________________
રાગ-દ્વેષ
૧૭૧
૧૭૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : એ વખતે અંત ભાવમાં હોઇએ અને અત્યારે દ્વૈતમાં રહેવું પડે.
પ્રશ્નકર્તા: વીતરાગતા ને સાક્ષીપણામાં ફરક છે?
દાદાશ્રી : અહંકારથી જુએ અને સાક્ષી રહે, તે સાક્ષીપણું અને આત્માથી જુએ, તે જ્ઞાતા-દ્રષ્ટાપણું, વીતરાગતા. એટલે સાક્ષીપણું નહીં પણ જ્ઞાતાપણું. વીતરાગતા એટલે જ્ઞાયકપણું, જ્ઞાયક !
છતાં રહ્યો ફેર ચૌદશ-પૂનમમાં ! એટલે જગતમાં ક્યારેય પણ જોયો ના હોય એવો પ્રેમ ઉત્પન્ન થયો છે. કારણ કે જ્યાં પ્રેમ ઉત્પન્ન થાય એવી જગ્યા હતી, તે સંપૂર્ણ વીતરાગ હતા. એટલે ત્યાં પ્રેમ દેખાય નહીં. અમે કાચા રહી ગયા, તે પ્રેમ રહ્યો ને સંપૂર્ણ વીતરાગતા ના આવી.
પ્રશ્નકર્તા: આપે કહ્યું કે અમે પ્રેમ સ્વરૂપ થયા, પણ ત્યારે સંપૂર્ણ વીતરાગતા ના ઉત્પન્ન થઈ. એ જરા સમજવું હતું.
દાદાશ્રી : વીતરાગતા એટલે આ અમારો પ્રેમ છે. તે આમ પ્રેમ દેખાતો હોય ને આ વીતરાગોનો પ્રેમ આમ દેખાય નહીં. પણ ખરો પ્રેમ તો એમનો જ કહેવાય અને અમારો પ્રેમ લોકોને દેખાય. પણ તે ખરો પ્રેમ ના કહેવાય. એઝેક્ટલી જેને પ્રેમ કહેવામાં આવે છેને, એ ના કહેવાય. એઝેક્ટલી તો સંપૂર્ણ વીતરાગતા થાય ત્યારે સાચો પ્રેમ અને અમારે તો હજુ ચૌદશ કહેવાય, પૂનમ હોય !!
પ્રશ્નકર્તા ઃ એટલે પૂનમવાળાને આના કરતાં પણ વધુ પ્રેમ હોય ?
દાદાશ્રી : એ પૂનમવાળાનો જ સાચો પ્રેમ ! આ ચૌદશવાળામાં કોઈ જગ્યાએ કચાશ હોય. એટલે પૂનમવાળાનો જ સાચો પ્રેમ હોય.
પ્રશ્નકર્તા: સંપૂર્ણ વીતરાગતા હોય ને પ્રેમ વગરનો હોય, એવું તો બને જ નહીં ને ?
દાદાશ્રી : પ્રેમ વગર તો હોય જ નહીંને એ !
પ્રશ્નકર્તા એટલે દાદા, ચૌદશ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, આટલો બધો તફાવત એમ?
દાદાશ્રી : ઘણો તફાવત ! આ તો આપણને પૂનમ જેવો લાગે પણ તે ઘણો તફાવત ! અમારા હાથમાં કશું છે જ શું છે ?! અને એમનાં, તીર્થંકરોના હાથમાં તો બધું જ !! અમારા હાથમાં શું છે ? છતાં પણ અમને સંતોષ રહે પૂનમ જેટલો ! અમારી શક્તિ, પોતાના માટે શક્તિ એટલી કામ કરતી હોય કે પૂનમ આપણને થયેલી હોય એવું લાગે !!
દાદાશ્રી : પ્રેમ એટલે શું ? કિંચિત્માત્ર કોઈના તરફ સહેજ પણ ભાવ બગડે નહીં, એનું નામ પ્રેમ. એટલે સંપૂર્ણ વીતરાગતા, એનું નામ જ પ્રેમ કહેવાય.
પ્રશ્નકર્તા તો પ્રેમનું સ્થાન ક્યાં આવ્યું ? અહીં કઈ સ્થિતિમાં પ્રેમ કહેવાય ?
દાદાશ્રી : પ્રેમ તો, જેટલો વીતરાગ થયો એટલો પ્રેમ ઉત્પન્ન થયો. સંપૂર્ણ વીતરાગને સંપૂર્ણ પ્રેમ ! એટલે વીતદ્વેષ તો તમે બધા થઈ ગયેલા જ છો. હવે વીતરાગ ધીમે ધીમે થતા જાવ દરેક બાબતમાં, એમ પ્રેમ ઉત્પન્ન થતો જાય.
પ્રશ્નકર્તા : ત્યારે અહીં આપે કહ્યું કે અમારે પ્રેમ કહેવાય. વીતરાગતા ના આવી એ શું ?