________________
વીતરાગતા
૧૬૯
૧૭)
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
થોડોક રાગ રહી ગયો, તે ય જગત કલ્યાણ કરવાની ખટપટ માટે, ને તે નુકસાનકારક હોય નહીં ને ? આ ય રાગ કહેવાય. અમારી ગરજ હતી કે ત્યાંથી ઊઠીને આવ્યાં અહીં !
પ્રશ્નકર્તા : એટલે આપ કહો છો કે અમે ખટપટીયા વીતરાગ છીએ !
જેને કંઇ જ જોઇતું નથી વર્લ્ડમાં. કોઈ ચીજ જોઇતી નથી વર્લ્ડમાં સાવ સોનું આપી દે તોય જોઇતું નથી. સ્ત્રીઓનો વિચાર મને આવતો નથી. જે પુરુષ બંધનમુક્ત થયેલાં છે, એને તો શું જોઈએ ? પણ આ એકલું જ, જગતનું કલ્યાણ થવું જોઇએ અને થવાનું છે જ. અને નવી જ રૂપે આ જગત થશે. નવી જ ઢબ, નવું રૂપ.
પ્રશ્નકર્તા : એ તો આટલી બધી આસ્થા હોય તો જ આ કામ થશે. આટલું મોટું આયોજન !
દાદાશ્રી : મેં તો દેખીને કહ્યું છે. શું થવાનું છે એ દેખીને કહ્યું છે ને ૨૦૦૫માં આ હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! એવું ૧૯૭૧માં પુસ્તકની અંદર લખેલું છે. ઇન્ડિયા મારો દેશ છે, એટલે નથી કહેતો. જેમ છે તેમ વીતરાગતાથી કહું છું. અમને એવું ના હોય કે આ મારું છે. વ્યવહારથી કહેવાય, ખરી રીતે નહીં.
ભેખ અમારો જગત કલ્યાણતો !
દાદાશ્રી : હા, તો બીજું શું કહેવાય ? ખટપટિયા પણ વીતરાગ છે. ખટપટિયો ખોળી લાવોને, વીતરાગ હોય તો ! કોઇ દિવસ એવો નથી આવ્યો કે સાડા અગિયારથી ઓછું થયું હોય. એટલે અમને નવાઈ કશી હોતી જ નથી ને! અને પછી રાત્રે ત્રણ કે સાડા ત્રણે ઉઠવાનું. તે પછી દોઢ કલાક પહ્માસનવાળીને બેસવાનું અને બધું ફોરેન ને ફોરેન બધે ફરવાનું. અમે પાછું ઘડીવાર પછી પાછાં સૂઇ જઇએ. સાડા પાંચ-છ થાય ત્યારે એટલે અડધો કલાક સૂઇ જઇએ. બાકી શરીરે પીડા ના કરે, કશું કરે નહીં. આ દબાવનારા કહે છે, અમને લાભ થાય છે. તો હું કહું કે દબાવ્યા કરો ને! તે અમને કશો વાંધો ના આવે. રોજ દબાવો ને તો એ ટેવ પડી જાય. પણ અમને ટેવ-બેવ ના પડે, કશું ય નહી. બીજાને ટેવ પડી જાય. આ શરીર તેવું થઇ જાય.
ખટપટીયા એટલે આ ખટપટ કરવા રહ્યા અમે. એટલે અમે ખટપટીયા વીતરાગ કહેવાઇએ. ફક્ત આટલી ઇચ્છા છે, બીજી કોઇ ઇચ્છા નહીં. લોકો કેમ કરીને શાંતિને પામે એને માટે જ ભેખ લીધેલો છે. રોજ અગિયાર કલાક આ સત્સંગ કરું છું.
પ્રશ્નકર્તા: આ ઇચ્છા આપને રહીને, તો એનાથી પછી આ ચાર ડિગ્રી આપની પૂરી ના થાય ને ? બંધનરૂપ બને ને આ ઇચ્છા ?
દાદાશ્રી : ના, આ ઇચ્છા જે રહી, એ છે તે ડિસ્ચાર્જ ઇચ્છા છે. ચાર્જમાં એવું નથી. ચાર્જ બંધ થઇ ગયું છે. ચાર્જ જો બંધ હોય તો વાંધો નથી.
ગુરુપૂનમે પૂર્ણ અદ્વૈત ભાવમાં ! પ્રશ્નકર્તા : આપ સત્સંગ કરો છો અને ગુરૂપૂર્ણિમાને દિવસે દર્શન આપો છો તો એ બન્નેમાં ફેર ખરો કે?
દાદાશ્રી : બહુ ફેર. આ તો બહાર નીકળેલો કહેવાય. પેલું દર્શન બહુ ઓહોહો, એ તો પૂર્ણ દર્શન કહેવાય. એક ફેરો દર્શન કરી ગયો તો બહુ થઇ ગયું. તે દહાડે અમે ‘આવો ચંદુભાઇ કે આવો ફલાણાભાઈ’, એમાં અમે ના પડીએ. પૂર્ણ ભાવમાં રહીએ અને આમ તો અહીંયા આગળ તો આડાઅવળી દહાડે અમે બોલાવીએ, ઓળખીએ હઉ, ત્યાં તો ઓળખીએ ય નહીં ને બોલાવીએ ય નહીં.
‘દાદાની સાંકળ’ ખેંચે તેનું કામ થઈ જાય. કારણ કે કોઈ કાળે વીતરાગ હોતા નથી ને અને આ કાળમાં પૂરા હોય નહીં વીતરાગ, પણ તમામ જીવો માટે અમે તો સંપૂર્ણ વીતરાગ જ છીએ. તમામ જીવમાત્ર જોડે. ફક્ત અમારા કર્મો જોડે જ અમારે રાગ રહે છે. કર્મો ખપાવવા પૂરતો.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં.