________________
પ્રશસ્ત રાગ
૧૩૭
પ્રશ્નકર્તા ઃ અમને તમારા પ્રત્યે બહુ ભાવ આવે, તો તમારા માટે ઘેલછા ઉત્પન્ન થઈ જાય તો જે મૂળ વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે બાજુએ ના રહી જાય ?
દાદાશ્રી : ના, ના. ઘેલછા ઉત્પન્ન થતી નથી. ઘેલછા પોતાને સમજાય ને પોતે આત્મા છે, પછી ઘેલછા ના સમજાય ?
પ્રશ્નકર્તા : ગૌતમ સ્વામીને કેમ એવું થયેલું ?
દાદાશ્રી : એ થયેલું પણ એ એને લીધે કંઈ જ્ઞાન અટકે-કરે, પણ જ્ઞાન જતું રહેતું નથી. જ્ઞાન અટકે પણ એ પ્રશસ્ત રાગ કહેવાય છે. પ્રશસ્ત રાગનું ફળ શું ? વીતરાગપણું. આ સંસારિક રાગ હોયને તેનું ફળ છે તે રાગ-દ્વેષ.
એટલે વીદ્વેષ થયા પછી કયો રાગ રહે ? ત્યારે કહે, પ્રશસ્ત રાગ રહે. જે રાગ મોક્ષનું પ્રત્યક્ષ કારણ છે. એમાં સંસારી રાગનો છાંટો ય ના હોય.
પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગ સહજમાં ચાલ્યો જાય ?
દાદાશ્રી : એનો વાંધો નહીં. પ્રશસ્ત રાગ ના ચાલ્યો જાય તો ય વાંધો નથી. કારણ કે એ મોક્ષ આપીને જ જંપે. એટલે એ સંબંધી કોઈ ચિંતા કરવી નહીં. પ્રશસ્ત રાગ, જેમ ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન ઉપર હતો. તે હમણે ના હોત તો થોડા વખત પછી એની મેળે જ ઓગળે, ઓગળ્યા જ કરે.
પ્રશ્નકર્તા : એમાં તો એમનો મોક્ષ અટકી ગયો, ગૌતમ સ્વામીનો.
દાદાશ્રી : એમાં શું અટક્યો કહેવાય ? છ અથવા બાર વરસ પછી થાય, પંદર વરસ પછી થાય, બીજા અવતારમાં થઈ જાય. એનો પ્રશસ્ત રાગનો ભય નથી, આ સંસારી રાગનો ભય છે. પ્રશસ્ત રાગ ગમે એટલો હોય, તેનો ભય રાખવા જેવો નથી.
પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગથી કેવળજ્ઞાન ના થાય ને ?!
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : આપણે કેવળજ્ઞાનની શું ઉતાવળ છે ? તારે આવવું હોય તો આવજે, કહીએ. એવું છે ને, આપણે ટ્રેનમાં બેઠાં છીએ તે ?! કેવળજ્ઞાન તો છેલ્લામાં છેલ્લું સ્ટેશન છે. એની મેળે આવશે. એની ઉતાવળ શું છે ? કેવળજ્ઞાન તો હાથમાં જ આવી ગયા જેવું છે. જ્યારથી સ્પષ્ટ વેદન થયુંને ત્યારથી કેવળજ્ઞાન જ કહેવાય એને.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન નહીં, પણ જ્ઞાન તો અટકે ને ?!
દાદાશ્રી : ના. જ્ઞાન તો કશું અટકે નહીં. જ્ઞાન તો વધે ઊલટું. એવું છે ને, એવું થાય કોને ? બહાર બહુ ગૂંચાયેલો માણસ હોયને, તેને આવું થાય એટલે પછી પેલી ગૂંચો ઊખડી જાય ને એક જ દ્રષ્ટિ થઈ જાય. દરેકને એવું ના થાય. બહાર બહુ ખૂંપી ગયેલો હોય, બહાર બહુ જગ્યાએ ચિત્ત ચોંટી ગયેલું હોયને તો અહીં આગળ ચોંટે એટલે પેલું ઊખડી જાય બધું ત્યાંનું. અહિતકારી નથી એ. પ્રશસ્ત રાગ કહ્યું છે એને. એ રાગ ઉત્પન્ન જ નહીં થતો બહુ. થાય તો ઉત્તમ કાર્ય કરે.
૧૩૮
પ્રશ્નકર્તા : જ્ઞાની ઉપર પૌદ્ગલિક રાગ ઉત્પન્ન થાય પ્રશસ્ત રાગ સિવાય ?
દાદાશ્રી : પૌદ્ગલિક રાગ, એ તો ઉખડી જાય જ હંમેશાં ય. એ રાગ ચોંટે, પુદ્ગલથી ચોંટે પણ પછી ઉખડી, છેવટે પછી પ્રશસ્ત રાગ તરીકે જ રહે છે. આવું બનેલું, પહેલાં ય બનેલું જ ને ? ! કંઈ આ નવી વસ્તુ નથી.
એ થાય પણ છેવટે બીજે બધે છૂટી જાય આમાંથી. બીજે જે ઝાંખરા હોયને બધાં, એ બધાં છૂટી જાય ને એક જગ્યાએ આવી જાય. તેથી આ લોકોએ સારામાં સારું સાધન ગણ્યું છે પ્રશસ્ત રાગને. બીજું બધું ઝાંખડ, બધું ઉખડી જાય.
પ્રશસ્ત રાગ એ સ્ટેપીંગ છે !
પ્રશસ્ત રાગ એટલે મોક્ષને આપનારો રાગ. સ્ટેપીંગ લેવડાવે છે આ રાગમાં. દ્વેષ એમ ને એમ ઉડાડી મેલે છે, ફર્સ્ટ સ્ટેપથી જ. એટલે બધાનો અમારી પર રાગ ખરો પણ તે પ્રશસ્ત રાગ કહેવાય. એ સંસારિક રાગ