________________
વીતરાગતા
વીતરાગી થઈ ગયો.
પ્રશ્નકર્તા : એ તો આ જ્ઞાન હોય તો જ બની શકે ને ?
૧૫૫
દાદાશ્રી : હા, પણ નહીં તોય વીતરાગી છે. પણ હું-મારાપણાને લીધે જ રાગ-દ્વેષ થાય છે. હું-મારાપણું વાપરે નહીં, જ્ઞાન ના હોય તો વીતરાગ જ છે.
પ્રશ્નકર્તા : અજ્ઞાનતા હોય એટલે એકાકાર હોય જ ને, હુંપણુંમારુંપણું ...
દાદાશ્રી : હા, પણ તોય કહે છે, વાપરે નહીં એટલે કશું નહીં. વાપરે એટલે ગોન. મિશ્રચેતન તો એવું જ છે, વીતરાગી જ છે !
પ્રશ્નકર્તા : એટલે સામા માટે વીતરાગ છે. પોતાના માટે એવું કાંઈ જુદું છે ? એટલે સામી વ્યક્તિ પોતાને માટે વીતરાગ જ હોય છે એવું કહેવા
માંગો છો ?
દાદાશ્રી : ના ! એ આપણી હઉં, બધું વીતરાગ જ છે. ડખોડખલ ફક્ત આ અહંકાર ને મમતા બેનો છે. એ બે ના હોય તો કશું છે નહીં. રાગ-દ્વેષ ના હોય તો સહજ હોય ! સહેજે પ્રકૃતિ ફર્યા કરે, બસ. પ્રશ્નકર્તા : એમાં ડ્રામેટીક અહંકાર-મમતા પણ હોય.
દાદાશ્રી : એનો વાંધો નહીં. ડ્રામેટિક અહંકાર એય વીતરાગ કહેવાય. એને (નાટકની) પિંગળા થવામાં રાગેય નથી ને દ્વેષેય નથી. ડીસાઈડડ છે માટે થાય છે. એ રાગ-દ્વેષ નથી. જેથી જગત નિર્દોષ ગણાયને. મિશ્રચેતન નિર્દોષ કેમ કહેવાય છે ?
પ્રશ્નકર્તા : એટલે મિશ્રચેતનમાં રાગ-દ્વેષ જે હોય, એ આવતા ભવના માટેનું કારણ છેને ? એટલે અત્યારે આ ભવમાં તો વીતરાગ જ ગણી શકાય એવું ?
દાદાશ્રી : એ વીતરાગ છે જ એ તો. તેથી તો આખા જગતને નિર્દોષ
૧૫૬
જોઈ શકે.
પ્રશ્નકર્તા ઃ પોતાનો અહંકાર-મમતાનો ડખો છે એટલે પેલું રાગી-દ્વેષી બને તો ?
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : એ બને તેને નુકસાની છે, બીજાને શું નુકસાન ? બીજાને શું લેવા-દેવા ? જેને બને તેને નુકસાન, તેને આવતા ભવનું કારણ. પ્રશ્નકર્તા : અને છતાં અત્યારે આ મશીનરી જે પ્રવર્તના કરે એ વીતરાગમાં ગણાય ?
દાદાશ્રી : વીતરાગ જ છે. આ આંખેય વીતરાગ છે, કાનેય વીતરાગ છે. કોઈ જો ગાળો ભાંડે તો કાન છે તે કૂદાકૂદ ના કરે, મહીંવાળો કૂદાકૂદ કરે.
પ્રશ્નકર્તા : મહીંવાળો એટલે કોણ ?
દાદાશ્રી : અહંકાર ને મમતા.
પ્રશ્નકર્તા : કૂદાકૂદ વીતરાગતામાં ના જાય ? એ અસર થઈ છે
એમ ?
દાદાશ્રી : કૂદાકૂદેય ચાલે પણ તે સહજ હોવું જોઈએ. કૂદાકૂદેય ચાલે, મારુંમારેય ચાલે ને વીતરાગ રહે, મારુંમારા પણ કરી શકે, રાગ-દ્વેષ રહિત. આ જ્ઞાન હોય તો રહી શકે.
આ જલેબી વીતરાગ છે, પોઇઝનેય વીતરાગ છે, અમૃતેય વીતરાગ
છે. બધી ચીજ વીતરાગ છે.
પ્રશ્નકર્તા : આ જીવતાં દેખાય છે એ બધાં ?
દાદાશ્રી : એય બધાં વીતરાગ છે. એટલું જો સમજી જાય તો કામ થઈ જાય. એ સમજીને આ વ્યવહારમાં રહેનારા પોતે તો વીતરાગ થઈ ગયા. આ બધાને વીતરાગ જુએને, વીતરાગ એટલે શું ? આપણે શું કહીએ છીએ ? વીતરાગ કહેતા નથી, વીતરાગ કહેવું ગુનો છે. કારણ કે અસલ વીતરાગને, આ વીતરાગને એની વેલ્યુ ના રહે. એટલે વીતરાગ નહીં કહેતા.