________________
૧૨૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૧૯ જેટલા સંજોગો એટલી બધી ફાઈલ. એ પછી મનુષ્ય રૂપે હો કે બીજા રૂપે હો કે આ રૂપે હો. જેટલા સંજોગો એટલી ફાઈલ અને તે વિયોગી સ્વભાવના છે. માટે સમભાવે નિકાલ કરજો. આ ત્રણ જણ આવ્યા, સમભાવે નિકાલ કરી નાખ્યો, છે કાંઈ બૂમાબૂમ ! અમારે દસપંદર ફાઈલ આવતી હશે કે નહીં આવતી હોય રોજ ?
પ્રશ્નકર્તા : ઘણી બધી.
દાદાશ્રી : એ બધાંનો નિવેડો લાવું, સમભાવે નિકાલ કરું. કોઈ અવળા સ્વભાવનો હોય, કોઈ એવા સ્વભાવનો. સમભાવે નિકાલ તો કરવો પડેને ?!
એ તો અમારા લક્ષમાં હોય જ કે આ શુદ્ધાત્મા છે અને અત્યારે આ ફાઈલ રૂપે છે મારે. ફાઈલને મારે શું કરવું, તે મારે સમજવાનું ! બે દ્રષ્ટિ હોય અમારી, નિશ્ચયથી તો નિર્દોષ છે, વ્યવહારથી ય નિર્દોષ છે અને પછી આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો. હવે મારા નામનો
ક્લેઇમ ના નોંધાય કોઈ જગ્યાએ. એટલે કોઈ સંયોગ નડતો નથી એવું વિજ્ઞાન આપ્યું છે. એટલે સુધી સંયોગ કે પોતાની બેગ ઊઠાવી જતો હોય તો વ્યવહારથી કચકચ કરે, પણ અંદરથી પેટમાં પાણી ના હાલવું જોઈએ. બધું સંયોગ જ છે ને ! અને એ કંઈ કાયમને માટે હોતું નથી.
સંયોગો વિયોગી સ્વભાવના જ છે. કોઈ પણ સંજોગ તને બાઝશે, એ વિયોગી સ્વભાવના છે. માટે તમારે ખસેડવો નહીં પડે એને. નહીં તો વીતરાગ કોઈ થાત નહીં.
સંયોગો સ્વભાવે જ વિયોગી ! પ્રશ્નકર્તા : ફાઈલોનું દબાણ સખત આવે, ત્યારે એમાંથી કેવી રીતે છૂટાય ?
દાદાશ્રી : ફાઈલોનું દબાણ આવે એ સંયોગ છે અને તે સંયોગ પાછાં વિયોગી સ્વભાવના. આપણે કહીએ, ના છૂટાય તો સારું હવે, પણ તોય એ છૂટીને જતાં રહેશે. કેવી રીતે છૂટાય એવું પૂછવાનું નહીં. આપણે
કહીએ કે હવે આ ફાઈલો ઊભી રહો, તોય એ ભાગી જશે. કારણ કે વિયોગી સ્વભાવની. એવું નથી કહ્યું મેં ?
પ્રશ્નકર્તા: પણ દાદા, લાવ્યા છે એ તો પૂરું કરવું પડશેને ? દાદાશ્રી : ફાઈલોનો નિકાલ તો કરવો પડશેને ! પ્રશ્નકર્તા : દરેક ક્ષણનો સંયોગ એ ફાઈલ જ છે ને?
દાદાશ્રી : બધાં જ, સંયોગ માત્ર ફાઈલ છે. પણ ઓછી સમજણવાળાને આ મોટા મોટા માણસોની ફાઈલ લાગે. વધુ સમજણવાળાને પેલું આકર્ષણને ફાઈલ સમજે અને પૂરી સમજણવાળાને સંયોગ માત્ર ફાઈલ.
શુદ્ધાત્મા ને સંયોગો બે જ છે. તે બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરોને ! અને સંયોગો વિયોગી સ્વભાવના છે. ત્યાગ કરવાની જરૂર નથી. જો ત્યાગ કરીશ તો ફરી વાર આવશે. ત્યાગ કરીશ તો સામે આવશે. ત્યાગે સો આગે !
અક્રમ જ્ઞાત સ્વયં સક્રિય !
આપણું જ્ઞાન સ્વયે કર્યા જ કરે છે. આપણા સ્વયંથી થતુંય નથી. જ્ઞાન પોતે જ કર્યા કરે છે. આ સક્રિય જ્ઞાન કહેવાય છે. આ જગતનું જે જ્ઞાન છે એ અક્રિય જ્ઞાન છે, તમારે કરવું પડે. જૂઠું બોલશો નહીં એ જ્ઞાન છે તે તમે જઠું ના બોલો તો ચાલે, નહીં તો એ જ્ઞાન નકામું જાય. અને આ તો જે જ્ઞાન છે, તે એની મેળે જ્ઞાન જ કરે, એ પોતે જ કર્યા કરે. કો’ક અવળું બોલ્યો, તે ઘડીએ મહીં જ્ઞાન પોતે જ કહે કે આપણે સમભાવે નિકાલ કરો અને પેલું તો થાય નહીં. અને સંયોગો વગર ક્રિયા થતી નથી. સંયોગ એ જ ક્રિયા છે અને ક્રિયા એ જ સંયોગ છે. અને એ જ પુદ્ગલ છે. આત્મા ને પુદ્ગલ બે જ, આત્મા અને સંયોગ બે જ છે અને તે સંયોગ પાછાં વિયોગી સ્વભાવનાં છે. એટલે તમારે એ સંયોગને ખસેડવો પડે અને તમે ખસેડવા જાવ તો આત્મા તરીકે રહેતા નથી. આત્માનું પદ ખોઈ નાખો છો. સંયોગને ખસેડવા જાવ તો અહંકાર ઊભો થાય. માટે સંયોગ વિયોગી સ્વભાવના છે, માટે ‘જોયા’ કરો તો નિકાલ એની મેળે જ થાય.