દર્શન થાય. ત્યાર પછી એને જ્ઞાન અનુભવમાં આવે. અનુભવમાં આવે ત્યાર પછી વર્તનમાં આવે. હજુ દર્શનમાં આવે છે. અનુભવમાં થોડીવાર વખતે આવે. ત્યારે એટલું વર્તનમાં આવે.
પ્રશ્નકર્તા : અમુક ટાઈમ એટલે ચોવીસ કલાકની કેટલી મિનિટો એની કેટલી સેકન્ડો, એમાં કેટલી સેકન્ડ આ દર્શન, જાગૃતિ રહેતી હોય ? અને તમે કહો છો નિરંતર રાખવાનું છે. એ બહુ થોડું રહ્યું તો એનો કંઈ હિસાબ જ નહીંને !
દાદાશ્રી : એ રહે નહીં, પણ આમ કરતાં કરતાં આગળ વધશે. નિરંતર આટલું લક્ષ રહે તો ય બહુ થઈ ગયું !
ચેતતભાવવાળું પુદ્ગલ !
આ આપણે પોતાને શુદ્ધાત્મા બોલીએ છીએને, એટલે આ બહારવાળો જે ભૌતિક ભાગ છે ને જેને પુદ્ગલ કહીએ છીએ, તે આ પુદ્ગલ શું કહે છે કે અમારું શું ? હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ મુક્ત નહીં થાવ, જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી તમે છૂટા નહીં થઈ શકો. એ શું કહે છે કે જ્યાં સુધી અમને અમારી મૂળ સ્થિતિમાં નહીં બનાવો, ત્યાં સુધી અમે તમને છોડવાના નથી. કારણ કે મારી મૂળ સ્થિતિને ખરાબ કરનારા તમે છો અને તમે અમને અમારી મૂળ સ્થિતિમાં મૂકી દો !
પ્રશ્નકર્તા : પણ એ તો મહીં આપણને કહે છે કે આ ચામડી છે. લોહી છે, હાડકાં છે, માંસ છે. આ પંચભૂતનું બનેલું છે એને અને અમારે શું ? ભઈ એનું શું કામ છે ?