________________
[3]
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
જ્યાં શબ્દ-વાણી વીરમે ત્યાં પોતે વીતરાગ !
વીતરાગ એટલે શુદ્ધ. જ્યાં વાણી, શબ્દ ના હોય ત્યાં વીતરાગ હોય. શબ્દ હોય ત્યાં એ ના હોય. શબ્દ પૂરા થયા પછી ‘પોતે’ જ રહે. શબ્દ હોય ત્યાં તો શબ્દેય રહે ને એય રહે.
પ્રશ્નકર્તા : પછી કહેનારો અને જાણનારો બન્ને એક થઈ જાય ? દાદાશ્રી : હોય ?! એક થયેલાં ત્યારે તો આ દશા થઈ છે ! પ્રશ્નકર્તા : તો છૂટાં પડી જાય ?
દાદાશ્રી : પૂરેપૂરાં છૂટાં પડી જાય. આમ છૂટાં તો પડ્યાં. જેટલાં શુદ્ધ થયા એટલાં છૂટાં પડ્યાં.
પ્રશ્નકર્તા : હા, બરાબર. એટલે પછી પુદ્ગલ પણ કહે કે હવે અમે પણ શુદ્ધ થઈ ગયા ને હવે છૂટા આપણે ?
દાદાશ્રી : નહીં, નહીં. આ તો પોતે શુદ્ધ થયા એટલે પેલાં શુદ્ધ જ થાય. આમને લીધે પેલાં બગડે છે. આ જો પોતે કૉઝ ના કરતાં હોય તો પેલાં શુદ્ધ જ છે.
૧૭૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ભૂલ પકડતારો કોણ ?
તું કેમ હમણાંનો પાછો પડી ગયો છું ? શું ભૂલ થાય છે ? પ્રશ્નકર્તા : એનું સંશોધન કરું છું, ભૂલ પકડાતી નથી.
દાદાશ્રી : એમાં તને શા માટે અસર થાય ? પછી પકડાયું ? પકડાયું તે ય પુદ્ગલ, નથી પકડાયું તે ય પુદ્ગલ અને પકડનારો તે ય પુદ્ગલ. ‘તું’ તો જાણનારો, આમાં તારે શી લેવા-દેવા ? તું તો પકડવા ગયેલોને ? એવું થયું ?
પ્રશ્નકર્તા : એવું જ થયેલું છે. ચારેય બાજુની ફાઈલો આવી એટલે એકદમ જરા ફાઈલનું એ(એનાલિસીસ) કરું. તો વધારે સફોકેશન થઈ ગયું. પછી એનું આ કયા આધારે છે એ હજી પકડાતું નથી.
દાદાશ્રી : પણ આ આધાર પકડનારો તું શું કરવાં થઉં છું ? તું જાણ. તું તો પકડનારો થયો એટલે બોજો આવ્યો, એટલે મોટું બગડી ગયું.
પ્રશ્નકર્તા : પણ ઊભું થયું કેવી રીતે ? એ જોવાં જઉં છું.
દાદાશ્રી : અરે, ઊભું થયું પુદ્ગલમાંથી, ઊભું પુદ્ગલમાંથી થશે. એ હતું તે જ સામાન પાછો. કંઈ નવો સામાન આવવાનો છે નહીં. એટલું તો કહ્યું છે. છતાં આમ કેમ કરે છે ?
પ્રશ્નકર્તા : હવેથી એવી ભૂલ નહીં થાય.
દાદાશ્રી : પણ ચંદુભાઈનો શો દોષ ? ‘આપણે’ મહીં પેસી જઈએ છીએને ! એ ખોળવા ગયો મહીં કે આનું મૂળ કારણ શું છે ?! એ જાણવાની જરૂર, આપણે કંઈ ખોળવા જવાનું નહીં. એ તો ડી.એસ.પી.ને જ મોકલી દેવાના ડી.એસ.પી.ને કહીએ, જાવ, તપાસ કરો. ડી.એસ.પી.ને બદલે આપણે જઈએ તો શું થાય ? અને પગાર ડી.એસ.પી. મહીં ખાયા કરે આખો દહાડો, આઈસ્ક્રીમ ખાય, ફલાણું ખાય. હવે નહીં થાયને ભૂલ?