________________
૧૩૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૨૯ કરીએ છીએ ત્યારે શું કહું તું ?
પ્રશ્નકર્તા : તો બીજો વધારે માર ખાવાની ઈચ્છા થાય.
દાદાશ્રી : અમારું સ્યાદવાદ હોય. અમે આને કહી કહીને મારીએ કે ભઈ, હવે તને અનુકૂળ આવે છે આ વાત ? અને એને કહી કહીને સ્ટેપિંગથી ચઢાવીએ. સેન્સિટીવ અમારું ના હોય આમાં. જયાં બુદ્ધિ હોય ત્યાં સેન્સિટિવનેસ હોય અને સેન્સિટિવ એટલે ઉશ્કેરાટ, અને ઉશ્કેરાટ હોય એટલે સામો માણસ છે તે વેર બાંધે. એટલે જ્યાં ઉશ્કેરાટ છે એ લોકોએ એઝ ફાર એઝ પોસીબલ, જો બીજી રીતે કહેતાં ન આવડે તો લેખિત આપવું, લખવામાં ઉશ્કેરાટ હોતો નથી. સામાને આઘાત લાગે એવો ઉશ્કેરાટ ના હોય. એ લખીને આપણે કહેવું, ‘લે, વાંચી લે. તને દંડ કરીશ, તને સસ્પેન્ડ કરીશું.’ એને એવું કંઈ કહેવું જોઈએ તમારે. એમાં વાંધો નહીં અને અંદરખાને ભાવ કેવો રાખવો કે એનું બગડે નહીં.
પ્રશ્નકર્તા : હા, એ તો બરાબર છે.
દાદાશ્રી : અંદરખાને એક બાજુ એનું બગડે નહીં એવું રાખવું અને એક બાજુ કહેવું જ જોઈએ, નહીં તો ઊંધે રસ્તે ચાલ્યો જાય.
પ્રશ્નકર્તા : દાદા, હજુ થોડુંક આગળ ક્લેરિફિકેશન મારે જોઈએ છે કે, આપે કહ્યું કે એને લખીને આપો, તને સસ્પેન્ડ કરીશ. ધારો કે એકબે વખત મૌખિક કહ્યું. આપણે જાણીએ કે એ શુદ્ધાત્મા છે, આપણે સમભાવે નિકાલ કરવા પ્રયત્ન કરીએ છીએ. એને લખીને આપ્યું. કંઈ જવાબ ના આપ્યો, એણે મૂકી દીધું ને એની જે દરરોજની રીત છે એ પ્રમાણે એણે ચાલુ રાખ્યું. ફરી પાછું લખીને આપ્યું તો પણ એ પ્રમાણે ચાલુ રાખ્યું. ફરી એક્શન લેવા કહ્યું. હવે એક્શન લઈએ એટલે તરત એ એવું ગ્રુપ ઊભું કરે અથવા તો એ પોતે એમ કહે કે જો આ જ્ઞાન લીધું પણ જ્ઞાનનો છાંટોય દેખાતો નથી. આ જાતની વાત કરે અને ફરી એક્શન લેવાય એટલે આપણો વિરોધી થઈ જ બેસે. ફરજની રૂએ આ બધું કર્યું છે. અંદર આપણે શુદ્ધ ભાવ છે તો આવા સંજોગોમાં શું કરવું ?
દાદાશ્રી : આપણે એમને કહી દેવું કે હું એક્શન લેવાનો છું આવતી ફેરે અને એક્શન એવું લેવું કે એક્શન લીધા પછી વાળી લેવાય એવી સ્થિતિ તો રાખવી. બધો આપણે પ્રયત્ન રાખવો અને તમે વાળી લેવાની સ્થિતિ રાખો ત્યાં સુધી તમારો ગુનો ગણાતો નથી. તમારે દાનત એને ખરાબ કરવાની નથી હોતી. એનું સારું કરવાનું એટલું જ જોવામાં આવે છે. પછી એ તમારે હાથે કંડમ થઈ ગયા, તોય એની કિંમત નથી. ગ્લોબ ઊડી જાયને તોય કિંમત નથી.
રાખો શુદ્ધ ભાવતા જ ! પ્રશ્નકર્તા: તમે કહો છો દાદા, કે આપણે સમભાવે નિકાલ કરવો. દાખલો આપું આમ ધારો કે કોઈ જગ્યા છે, એનાં પર એક જ માણસને લેવાનો છે. એક પોઝિશન ખાલી છે અને ચાર જણા એને માટે ટ્રાય કરે છે, એ ચારમાં એક હું જ છું ધારો કે, હવે હું મહેનત કરું, બરાબર કામ કરું આમતેમ અને છે ને હું સિલેક્ટ થઈ જાઉં ધારો કે અને પેલા ત્રણ જણા દુઃખી થાય અને એ ત્રણ જણાનો હું વગર લેવ-દેવે દુશ્મન થઈ ગયો. હવે એનો કેવી રીતે ઈલાજ કરવો ?
દાદાશ્રી : આ અમારું વિજ્ઞાન કેવું છે કે તમને ફરજિયાત એવું નથી કહેતું કે તમે આવું કરી જ નાખો. તમારે તો ફક્ત મનમાં નક્કી કરવું કે મારે આ સમભાવે નિકાલ કરવો છે. તમારે તો ફક્ત ભાવના જ એટલી કરવાની, થાય કે ના થાય એ તમારે જોવાનું નહીં. એ મારે જોવાનું.
પ્રશ્નકર્તા : પણ આપણે તો પેલા લોકો જોડે લેવા-દેવા ના હોય. દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. પ્રશ્નકર્તા : પણ તોય આપણે તે લોકોને દુભવ્યા.
દાદાશ્રી : એ એનું ગમે તે થાય કે તમારું ના થાવ એનો સવાલ નથી, તમને એ વખતે ભાવના શું હતી કે મારે સમભાવે નિકાલ કરવો છે. બસ એ જ. તમે આજ્ઞા પાળોને અમારી, એટલે જવાબદારી અમારી થઈ ગઈ અને પછી ‘યુ આર નોટ બાઉન્ડ’. અમારી પાંચ આજ્ઞા પાળેને એને