________________
વીતદ્વેષ
ભર્યું એટલે પેલાને દ્વેષ થયો. છોકરાને ઉતારીને માર્યો. તોય પેલો બાપોય સમજતો નથી. છોકરાને વધારે દબાવ્યો. એ તો એમ જાણે કે મેં પ્રેમ કર્યો તોય બચકું ભરી લીધું !!
૧૨૭
આવી છે દુનિયા બધી, અંધારામાં આંધળા ચાલે છે. પણ શું થાય ? એટલે મેં ચશ્માં આપ્યાં તે પહેરીને ચાલજો નિરાંતે લહેરથી. ચશ્મા તો સારાં છે, ઠોકર નહીં વાગતીને ?
કોઈ દહાડો જગતને ફોડ પડે નહીં, એવા ફોડ મેં પાડ્યા છે, ઝીણામાં ઝીણી બાબતના.
અક્રમ વિજ્ઞાને બતાવ્યા વીતદ્વેષ !
વીતરાગ એકલું જ કહેવામાં આવ્યું છે. એટલે આપણે અહીં જ્ઞાન આપતાંની સાથે જ દ્વેષ પહેલો જતો રહે છે ગમે તેને. કોઈ ગાળ ભાંડે તો ય ‘સમભાવે નિકાલ’ કરે એની જોડે, પણ દ્વેષ ના કરે. એવું તમને અનુભવમાં આવે છે થોડું ઘણું ? પૂરેપૂરું અનુભવમાં આવે છે.
પ્રશ્નકર્તા : નિરંતર અનુભવમાં આવે છે.
દાદાશ્રી : ગાળ ભાંડે છે તો ય ! નહીં તો ગાળનું પરિણામ તો શું થાય ? પેલો ગાળ ભાંડે તે શું થાય ? દ્વેષ આવે કે રાગ ?
પ્રશ્નકર્તા : દ્વેષ જ આવે. આ જ્ઞાન પછી દ્વેષ જેવી જગ્યા હોય ત્યાં પણ હવે દ્વેષ ના થાય.
દાદાશ્રી : દ્વેષ થાય તેવા માણસના ઘરમાં મૂકે તો ય તમને દ્વેષ ના થાય, ત્યારે જાણવું કે આ વીતરાગ થવાને માટે લાયક થયો !
દ્વેષની જગ્યાએ દ્વેષ થાય છે, એ તો મિનિંગલેસ વસ્તુ છે. તમને હવે પહેલાં જેવો દ્વેષ નથી થતો ને કોઈ જગ્યાએ ?
પ્રશ્નકર્તા : એક જગ્યાએ થાય છે.
દાદાશ્રી : એક જગ્યાનો વાંધો નહીં. એક જ જગ્યાએ હોય તો તો
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એ મને સોંપી દેવી. પણ બીજે બધે, આખી દુનિયામાં કોઈ જગ્યાએ દ્વેષ નથી થતો ને ? એક જગ્યાએ જે તમને થાય છે, એ તો તમારી દ્રષ્ટિમાં ભૂલ છે, સમજવામાં ભૂલ છે. ખરેખર તો ત્યાં ય થતો નથી, અને બીજી
જગ્યાએ થતો નથી ને ? એટલે કોઈ જગ્યાએ દ્વેષ થતો નથી ને ?
૧૨૮
પ્રશ્નકર્તા : નહીં, ક્યાંય નહીં.
દાદાશ્રી : તમારી જોડે મોટરમાં ચાર જણ બેઠાં હોય અને એમાંથી એક ભાઈ, ‘પાંચ મિનિટ દર્શન કરીને આવું છું.’ એમ તમને કહે, તો તમે ચાર જણ બેઠાં બેઠાં આ ગયો, એને ગાળો ભાંડો ? શું કરો તમે ?
પ્રશ્નકર્તા : એ તો સંજોગ આવ્યો એને જોવાનો છે. એટલે એમાં દ્વેષ તો થાય જ નહીં અમને.
દાદાશ્રી : ના, પણ તમે શું કરો ? સમભાવે નિકાલ કરો ? પછી એમની પર દ્વેષ ના કરો ને ? પા-અડધો કલાક થઈ જાય તો ય ? પ્રશ્નકર્તા : હા, તો ય દ્વેષ ના થાય.
દાદાશ્રી : એ વીદ્વેષ કર્યા છે તમને.
એટલે મેં તમને કયા જ્ઞાન ઉપર મૂક્યા છે ? તમારો દ્વેષ બિલકુલ નીકળી ગયો છે. એટલે તમારા રાગને મેં આંતર્યા નથી. મેં તમને કહ્યું, ‘હાફૂસની કેરીઓ, રસ-રોટલી બધું ખાજો-પીજો. કપડાં પહેરજો, સિનેમા જોવા જજો !' શાથી કહ્યું છે ? એની જોડે તમને વેર નથી થતું એટલે. મેં તમારો દ્વેષ બંધ કરાવડાવ્યો એટલે આખો દહાડો તમે સંયમમાં રહો. આ દ્વેષથી અસંયમ છે બધો. રાગ આખો દહાડો હોય નહીં માણસને, દ્વેષ જ હોય !
એટલે એવું છે ને, દ્વેષનું પરિણામ ઘટયું હશે ને, તો રાગ હશે તો વાંધો નથી. તે અત્યારે તમને વીતદ્વેષ કર્યા પછી છોડી દીધાં છે, છતાં તમને વીતરાગ કોઈ કહે નહીં. પણ તમે ક્યાં સુધી પામી ગયા ? વીદ્વેષ થઈ ગયા. તમારે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયા. આ આર્તધ્યાન ને