________________
વીતરાગતા
૧૬૧
મુંબઈમાં જવામાં ? તો કહે, હા, પણ ક્યાં સુધી ? સ્ટેશન સુધી, પછી નહીં. એવું ય આ સંકલ્પનો ફાળો ખરો !
શા આધારે એ થયા વીતરાગ ?
પ્રશ્નકર્તા : રામચંદ્રજી અને મહાવીર હતા, તે વખતે સંપૂર્ણ વીતરાગ થયેલા ? જ્ઞાનના આધારે કે પૂર્વની કોઈ ક્રિયાઓના આધારે ?
દાદાશ્રી : જ્ઞાનના આધારે.
પ્રશ્નકર્તા : બન્ને ? અને એમના પુદ્ગલ પણ સંપૂર્ણ વીતરાગ થયેલા હતા એ જ જનમમાં ?
દાદાશ્રી : હા !
પ્રશ્નકર્તા : રામચંદ્રજી અને મહાવીર ભગવાન.
દાદાશ્રી : રામચંદ્રજી મોક્ષે તે જ અવતારમાં ગયેલાં.
પ્રશ્નકર્તા : તે ખરેખર બધા રાગ-દ્વેષ એમના પુદ્ગલના ય જતાં રહેલાં ?
દાદાશ્રી : બધા ય ગયેલાં.
પ્રશ્નકર્તા : ડ્રામેટિક. ફક્ત ડ્રામા એમણે બધો કર્યો. આખું રામાયણ ડ્રામા થયું, એ પૂર્વના કર્મોના આધારે?
દાદાશ્રી : હા, વસિષ્ઠ મુનિ જ્ઞાની મળ્યા હતા.
પ્રશ્નકર્તા : એમની પાસેથી જ્ઞાન લીધેલું.
દાદાશ્રી : એ ને એ અવતારમાં જ મોક્ષે ગયાં. કારણ કે તૈયાર થયેલો જીવ ! ફક્ત જ્ઞાનીની અડવાની જરૂર, નિમિત્તની જરૂર.
વીતરાગત્વ પ્રાપ્તિતી વાટ !
પ્રશ્નકર્તા : વીતરાગ દશામાં રહેવા માટે શું કરવું જોઈએ ?
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : કોઈની જોડે રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ નહીં કરવા એ વીતરાગ. એ કર્યું એટલે વીતરાગ દશા ચૂક્યા. એ થઈ ગયું તો જાણવું કે આ ચૂકી ગયા. પાછાં ફરી પાછું સાધવું. ચૂકે ફરી સાધવું એમ કરતાં કરતાં સ્થિર થવાશે. જેને તેમ કરવું છે એ લાવે જ ને, નિવેડો તો લાવે ને ! આ નાના છોકરાંય ઊભાં થાય, પાછાં પડી જાય, પેલી ઠેલણગાડી પાછી ધકેલે. પાછો પડી જાય. પાછું ઊભું થઈને પાછું ઠેલણ ગાડી ધકેલે. એમ કરતું કરતું ચાલતું-ફરતું થઈ જાય ને ! એટલે રાગ
દ્વેષ થાય છે ખરાં ? ક્રોધ-માન-માયા-લોભ ? નહીં ને ! તો પછી એ વીતરાગતા જ છેને પછી. આ બીજું ખોળવાનું ના રહે, એ જ વીતરાગતા. વીતરાગતા બીજું હોય નહીં. આમ તો માણસ બોલે, ના, ના, મને કંઈ રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષ ના વાળા આવ્યા... ? જુઓ તો ખરાં ! આવું ફોડ પાડીએ, ક્રોધ-માન-માયા-લોભ. ત્યારે કહે, એ ખરાં. તો મૂઆ તું સમજતો જ નહીં રાગ-દ્વેષને !
૧૬૨
ક્રોધ-માન-માયા-લોભનું ટૂંકું સ્વરૂપ રાગ-દ્વેષ છે, શોર્ટ સ્વરૂપ. કષાયોમાં આ ચાર જ યોધ્ધા, ક્રોધ-માન-માયા-લોભ અને એનું ટૂંકું સ્વરૂપ રાગ-દ્વેષ. આ કષાયથી જગત ચાલી રહ્યું છે. હિન્દુસ્તાનનું જગત કષાયથી ચાલી રહ્યું છે. મજૂરો-બજૂરો બધાય કષાયમાં અને ફોરેનવાળા કષાયમાં નહીં, વિષયમાં હોય.
કાં તો વિષયમાં હોય, કાં તો કષાયમાં હોય, કાં તો અકષાય એટલે ભગવાન પદમાં હોય. તે અકષાય પદ ત્યાંથી તો ભગવાન પદ ગણાય એને.
પણ લોકોમાં કહેવાય નહીં. કહેવાથી લોકો ઊંધું બોલે આ. ‘આ મોટા ભગવાન થઈ ગયા' ! આપણે સમજવાનું મનમાં કે આપણે આ છેલ્લા સ્ટેશને આવ્યા છીએ. કોઈને કહેવાની જરૂર નહીં. તમારાથી મને કહેવાય ! કો'કને કહે તો શું કહે લોકો ?
પ્રશ્નકર્તા : મૂરખ કહે.
દાદાશ્રી : એને ક્યારેયે કહેવાય નહીં. બાકી આ અકષાય પદ એ
ભગવાન પદ.