________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૧૭
પ્રશ્નકર્તા : ઉદાસીનતા લાવવાની નહીં, સહજ ઉદાસીનતા થાય.
દાદાશ્રી : પણ સહજ ઉદાસીનતાની જરૂર જ નથી, આ લાઈનમાં. આ તો અમારી આજ્ઞા પાળીને સમભાવે નિકાલ કરો. કેરી આવે તો કેરી ખાવ, જે આવે એ ખાવ. બધું વિચાર નહીં, થાળીમાં જે આવે એ ખાવ. ઉદાસીનતા થઈ જાયને, એ તો આ વૈરાગ માર્ગમાં. વૈરાગથી ઉદાસીનપણું આવે. આમાં વીતરાગપણું આવે. આપણે અહીં ઉદાસીનપણું બિલકુલેય ના હોય, સીધી વીતરાગતા જ. આ વેઢમી-લાડવા બધું જ ખાવાની છૂટ આપી, તેનું કારણ શું ? નહીં તો, ના કહી દેત કે ભાઈ, આવું તેવું બધું ખાવાનું નહીં ? બધું ખાવ જે આવે એ, અમે એ જ્ઞાનથી જોયેલું છે કે વોટ ઇઝ ડિસ્ચાર્જ એન્ડ વોટ ઇઝ ચાર્જ. એ અમે જોઈને કહ્યું છેને, ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કહેલું છે. ડિસ્ચાર્જમાં અમે તમને આઘુંપાછું કરો, એવું કશું કહેતા નથી. જગત આખુંય ડિસ્ચાર્જને ચાર્જ સમજે છે. એટલે ઉદાસીનતા થવાની જરૂર જગતને છે.
ફાઈલો, હોમતી તે ફોરેવતી ! આ બધી ફોરેનની ફાઈલો હોમની ઑફિસમાં ના લઈ જવાની હોય. તે ફોરેનની ફાઈલો બહાર મૂકી દેવાની ને પછી હોમની ઑફિસમાં જવાનું આપણે. એ ભૂલ થાય તેથી આ ડખો થાય. તમને કહ્યું હોય તમારી ઑફિસમાં, કે ભઈ, અમુક આ ફાઈલો આ અમારી ઑફિસમાં લાવશો. નહીં. આ ફાઈલો તમારે ત્યાં રાખજો. એટલે ફરીવાર એવું કરો કે ના કરો? એવું આમાં કરવાનું છે. બીજું શું કરવાનું છે ? ફોરેનની ફાઈલો બહાર મૂકી રાખવાની. હોમની ઑફિસમાં બેઠા હોય તે વખતે નહીં. પછી બહાર આવીએ છીએ, ત્યાર પછી અમે જોઈએ છીએ, તપાસ કરીએ છીએ. પણ હોમની ઑફિસમાં બેઠા હોય તે ઘડીએ ફાઈલ-બાઈલ અંદર નહીં. એવું આપણે અહીં વ્યવહારમાં કરીએ છીએ. આપણે ફાઈલો ઑફિસમાં સહી નથી કરતા ?
પ્રશ્નકર્તા: કરીએ છીએ. દાદાશ્રી: હા, એવો હિસાબ રાખવો જોઈએ આપણે. તમે ઑફિસમાં
૧૧૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) લઈ જાવ છો ? પેલાને ખબર જ ના પડે કે આ આમને ફોરેન તરીકે બહાર મૂકે છે આ. આપણે એકલા જ જાણીએ કે આ ફાઈલો બહાર મૂકીએ છીએ. એ તો એમ જ જાણે કે એમની ઑફિસમાં લઈ જાય છે ! એવું નાટક ભજવવાનું છે. અમે એવું નાટક ભજવીએ ! લોકો એમ જાણે કે ઓહો ! એમની હેડ ઑફિસમાં લઈ ગયા ફાઈલો. અમે બહાર મૂકી રાખીએ !
આ જગતમાં કોઈ પણ એવું કારણ નથી કે જે કિંચિત્માત્ર પણ ફ્લેશ કરવા યોગ્ય હોય. એટલે મહીં દુઃખ પરિણામ થાય એવું કોઈ કારણ નથી. કારણ કે આત્મા પોતે સુખ પરિણામવાળો છે ! પોતે આત્મા છે, એનું સુખ કોઈ લઈ શકે એવુંય નથી, અવ્યાબાધ સ્વરૂપ છે. જાહોજલાલી છે પોતાની પાસે અને આ પરભારી વસ્તુમાં, ‘ફોરેન ડીપાર્ટમેન્ટમાં’ એટલું બધું ન રાખવું જોઈએ આપણે. ફોરેન એટલે ફોરેન, ત્યાં સુપરફલ્યુઅસ રહેવું !
બાંગ્લાદેશમાં પૂર આવ્યા હોય તો હિન્દુસ્તાનના પાર્લામેન્ટમાં પેલા બાંગ્લાદેશવાળાને લખે કે અમારે અહીં બહુ ચિંતા થાય છે. અને આપણે અહીં આગળ ચા-નાસ્તા ચાલતા હોય ટેબલ ઉપર. આ વડાપ્રધાન ને આપણા પરદેશના પ્રધાન હોય, તે ચા-નાસ્તો કરતાં જાય ને લખતાં જાય. એ સુપરફલ્યુઅસ કહેવાય. એવું આપણે રાખવું. શું જોડે લઈ જવાના છીએ તે ?
દાદાએ જ્ઞાન આપ્યું, અપની કોઈ ચીજ રહી નહીં હવે ! ઊલટું આ મન-વચન-કાયા હતા તે દાદાને સોંપીને આવ્યા, ત્રણ-ત્રણ પોટલાં સોંપી દીધાં. હવે દાદાને સોંપ્યા, તેમને પૂછ્યા સિવાય આપણે વપરાય જ નહીં, આમ જોવા જાય તો પણ અમે છૂટ આપી કે ભઈ, ફાઈલોનો નિકાલ કરજો.
જ્ઞાતી કરે સમભાવે નિકાલ ! એક શબ્દ એવો બોલો કે જેમાં બધી ફાઈલ આવી જાય, કોઈ ફાઈલ બાકી ના રહે. એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો જે જે આપણને સંયોગ થાય એ બધી ફાઈલ. સંયોગ શબ્દમાં બધી ફાઈલો આવી જાય કે ના આવી જાય, ગણતરી કરતાં ?