________________
વીતરાગતા
૧૫૧
થાય ?
દાદાશ્રી : એકડે એકથી સો સુધી લખતો હોય તો કંઈ એકદમ સો આવી જાય ?
પ્રશ્નકર્તા : નથી આવતા.
દાદાશ્રી : એટલે વીસ લખ્યા પછી એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ આપણે આગળ લખાય છે કે નહીં એ જોવું. એટલે એ તો પૂરું થઈ જાય. એ જ પૂરું કરે છે. આપણે પૂરું કરવાની જરૂર નથી. એ સ્પીડ જ પૂરું કરશે.
પહેલાં છે તે રાગ-દ્વેષ કેમ ઓછાં થાય એ જોવું. હવે પલ્ટી ખાધી અવળાપણાની સવળાપણામાં, એટલે હવે વીતરાગતા કેમ વધે, પૂર્ણ થાય એ તરફ દ્રષ્ટિ ગઈ. પહેલાં રાગ-દ્વેષ ઓછાં કરવાની હતી. જગત આખું રાગદ્વપ ઓછો કરવા હારુ માથાકૂટ કરે છેને ! આખો દહાડો જો ઉપાધિ, જો ચિંતા, જો વરીઝ, ત્રિવિધ તાપ ભયંકર.
વીતરાગતા કેવી આપણને, થોડી અમથી વીતરાગતા, એક અંશ પણ વીતરાગતા. રાગ-દ્વેષનું સવશપણું ગયું કહેવાય એ ! એક અંશ પણ વીતરાગતા રાગ-દ્વેષના મહીં રસ સવાંશપણે ઉડાડી દે. દેખાય ખરાં રાગદ્રષ, પણ રસ ના હોય મહીં. એ વીતરાગતા તો જુઓ !!!
પ્રશ્નકર્તા : આપની વીતરાગતા મહાત્માઓમાં ક્યારે ને કેવી રીતે ઉતરશે ?
દાદાશ્રી : જેમ જેમ મારા ટચમાં રહેશે તેમ તેમ એ, આ તો ગોખીને શીખવાનું નથી, જોઈને શીખવાનું છે.
આંખો સામું જુએ લોકો. આંખ્યામાં કેમ લોકો, જીવમાત્ર જુએ છે, ત્યારે કહેશે, ‘આંખમાં બધું વંચાય, ભાવ ! શું ભાવ છે તે બધુંય વંચાય.” એટલે લોક સમજી જાય કે ભઈ છે એને ઘરમાં પેસવા ન દેશો. એની આંખમાં બરોબર સારા ભાવ નથી, કહેશે. એવી રીતે જ્ઞાનીની આંખમાં
ઉપર
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) વીતરાગતા દેખાય, કોઈ જગ્યાએ રાગ કે દ્વેષ એવું કશું દેખાય નહીં. કુરકુરીયા રમતા ના હોય કોઈ જાતનાં. લક્ષ્મીની ભીખ ના હોય, બધું કશું હોય નહીં, એકલી વીતરાગતા હોય. એ જોતાં જોતાં પોતાને આવડી જાય. બીજું કશું આમાં છે નહીં.
આ તો ધંધાની વાત કરું છું કે, એક ફેરો મેં એક જણને કહ્યું, આ આમાં શું કરવાનું છે તે ? નહીં જેવી ચીજમાં આ તે આટલો ટાઈમ બગાડ્યો’તો. ત્યારે કહે, ‘પણ મને કોઈએ કરી બતાવ્યું નથી. નહીં તો હું જલ્દીથી કરી નાખત.' ત્યારે મેં એક દા'ડો કરી બતાવ્યું, તે બીજે દહાડે એણે કરી બતાવ્યું. નહીં તો બે મહીનાથી થતું ન્હોતું. તો એની જે કળા હતી, એ દેખાડી દીધી. એય કળા શીખી ગયો ને એય કરવા માંડ્યો.
એટલે આ આમ થિયરેટીકલથી નહીં દા'ડો વળે, પ્રેક્ટિકલી જોઈશે. થિયરેટીકલ તો ખાલી જાણવા માટે જ છે. પ્રેક્ટિકલી એટલે શું ? પ્રેક્ટિકલમાં તો જ્ઞાની પુરુષને જોવાથી, એની પાસે ટચમાં આવવાથી બધું પ્રાપ્ત થઈ જાય. સહેજા સહેજ પ્રાપ્ત થાય. એ તો તમને ઉદયનો અવસર હોય નહીં. નહીં તો મને ટૈડકાવનારો ભેગો થયો હોય ને તમને તે જોવાનું મળે ત્યારે ખરી મજા આવે !
વીતરાગ દ્રષ્ટિથી વીતરાગતા ! પ્રશ્નકર્તા : બધું વીતરાગ દેખાય તો એ વીતરાગ થાય, તો એને બધું વીતરાગ દેખાતું નથી તો એ પોતે રાગી-દ્વેષી છે અત્યારે ?
દાદાશ્રી : ના. એ રાગી-દ્વેષી નથી, પણ વીતરાગ થવું છે. પણ હજુ થયો નથી એ સ્થિતિમાં, એ દ્રષ્ટિ આવી નથી પૂરી. પૂરી દ્રષ્ટિ ખૂલી નથી.
પ્રશ્નકર્તા : તો એની સ્થિતિ કઈ કહેવાય ? દાદાશ્રી : એ થોડા વખતમાં પછી થશે. પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાન છે જેને એ લોકો માટે જ ને ? દાદાશ્રી : હંઅ. બીજાને નહીં.