________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૨૧
૧૨૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આ ઓછું ગણ્યું છે અહીં આગળ, આ તો વૈજ્ઞાનિક છે. અહીં તો કોઈની ડખલેય ના ચાલે. ભગવાનનીય ડખલ ના ચાલે આમાં. વૈજ્ઞાનિક થિયરીમાં ભગવાનની કેમ કરીને ડખલ ચાલે ? તો એ ભગવાન હોય ! કારણ કે ડખલવાળા ભગવાન હોય જ નહીં હંમેશાય !
પગે ફ્રેશ્ચર થયું'તું, પગે સંયોગ ભેગો થયો'તોને, નથી ચલાતું એવો, પણ તે એની મેળે જ જતું રહ્યુંને ? ગમે તે સંયોગો ભેગા થઈને પણ જતાં રહે છે ને ? એ કંઈ રહેવા માટે આવતાં નથી.
આનંદમાં ના હોત તો તકલીફ ડબલ થાત. આપણે તો આનંદમાં જ છીએ. તકલીફ આવી છે, પછી જતી રહેશે ધીમે ધીમે. કારણ કે તકલીફ આવી એ સંયોગ છે, તે વિયોગી સ્વભાવના છે. આપણે એને કાઢી નહીં મૂકવાની, એ આવ્યા છે તે જતા રહેશે. એટલે આપણે ધીરજ રાખવાની જરૂર. કાઢી મેલો તો ગુનો ઊભો થાય, પેલો દાવો માંડે !
પ્રશ્નકર્તા : ખૂબ સમતા રહે છે.
ગમતા - તા ગમતાનો કર સમભાવે નિકાલ !
દાદાશ્રી : બસ, બસ, એ તો આવે. આ પવન નથી બહુ આવતો ? પવન વાય કે નહીં ? એ પછી ધર્ડધડા ઊડાડે છેને ! એ તો પછી એય બંધ થઈ જશે ને હતા તેના તે.
જે જે પ્રકારનો સંયોગ ભેગો થયો એ બધી ફાઈલ. અહીંથી જતાં હોય અને વાંદરાની ખાડી આવે એટલે સંયોગ ભેગો થાય. એ ફાઈલ ના કહેવાય ? ત્યાં આપણે કહીએ, “આ સરકાર જુઓને, ગટરો સમી નથી કરતી ને આ બધું...’ એ બગડ્યું. ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો. ના ફાવે તો નાક દાબી રાખ થોડીવાર. નહીં તો પછી આપણે સમભાવે નિકાલ કરવો હોય તો ગંધાતું હોય તોય આપણને વાંધો ના આવે. આ દુનિયા ગંધાતું જ બધું ચલાવી લે છેને ! સુગંધીવાળું તો કોઈ જગ્યાએ હોતું જ નથીને ? ઓશીકું ખરાબ આવ્યું, ત્યાં આખી રાત રહેવાનું તો આપણે શું કરવાનું ? કકળાટ કરવાનો ? તો શી રીતે એનો સમભાવે નિકાલ કરો ?
પ્રશ્નકર્તા : દાદા, હમણાં તો વાવાઝોડા જેવું આવ્યું છે.
દાદાશ્રી : વાવાઝોડા આવે. પછી વાવાઝોડું જતું રહે એ પછી સેફસાઈડ. એટલે બધાંને આવે વાવાઝોડું. આ તો વચ્ચે જરા પેલું વાવાઝોડું આવે તો બારણા બંધ કરીને બેસી રહેવું. પણ બે કલાક પછી વાવાઝોડું બંધ થાય એટલે પછી બારણા ઉઘાડીએ. એવી રીતે આપણે ત્યાં વાવાઝોડું આવે તો એક દહાડા- બે દહાડા તો આપણે બારણા બંધ કરીને મહીં હોમ ડિપાર્ટમેન્ટમાં બેસી રહેવું. અને બહાર ચંચળતા થયા કરશે એ જોયા કરવી. એવું ના બને ?
પ્રશ્નકર્તા : એટલે આપણે ધીરજ રાખવાની, સમતા રાખવાની.
દાદાશ્રી : બસ, બીજું શું ? આપણે છે તે જોયા કરવાનું ને સમભાવે નિકાલ કરવાનો અને એ ફાઈલ કહેવાય, વાવાઝોડું આવ્યું છે. સમભાવે નિકાલ કરવાનો એટલે જતું રહે પછી. અને જેટલા છે હિસાબમાં તેટલા જ આવશે, બીજા નહીં આવે.
પ્રશ્નકર્તા: એને એડજસ્ટ થઈ જવાનું.
દાદાશ્રી : હા. એડજસ્ટ થઈ જવાનું. આ નથી સારું ત્યાં આપણે કહેવાનું કે ‘બહુ સારું છે. આ બાજુ સારું છે, આમ ફેરવી નાખોને ! આમ સારું છે' એમ કહીને પછી સૂઈ જવું.
આત્મા સિવાય બીજું શું ? ત્યારે કહે, સંયોગ. એ સંયોગ એટલે શું? ત્યારે કહે, એ ફાઈલ. ફાઈલનો સમભાવે નિકાલ કરો.
પ્રશ્નકર્તા: એટલે મનના વિચાર પણ ફાઈલો જ થઈ ગઈને ?
દાદાશ્રી : બધી ફાઈલો. કશું ફાઈલ વગર બાકી નથી. તે સંયોગ બધાં ફાઈલો છે. ભાવતું આવ્યું હોય તો એને ગોઠવણી કરો અને સમભાવે કેમ કરીને નડે નહીં, નુકસાન ન થાય અને આપણાં મનને તૃપ્તિ થાય