________________
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
અહંકારનું. પણ પછી આગળ આગળ દેખાડવામાં વાંધો ખરો ? કોણ દેખાડે એ ? પ્રજ્ઞા દેખાડે છે બધું.
પરાક્રમ કરે તે ય પુદ્ગલ !!!
પ્રશ્નકર્તા : એક દાખલો એવો આપ આપતા હતા કે રાત્રે બાર વાગ્યે કોઈ આવે અને આપણો ભાવ ના બગડે એ પુરુષાર્થ અને અસર જ ના થાય એનું નામ પરાક્રમ.
૧૭૭
દાદાશ્રી : તે ભાવ આપણે નહીં કરવાનો, એ તો આપણે જોવાનું. અવળો ભાવ ન થાય, તો એ અવળો ભાવ આપણે નથી કરતા. એ જે ભાવ કરે છે તે જુદો છે. આપણે તો જોવાનું. એ અમે તમને દાખલો આપીએ, તો જ તમે સમજોને, નહીં તો શી રીતે સમજો ?
અવળો ભાવ કરો એટલે એ કરનાર છે તે પુદ્ગલ ને તમે શુદ્ધાત્મા. અવળો ભાવ કરે છે, તે પુદ્ગલ કરે છે ને સવળો કરે છે તે ય પુદ્ગલ કરે છે. પણ એ સવળો કે અવળો ભાવ કરે, તેના જાણનાર તે શુદ્ધાત્મા. પણ તેય અમે તમને એવું જ કહીએ ને, તમે અવળો કર્યો એટલે એ જો સવળો કરીને આવે તો તે, બેય તમારે જોવાના. પણ અવળો ન હોવો જોઈએ. એવું કહેવા માંગીએ છીએ અને હોય તોય પણ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ હજી એક વસ્તુ બરાબર સમજાતી નથી. સારો કે ખરાબ ભાવ બધો પુદ્ગલ જ કરે છે, તો પરાક્રમ કોણ કરે છે ?
દાદાશ્રી : એય પુદ્ગલનું પરાક્રમ છે.
પ્રશ્નકર્તા : એ પુદ્ગલનું જ પરાક્રમ છે ?
દાદાશ્રી : ત્યારે બીજા કોનું તે પરાક્રમ ? ગયા અવતારે જે પુરુષાર્થ કરેલો, જેને પુરુષાર્થ આપણે માનતા હતા અજ્ઞાનતાથી, એ પરાક્રમરૂપે આજે આવ્યું. હવે આપણે જ્ઞાતા-દ્રષ્ટા થયા અને પેલું કર્તા. તે દહાડે કર્તા, હતા, એટલે પરાક્રમ કર્યું હતું. તે આજે જ્ઞાતા-દ્રષ્ટા તરીકે આવ્યું.
પ્રશ્નકર્તા : એટલે હવે તો આપણે જ્ઞાન લીધેલાઓ માટે પરાક્રમ
૧૭૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
કે પુરુષાર્થ એવું કશું રહ્યું જ નહીંને ? જોવાનું જ ને ખાલી ?
દાદાશ્રી : જોવાનું રહ્યું, પણ ગયા અવતારે આપણે અણસમજણમાં શું પુરુષાર્થ કર્યો તે આપણે જો જો કરવો. એટલે ચંદુભાઈને આપણે કહેવું પડેને કે તું કરજે આ. તમારે ચંદુભાઈને કહેવું કે આવો ભાવ કરવાનો. તે ચંદુભાઈ કરે છે કે નહીં આ, એ તમારે જોવાનું.
પ્રશ્નકર્તા : હા, એ તો બરોબર. તો મુક્ત એ રીતે.
દાદાશ્રી : હવે વેદના જે છે તે ચંદુભાઈની, અને તે ડિસ્ચાર્જ રૂપે છે અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો જ ના થાય ને ! ભગવાન મહાવીરને અહીં કાનમાં બરું પેસી ગયા હતાં, તે મોઢાં પર એ જે છ-આઠ મહિના રહ્યું. તે મોઢા ઉપર શું રહેતું હશે ભગવાનને ? વ્યથિત રહેતા હતા.
પ્રશ્નકર્તા ઃ દર્દ થાય એટલે વ્યથિત રહે ને !
દાદાશ્રી : તેથી કંઈ કર્મ ચોંટી પડ્યું ? ના. અને તો ય ઉકેલ જ આવ્યો. નિવારણ જ થઈ ગયું એમને. વ્યથિત થવાથી કંઈ ચોંટી પડ્યું નથી. કારણ કે પોતે વ્યથિત નથી. દેહ વ્યથિત છે. એવી રીતે તમે પોતે ક્રોધ-માન-માયા-લોભ કષાયમાં નથી.
પ્રશ્નકર્તા : પુદ્ગલ છે.
દાદાશ્રી : હં, પુદ્ગલનું તો નિવેડો આવી જાય છે. તેનો નિકાલ થવો જ જોઈએ. એનાથી કંટાળવાનું નહીં, એવું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ કષાય જે છે એ પુદ્ગલને આધીન જ છે ને ? પુદ્ગલથી જ પરિણામ પામે છેને તે ?
દાદાશ્રી : એ પુદ્ગલનો એક ભાગ જ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પછી આ પ્રતિક્રમણ કરવાની જે વાત છે, એનો કંઈ અર્થ જ નહીં ને ?
દાદાશ્રી : અર્થ જ નહીં. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું ને પ્રતિક્રમણ ?! આ