________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૨૭
૧૨૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એ જાગૃતિ એની મેળે હોય જ. હાર્ટિલી વાણી નીકળેને ! રામેટિક તમે બોલશોને એટલે તમને હાર્ટિલી હોય જ. એ તો જાગૃતિ ઓછી હોય તો ડ્રામેટિક કહેવાય નહીંને ! જાગૃતિ ફૂલ, એનું નામ જ ડ્રામેટિક. હું ભર્તુહરિ રાજા, અંદર હું લક્ષ્મીચંદ તરગાળો, આ બધી જાગૃતિ હોવી જોઈએ.
ડ્રામેટિક બોલશે તો કોઈ ફાઈલ જોડે બગડશે નહીં અને આ ફાઈલ જોડે આવવાની છે. આ ફાઈલો કંઈ એકદમ ડિસમિસ થવાની નથી. એ જોડે આવવાની છે. હા, કારણ કે રિએક્ટ થઈ છે ને ! માટે ફાઈલો બગાડશો નહીં. એ છૂટી જવાની નથી આ.
આ ફાઈલનો નિકાલ કરવા માટે આરોપિત ભાવે ‘હું છું', એમાં ડ્રામેટિક ભાવ રાખવો. ડ્રામાનો નિકાલ તો કરવો પડેને ?
ઠપકો પણ ઉપયોગપૂર્વકતો ! પ્રશ્નકર્તા : ફરજ બજાવતાં ખોટું થયું હોય, તે પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં, થોડુંક શિક્ષાત્મક પગલું ભરી લેવામાં આવે, ત્યારે ખોટું કરનારને દુ:ખ થાય. આપણા માટે મનમાં ધૃણા પણ કદાચ ઉપજે, તો ત્યાં શું કરવું? કેવી ભાવના ભાવવી ?
દાદાશ્રી : તમે તો જ્ઞાન લીધેલું છે, ત્યાં એના શુદ્ધાત્માને બહાર બેસાડીને આપણે કહેવું કે ‘દેહધારી ભાઈના મન-વચન-કાયાનો યોગ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા !” જે ભાઈ હોય તેને આવી રીતે, એનાં શુદ્ધાત્માને કહીએ બહાર બેસો. મારે આ પુદ્ગલ ગુનો કરે છે, એટલે પુદ્ગલને જરા શિક્ષા આપવી છે. એટલે પછી વાંધો નહીં ! અને શિક્ષા તો આપવી જ પડેને ! શિક્ષા વગર ચાલે નહીં ને ફરજોથી બંધાયેલા છીએને ? આ બેંક સાચવનારા ગુરખા હોય, તે બધાને જવા દે તો શું થાય ?
પ્રશ્નકર્તા : ચોરી વધારે થાય.
દાદાશ્રી : હા, ડ્યુટીવાળી જોબ. ફરજ તો પાળવી જ જોઈએ. એટલે વાંધો નહીં, પણ આ ભગવાનને બહાર બેસાડવાના !
પ્રશ્નકર્તા : એ સામી વ્યક્તિ પછી આપણા માટે ધૃણા કરે, તો આપણને કશું નહીંને ?
દાદાશ્રી : આપણને કશું નહીં. એના આત્માને બહાર બેસાડીએ એટલે આપણે કશું લેવા-દેવા નહીં અને પછી ધૃણા કરેને, તો એના આત્મા વગર કરે, એમાં ભલીવાર હોય નહીં ને ?! આત્મા બાર બેઠેલો છે ! આત્મા થઈને કરે ત્યારે જવાબદારી આવે.
સ્પેશ્યલ રીતો નિકાલ તણી ! પ્રશ્નકર્તા : ધારો કે આપણા હાથની નીચે કોઈ કામ કરતી વ્યક્તિ હોય ઑફિસની, એ ઑફિસ ટાઈમે ના આવતી હોય અથવા તો જે ઓફિસનું કામ હોય એ બરાબર ના કરતી હોય, હવે એ ફાઈલને આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તો ફરજની રૂએ એને ઠપકો પણ આપવો પડે. એટલે સામો પાછો એનો પ્રત્યાઘાત આપણને મળવાનો જ છે, તો એનું આપણને પણ કર્મબંધન થાય ?
દાદાશ્રી : જ્ઞાન લીધેલું હોય, તો કર્મબંધન થાય નહીં. પણ પ્રત્યાઘાતી ઈફેક્ટ ન પડે એટલે તમારે સાચવવું પડે. કારણ કે એ મૂર્ખ છે એટલે પ્રત્યાઘાતી ઈફેક્ટ લઈ લે. એટલે તમારે એક કાગળ પર લખી અને કહેવું, ભઈ, આ વાંચીને મને પાછો આપ. આપણે ટેબલ આગળ જઈને કહીએ કે વાંચ, બે વખત વાંચ પછી મને પાછો આપજે. તે શું ભાવાર્થ છે તે તમે સમજ્યા ?
આ બધા સેન્સિટીવ માઈન્ડના છે. તે ઉશ્કેરાટ થાય, એટલે અવળા થાય. અમે તને મારીએ તો શું કરું ?
પ્રશ્નકર્તા: કશું ના થાય. મહીં કશું ભાવ ના બગડે. દાદાશ્રી : ફરી મારીએ તો ? પ્રશ્નકર્તા : તો ય ના બગડે. દાદાશ્રી : અને અમે કહીએ કે અમે આ મારીએ છીએ એ ખોટું