________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૨૫
આપણા જ હિસાબો !
સળગતા કોલસા આપણી પર પડે તો બધું જ્ઞાન આપણને તરત હાજર થાયને કે નાખનારો માણસ એ શુદ્ધાત્મા ખરોને ? તમારો હિસાબ આ. તમે શુદ્ધાત્મા, તમારી પર નાખ્યું નથી. ચંદુલાલ પર નાખ્યું છે. તે ચંદુલાલનો હિસાબ હતો. તે આ એણે હિસાબ ચૂકતે કર્યો. તે ચંદુલાલના કર્મનો ઉદય, તે પેલો નિમિત્ત છે. તમારે સમભાવે નિકાલ કરવાનો. તે ઊલટો આશીર્વાદ આપ કે મને એ કર્મમાંથી તેં મુક્ત કર્યો.
સામો માણસ તો કર્મથી મુક્તિ આપવા માટે આવ્યો છે. આ જગત આખું કર્મથી તમને મુક્તિ આપવા ફરે છે. ત્યારે તમને એમ લાગે છે, કે આ મારો વેરવી છે ને આ મારો પ્રેમી છે. જગત આખું કર્મથી મુક્ત કરવા
માગે છે. લોકો પછી વધારેમાં વધારે લબદાઈને પછી નિકાચિત કરી નાખે છે.
અવળો વ્યવહાર, ખીલવે આત્મશક્તિઓ !
કોઈ રોંગ વ્યવહાર આવે નહીં તો આપણી શક્તિ ખીલેય નહીં. એટલે આ ઉપકાર માનવો કે, “ભઈ, તારો ઉપકાર. કંઈક શક્તિ તેં મને ડેવલપ કરી આપી.'
પ્રશ્નકર્તા : બરોબર છે, હા. એ પરમ સત્ય છે.
દાદાશ્રી : સમજે તો ઉકેલ આવે. નહીં તો ઉકેલ નથી આવે એવો.
ધર્મ કંઈ પુસ્તકોમાં ના હોય, ધર્મ તો વ્યવહારમાં જ હોય. ધર્મ પુસ્તકમાં હોતો હશે ? ફક્ત તમારે એમ રહેવાનું કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું
છે. એવી ભાવના રાખવી. વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો તો એનો સમભાવે નિકાલ કરી નાખવો જોઈએ.
આપણે ત્યાં સહેજે ડખો કે ડખલ કશું હોય છે ? જરા મતભેદ થાય, ભાંજગડ થાય, બધું થાય, પણ તે નિકાલી ભાવ, પેલું તાંતો નહીં. અને પછી સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ થાય પાછી. સાંજના લડ્યો હોયને, મીઠું નાખ્યું હોયને દૂધમાં અને સવારના ચા થાય એ દૂધની ! દૂધ ફાટી ગયેલું ના હોય, બાર કલાકમાંય.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : આપણે આપણું મોક્ષનું કામ કરી લેવું. ફાઈલો તો આપણને છોડે નહીં.
૧૨૬
દાદાશ્રી : કોઈ આપણું થાય નહીં. આ આત્મા આપણો થાય, બીજું કોઈ ના થાય. મોક્ષે જવાનો એ જ આપણો ભાવ થાયને ! તે પારકું કામ લાગે ?
પ્રશ્નકર્તા : ના લાગે.
દાદાશ્રી : છતાંય વ્યવહાર છોડી ના દેવાયને ? નિકાલ કરી નાખવો. લોકોને ખોટું ના દેખાય તેવું. અમે ના ગમતા જોડે નિકાલ કરીએ છીએને, નથી કરતાં ?
ડ્રામેટિક રહીતે કરો નિકાલ !
કોઈ કહે કે, ‘તમે તો નાલાયક છો ?” ત્યારે કહીએ, ‘ભઈ, તેં તો આજે જાણ્યું, અમે તો પહેલેથી જાણીએ છીએ આ.' એટલે નિકાલ થઈ ગયો. એ આપણે પહેલેથી ના જાણતા હોઈએ ?
પ્રશ્નકર્તા : આપણે એમ કહીએને, કે ‘અમે તો પહેલેથી જ નાલાયક હતા, તેં આજે જાણ્યું.’ તો કહેશે કે, ‘નાલાયક તો છો. પાછાં શરમ વગરનાય છો.’ એમ કહે પાછાં.
દાદાશ્રી : તો કહેવું, ‘ભઈ, બાકી અમને તો આવી સમજણ પડી.’ બાકી બનતાં સુધી બોલવું નહીં. મૌનથી પતે તો પતાવી દેવું. પણ આ તો આપણા મનને કહેવું. મન સમાધાન માગે કે ના માર્ગે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે ડ્રામેટિક એનું નામ કે એ હાર્ટિલી જ હોય. હાર્ટ જ આખું ડ્રામામાં જાય છે. આપણે ડ્રામાની બહાર છીએ. હાર્ટિલી ડ્રામા !
પ્રશ્નકર્તા : તો હાર્ટિલી ડ્રામેટિક વાતચીત કરીએ ત્યારે એ પણ જાગૃતિ હોવી જોઈએને કે બીજાને કિંચિત્માત્ર દુઃખ ન થાય ?