________________
૧૨૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
છોડવાની એટલા માટે નહોતી કહી. રાગ-દ્વેષ કરવા હારુ નહોતી કહી. તે તો ઊલટો દ્વેષ જ કર્યો અને બે ટુકડા ખઈશ તેથી કંઈ મરી જવાનો નથી કે ભગવાનને ખોટું લાગવાનું નથી. સમભાવે નિકાલ કરને ! આ તો મને ભાવે છે એટલે આટલું બધું ખઈ જાય. નથી ભાવતું એ અડવાનું નહીં. આપણે શું કહીએ ? સમભાવે નિકાલ કરો.
ના ગમતો માણસ હોયને, ‘ઝીટ, કીટ, હટ’ કરે. ‘અલ્યા મૂઆ, આવું કરવાનું રહેવા દે !” એને બદલે કહીએ, ‘ક્યારના આવ્યા છો ? બેસો. ચા પીશો?” ના ગમતું તો આપણે અંદર છેને ? પણ એને ખબર ના પડે એવું રખાય કે ના રખાય ? સમભાવે નિકાલ કરવો હોય તો રખાય કે ના રખાય ?
પ્રશ્નકર્તા : રખાય.
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૨૩ એવો બધો રસ્તો ખોળી કાઢો. ભાવતું વધારે ખાવામાં વાંધો નથી. પણ પછી એને બદલે બીજું બાદ કરો, એમતેમ કરીને નિકાલ કરો. એટલે એ નુકસાન ન કરે આપણને. પછી બટાકાનું શાક ભેગું થયું તો એ ફાઈલ. ના ભાવતું શાક ભેગું થયું તો એ ફાઈલ. તે એનો સમભાવે નિકાલ કરવાનો. ભાવતું શાક ભેગું થયું તેય નિકાલ કરવાનો. ગમતું ખમીસ ભેગું થયું તેય નિકાલ કરવાનો.
હા, એટલે બધી ફાઈલોનો નિકાલ કરવાનો છે. આ તમે અમુક જ ફાઈલોનો નિકાલ કરો છો ને, હું બટાકા નથી ખાતો, બટાકાને વગોવે. એ બટાકાનો સમભાવે નિકાલ કરવાનો. અને બટાકાનો શી રીતે સમજાવે નિકાલ કરવાનો, ખાતો નથી તો ? ભગવાનની આજ્ઞામાં જ છીએને નહીં ખાતા તે. ત્યારે એ બટાકાનું શાક મૂક્યો હોય તો થોડું મુકજો કહીએ. એમાંથી એક ફોડવું લઈ આપણે ખાવું. એ સમભાવે નિકાલ થઈ ગયો. કંઈ ભગવાનને રીસ ચડવાની નથી. ભગવાને કંઈ સાવ છોડી દેવાનુંય નહોતું કહ્યું, ઇકોનોમી કરજો. છોડી દેશો તો તમને કેફ ચડશે કે મેં બટાકા છોડ્યા છે અને બટાકા જ્યાં દેખશો ત્યાં રીસ ચડશે. આ ડુંગળી છોડી હોય અને ડુંગળી જ્યાં દેખાય ત્યાં શું થાય ? રીસ ચઢે. પછી ત્યાં શું બોલે એ ? આ જ્યાં ને ત્યાં ડુંગળા કેમ ભરી રાખો છો ? મૂરખ, તારું શું ગયું ? ડુંગળીએ તારું નામ નથી દીધું. ડુંગળી તારું ખઈ ગઈ નથી અને મૂઆ ડુંગળીને શું કરવા ગાળો ભાંડું છું ?! આ ડુંગળી જોડે દ્વેષ કરેલો છોડે કે ડુંગળી ! જો સમભાવે નિકાલ કર્યો હોય તો ? ઉકેલ આવેને? તમને આ અક્રમ વિજ્ઞાન કેવું લાગે છે ?
પ્રશ્નકર્તા : ઘણું સચોટ છે. દાદાશ્રી : એટલે કાચું ન પડે પછી કંઈ.
પ્રશ્નકર્તા : એટલો બધો વિચાર કરીને કર્યું છે કે એમ લાગે કે આમાં બુદ્ધિથી બધું નક્કી કરેલું છે. પછી ભલેને બુદ્ધિને છોડી દીધી હોય.
દાદાશ્રી : હા, પણ અનુભવમાં તો લીધેલું છે ને ? નહીંતર પછી શું કરવા ડુંગળા ભરી રાખ્યાં છે ? કહેશે. અલ્યા મૂઆ, ભગવાને ડુંગળી
દાદાશ્રી : એ કપટ ગણાતું નથી. કપટ તો આપણે એની પાસે કશું લેવું કે એનો લાભ ઊઠાવવો હોય ત્યારે કપટ કહેવાય. એનો સમભાવે નિકાલ કરવો ને એ કપટ નથી પણ ઊંચામાં ઊંચી વસ્તુ, થિયરી છે.
પ્રશ્નકર્તા : એના અહંકારને આપણે તિરસ્કાર કરતા નથી...
દાદાશ્રી : એ જે પેલો તિરસ્કાર કરે છે એ મૂઓ અધર્મ કરી રહ્યો છે અને આપણે ધર્મ કરી રહ્યા છીએ. “આવો ભઈ, બેસો. બહુ સારું થયું, આજે ભેગા થયા ઘણે દહાડે.’ અને આપણે શું કહીએ છીએ ? નાટકીય જ કહીએ છીએને, નાટકીય બોલજો.
ના ગમતું આવેને એનો સમભાવે નિકાલ કરવો તે મોટામાં મોટું તપ કહેવાય. સમભાવે નિકાલ કરવો એટલે શું? સામા માટે અભાવ ના થાય, બીજું કશું ના થાય. ના ગમતાનું પ્રોટેકશન કરીને જતા રહેવાનો ભાવ ના કરે, જતાં રહેવુંય ના ફાવે. પલાયન થઈ જવું તેય ખોટું કહેવાય. આનો નિકાલ કરવો જ જોઈએ. કેટલાક માણસો કહેશે, ના, નથી ગમતો. આ ઠંડો, ઊઠોને અહીંથી. એ બહુ ભયંકર ભૂલ કહેવાય. ના ગમતું આવે, ત્યાં બેસી જ રહેવું પડે.