________________
વીતદ્વેષ
૧૩૧
વીતદ્વેષ પછી રહ્યો ડિસ્ચાર્જ રાગ !
પ્રશ્નકર્તા ઃ રાગ હોય તો પછી દ્વેષ થાય. રાગ લોભનો પર્યાય છે અને છેલ્લામાં છેલ્લો જાય. તેથી રાગ હોય પણ દ્વેષ ના હોય એમ પણ બને, પણ જ્યાં રાગ ના હોય ત્યાં દ્વેષ નથી. રાગ મુખ્ય છે, એના ક્ષયથી સંપૂર્ણ આત્મસ્વરૂપ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થાય છે, સમજાવો.
દાદાશ્રી : દ્વેષનો સ્વભાવ કડવો છે, એટલે કડવો ભાવ છૂટી જાય છે અને પેલો મીઠો છે એટલે રહે છે. એ કડવો છે ને તે ગમતો નથી પણ પેસી ગયો છે હવે પણ તોય શું કરે ? પણ પછી દ્વેષ છૂટી જાય, જ્ઞાન મળે ત્યારે અગર અને દ્રષ્ટિ બદલાય, આત્મદ્રષ્ટિ થાય. આત્મદ્રષ્ટિ થાય એટલે દ્વેષ ઊડી જાય. કારણ કે કડવો છે એટલે. જો મીઠો હોય તો આ ઊડવા જ ના દે ત્યાં ! એટલે ઠેઠ સુધી રાગ રહે છે.
પ્રશ્નકર્તા : દાદા, આ જ્ઞાન જ્યારે આપ આપો છો ત્યારે જે રાગ ને દ્વેષ છે, એમાં દ્વેષ તે જ ઘડીએ ઊડીએ જાય છે. એ કેમ બને છે ?
દાદાશ્રી : એ દ્વેષ પહેલો જ ઊડી જાય, કારણ કે પાપો નાશ થાય છે માટે. પછી રાગ એકલો રહે છે. એ રાગ ય ધીમે ધીમે ઘસાતો જાય અને તે ય ડિસ્ચાર્જ ભાવે છે રાગ, ચાર્જ ભાવે નથી. ધીમે ધીમે ધીમે ઓછો થતો જાય અને છેવટે વીતરાગ કહેવાય. રાગેય પણ જતો રહે ત્યારે વીતરાગ કહેવાય.
પ્રશ્નકર્તા : દાદા, જો રાગ ડિસ્ચાર્જ રૂપે જ હોય તો, દ્વેષ પણ પછી ડિસ્ચાર્જ રૂપે રહે ખરો કે નહીં ?
દાદાશ્રી : ના, દ્વેષ તો ઊડી જાય જ છે. દ્વેષ હોય તો નવા કર્મ બંધાય. દ્વેષ હોય ત્યાં સુધી ચિંતા થાય. આ તો ચિંતા એકુંય થતી નથી. એનું કારણ શું છે કે, દ્વેષ ખલાસ થઈ જાય છે, પહેલે જ દિવસે
પ્રશ્નકર્તા : પહેલે દિવસે નહીં, એ જ ઘડીએ ખલાસ થઈ જાય છે. દાદાશ્રી : એટલે એ જીતેન્દ્રજિન તે જ ઘડીએ થાય છે. પણ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જીતેન્દ્રજિન બધી જ ઈન્દ્રિયો જીતી ગયો માટે, તેને તે ઘડીએ થાય છે. એટલે વીદ્વેષ થઈ જાય છે. ઈન્દ્રિયો બધી જીતી જાય છે.
પ્રશ્નકર્તા : પણ દ્વેષ તો ડિસ્ચાર્જ ભાવે રહે કે નહીં ? દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : ન રહે. આમ અનુભવ એમ દેખાય છે કે જેને આપણા દુશ્મનો આપણે સમજ્યા હોઈએ, તેના પ્રત્યે દુશ્મનાવટ રહેતી નથી. દાદાશ્રી : રહે જ નહીં. વીદ્વેષ થઈ જાય.
૧૩૨
પ્રશ્નકર્તા : આપણો દ્વેષ જાય પણ સામાનો દ્વેષ જાય એના માટે શું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યા કરવાનું. દ્વેષમાંથી રાગ ઉત્પન્ન થયો, બેઉ કારણ-કાર્યનો સંબંધ છે. એટલે દ્વેષ નથી થતો એટલે બધું કારણ બંધ થઈ ગયું, વીતદ્વેષ !
પ્રશ્નકર્તા : પછી દાદા, રાગ તો હોય છે. સ્ત્રી હોય, છોકરાં હોય, ઑફિસ હોય, ધંધો હોય તો પછી રાગ તો રહ્યોને ? એ રાગ ડિસ્ચાર્જ રૂપે કહેવાય ?
દાદાશ્રી : એ રાગ ડિસ્ચાર્જ રૂપે છે. રાગ ખરેખરો ક્યાં હોય ચાર્જ રૂપે કે ‘હું ચંદુભાઈ છું’ એ ભાન હોય તો ત્યારે ખરેખર રાગ હોય. પણ ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન, તે ઘડીએ ખરેખરો રાગ ના હોય. ડિસ્ચાર્જ રૂપે હોય.
એટેક ગયો તે ભગવાત થયો !
ધર્મ તો કોને કહેવાય કે કોઈ પણ સંજોગોમાં રાગ-દ્વેષ ના થાય, એનું નામ ધર્મ. ભલે રાગ થાય, પણ દ્વેષ તો ના જ થવો જોઈએ. અને આમને તો ફેણ માંડે.
એટેક નથી આવતો એટલું જ જોઈ લેજો અને એટેક આવે ત્યારે