________________
૧૭૫
૧૭૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
પ્રશ્નકર્તા ઃ નહીં થાય. દાદાશ્રી : રાગ-દ્વેષ થાય છે ? પ્રશ્નકર્તા : અભાવ થાય. દાદાશ્રી : કોની ઉપર ?
પ્રશ્નકર્તા : કાર્યો ઉપર. જે કાર્યો કરતાં'તાં, એની પર અભાવ થાય.
દાદાશ્રી : ઓહોહો, એનો પસ્તાવો રહ્યા કરે છે ને ! એ અભાવ ના કહેવાય, પસ્તાવો. પણ ચંદુભાઈને રહે છે કે તને રહે છે ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈને રહે છે.
દાદાશ્રી : ત્યારે પછી તું શું કરવાં માથે લે છે ? આપણે તો, પસ્તાવો ના કરતો હોય તો કહેવું જોઈએ, કે ‘પસ્તાવો કરો. કેમ કર્યું આવું ? અતિક્રમણ કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો.”
ક્યરો દેખાડે કોણ ? પ્રશ્નકર્તા: ઘણી વખત આપણે જાણીએ કે આ વસ્તુ કરવાની નથી. આપણે ના પણ કહીએ કે ચંદુભાઈ આ કરવા જેવું નથી. છતાંય ચંદુભાઈ કરે છે, તો એ શું સમજવું ?
દાદાશ્રી : એ એનો એંઠવાડો કર્યો છે, એ ધૂએ છે. આપણે કંઈ એંઠવાડો કર્યો નથી, કરવાના નથી. જેણે કર્યો એણે ધોઈ નાખ્યો. આપણે કહીએ, ‘હવે કરીશ નહીં એંઠવાડો.” એ બધું ધોઈ નાખતા હોય તો આપણે સમજીએ કે પહેલાં કર્યો હશે એટલે ધોતા હશે. એટલે આપણે જોયા કરવાનું. પછી ફરી પાછું કહેવાનું, ‘હવે કરીશ નહીં'.
એટલે હવે પંજા (કચરા) કાઢ કાઢ કરવાના. જે આગળ નવું કામ હોય તે આપણે દેખાડવાનું. આપણને જ કામ જડશે, કે શું કામ કરવાનું બાકી રહ્યું છે ? કોઈ જગ્યાએ જોવા જઈએ તો કહીએ કે તમે બધું જોઈ
લો. એટલે આપણે એક જોયું તો કહેવું કે આ ચોખ્ખું કરી નાખો ! પછી બીજું ય દેખાડી દેવાનું કે ભઈ, આ નથી થયું, આ નથી થયું. આપણે દેખાડનારા. એટલે આત્મા દેખાડે નહીં. આ તો આત્માની પ્રજ્ઞા નામની શક્તિ દેખાડે.
પુદ્ગલ કર્યા કરે ને આપણે જોયા કરવાનું. આપણે દેખાડ્યા કરવાનું કે જો આ રહી ગયું છે. એટલે આપણે કહીએ તો આપણે ચોખ્ખા થયા. પછી એ કરે એટલે એ ચોખ્ખો થયો.
પ્રશ્નકર્તા : આપણે કહીએ એટલે આપણે ચોખ્ખાં થયા...
દાદાશ્રી : ચોખ્ખા થયા પણ એ કરે તો આપણે ચોખ્ખા એ ચોખ્ખો થાય તો આપણે ચોખ્ખા થઈએ.
પ્રશ્નકર્તા : આમાં આપણે એટલે કોણ ? આપણે એટલે કોને ચોખ્ખા થવાનું કહો છો તમે ?
દાદાશ્રી : આપણે એટલે શુદ્ધાત્માને જ. એક બાજુ આત્મા ને એક બાજુ પુદ્ગલ, પ્રજ્ઞા પોતે અહંકારને શું કહે છે ? જેટલા તમે ચોખ્ખા થયા એટલા તમે ‘આમાં' (આત્મામાં) આવ્યા.
પ્રશ્નકર્તા : એટલે અહંકારને કરવાનું છે.
દાદાશ્રી : હંઅ. અહંકાર એટલે પુદ્ગલ ને આત્મા બે ભેગાં થયેલાં તે ! તે પુદ્ગલ કર્તાભાવથી ભેગું થયું અને આત્મા જ્ઞાતાભાવથી ! એટલે પોતાનું જ્ઞાતાપણું થયું એટલે એ છૂટ્યો અને પેલાનું કર્તાપણું થયું એટલે પેલો છો.
પ્રશ્નકર્તા : બેઉ છૂટ્યા. દાદાશ્રી : એટલે આમ દીવા જેવી વાત છે. દેખાડવામાં શું જાય છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : મેં તમને કશું દેખાડ્યું, ત્યારે તમારું કર્તાપણું છૂટ્યું,