________________
વીતરાગતા
૧૬૫
૧૬૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા
ત્યારે જ છૂટાય ને !
દાદાશ્રી : હા.
વીતરાગતા એ દશા ! પ્રશ્નકર્તા : વીતરાગતા અને કરુણા વચ્ચે સંબંધ ખરો ?
દાદાશ્રી : વીતરાગતા ઉત્પન્ન થયા પછી કરુણા હોય. કરુણા ઉત્પન્ન થયા પછી વીતરાગતા ના હોય. એટલે કરુણા પહેલી ના હોય. વીતરાગતા એનું કારણ છે.
પ્રશ્નકર્તા : એ એનો વ્યવહાર કેવો હોય કણોવાળાનો?
દાદાશ્રી : એનાં વ્યવહારમાં છે તે પોતાના દેહનું માલિકીપણું ના હોય, વાણીનું માલિકીપણું ના હોય અને મનનું માલિકીપણું ના હોય, ત્યારે કરૂણા ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા ઃ અમે મૂર્તરૂપે આપનામાં કરુણા જોઈએ છીએ. વીતરાગતા જોઈએ છીએ.
દાદાશ્રી : હા, પણ તે જેનામાં આ દેહનું માલિકીપણું જશે એટલે કરુણા ઉત્પન્ન થયા વગર રહે નહીં. કારણ કે પોતાનાં દેહમાં જ્યાં સુધી માલિકીપણું કંઈક છે, વધારે નહીં તો કંઈક પણ, ત્યાં સુધી કરુણા ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : કરુણાને આત્માનો મૂળ ગુણ કહી શકાય ?
દાદાશ્રી : આત્માનો ગુણ જ ન્હોય એ કરુણા. કરુણા તો આત્મા પ્રાપ્ત થયો છે, એ વીતરાગ થયા છે એનું લક્ષણ છે. લક્ષણ ઉપરથી શું વસ્તુ છે એની ખબર પડે આપણને. આ ક્રોધ એ મૂળ ગુણ નથી આત્માનો, ચેતનનો અને જડનોય મૂળ ગુણ નથી. એ વ્યતિરેક ગુણ છે. ત્યારે એનો સામો પ્રતિપક્ષ એ ક્ષમા પણ આત્માનો ગુણ નથી. ક્ષમા ઉપરથી તમે જાણી શકો કે આ વીતરાગ થયેલા છે. ક્ષમા પણ સહજ ક્ષમા હોવી જોઈએ. ‘અમે તમને ક્ષમા આપીએ છીએ” એવું નહીં. તેય માંગવી ય ના પડે ક્ષમા, આપ્યા જ કરે. એટલે આટલાં ગુણો સહજ હોય, સહજ વિનમ્રતા હોય. ક્ષમા સહજ હોય. સરળતા સહજ હોય. સરળતા કરવી ના પડે. પછી સંસારમાં સંતોષ સહજ હોય. એટલે બધાં સહજ ગુણો ઉત્પન્ન થયેલાં હોય. પણ એ આત્માનાં ગુણો નથી. આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા આટલે સુધી પહોંચ્યો. આત્માના ગુણો નહીં. આત્માના ગુણો પોતાનાં ત્યાં ઠેઠ જાય છે એ બધાં ગુણો આત્માનાં. અને વ્યવહારમાં આ આપણે કહેલાં તે લક્ષણ છે એનાં. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામો હસે, ત્યારે આપણે જાણીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે ના, વાત બરોબર છે.
પ્રશ્નકર્તા : કણાની જેમ વીતરાગતા પણ લક્ષણ જ કહેવાય ?
દાદાશ્રી : વીતરાગતા એ લક્ષણ કહેવાય. એનો ગુણ નથી. રાગકેય એનો ગુણ નથી અને વીતરાગતા ય એનો ગુણ નથી. આ તો વ્યવહારને લઈને લક્ષણ ઊભાં થયાં. કારણ કે ત્યાં શબ્દરૂપ કશું છે નહીંને ! આ શબ્દ છે ત્યાં સુધી વ્યવહાર છે. એ શબ્દવાળા ગુણ જ નથી ત્યાં.
પ્રશ્નકર્તા : વીતરાગતામાં ગમો-અણગમો રહે ખરો ?
દાદાશ્રી : એ વીતરાગતામાં ગમો-અણગમો હોય તેથી વીતરાગતાની નીચલી સ્થિતિ કહેવાય છે. તે વીતરાગતાની શરૂઆત કહેવાય. બાકી વીતરાગતાની એન્ડ કહેવાય નહીં. શરૂઆતમાં ગમો-અણગમો એટલે લાઈક અને ડિલાઈક બે હોય. તે રાગ-દ્વેષ નહીં પણ લાઈક અને ડિલાઈક.
કરુણાતી પરાકાષ્ઠા ક્યાં ? પ્રશ્નકર્તા: સંપૂર્ણ વીતરાગ એવા તીર્થંકરોની કક્ષા અને ખટપટીયા વીતરાગ, એવા સજીવનમૂર્તિ દાદાની કષ્ણા વચ્ચે શું ફેર ?
દાદાશ્રી : અહીં વ્યક્તિગત થઈ જાય. પેલું સામાન્યપણે સરખું હોય