________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
અસત્ય ગણાય. સત્ય એટલે સત્ય જ હોવું જોઈએ એવું નહીં. એ પૂંછડાં છે મૂઆ. આપણી પાસે સોની સગવડ ના હોય અને નેવુંની સગવડ હોય તો આપણે કહીએ કે ભઈ, જો કંઈ ઠેકાણું નથી અત્યારે, આમતેમ. ચાલશે કે નહીં ચાલે ? ‘અરે, ચાલશે. ચલેગા, ચલેગા.' તો બસ થઈ ગયું. સત્યના પૂંછડાં નહીં પકડવાનાં. કારણ કે આ જગતનું જે સત્ય છે તે અહીં અસત્ય છે. જગતનું જે સત્ય માનેલું છે, સામાજિક સત્ય છે તે ભગવાનનું સત્ય નથી, રિલેટિવ સત્ય છે અને જ્યાં સુધી સંસારમાં રહેવાનું છે, તેને માટે એ કામનું છે. જેને મોક્ષે જવાનું છે, તેને તો જેમ તેમ ઉકેલ લાવી નાખવાનો. ફાઈલોનો નિકાલ એમ શાથી કહ્યું કે કાયદો-બાયદો ના ઘાલીશ, મૂઆ. જેમ તેમ કરીને ઊંચું જ મૂકને આને અહીંથી. છેવટે કશુંય સમજણ ના પડે તો, આમ દાઢીમાં હાથ ઘાલીને પણ એને રાગે પાડી દેને ! અરે, છેવટે કશું જ ના અપાય તો પગે લાગીને કહીએ કે છોડી દેને મને. છોડી દે તો બસ, એનું નામ નિકાલ કહેવાય. કપટથી રહિત. આપણી પાસે હોય તો બધું આપી દેવું અને કંઈક ફસાયા હોય તો છેવટે આ લોકોને પગે લાગીને પણ, એટલે બસ થયું. ‘હા, આ ગયા, ચલેગા. કાગળ ફાડી નાખીશ' કહે છે અને જો લડવા જઈએ તો પેલા ભેંસના ભાઈ જેવું લડે એવા છે, ‘આવી જા’ કહેશે.
૧૧૫
પ્રશ્નકર્તા : સામા પક્ષે પછી એવું લાગે કે આપણે સાચું ના બોલીએ ને ખોટું કરીએ તો એ કપટ કહેવાય.
દાદાશ્રી : જેવી રીતે મગ ચઢે એવી રીતે ચડાવવાના. મીઠા પાણીથી ના ચડે તો ખારા પાણીથી ચડાવવા. ખારા પાણીથી ના ચડે તો ગમે તે પાણીથી, છેવટે ગટરનાં પાણીથી ય ચડાવવાના. મગ ચડાવી લેવાનાં. કામ સાથે કામ. આ સંસારના લોકો એવું ના કરે. એ અમુક આગ્રહ રાખે કે ‘આમ જ કરવું છે' ને આ આપણું આત્માના હેતુ માટે છે. પુદ્ગલની ભાંજગડમાં પડી ના રહેવું.
તિકાલ તહીં તો બંધત ખરું ?
પ્રશ્નકર્તા : જ્યાં સુધી ફાઈલનો નિકાલ ના થાય ત્યાં સુધી આપણે બંધાયેલા રહીએને ?
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ના, આપણે કશુંય બંધાયેલા નહીં. આપણે તો આવું બોલવું કે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે. એવું નક્કી રાખજો. પ્રશ્નકર્તા : સંબંધ તોડવાથી તૂટતો નથીને ?
૧૧૬
દાદાશ્રી : તોડવાથી સંબંધ વધે ઊલટો, નિકાલ કરવાથી ઉકેલ આવશે. પાર્લામેન્ટમાં રહીને સંબંધનો નિકાલ લાવવાનો છે, પાર્લામેન્ટથી જુદું થઈને નહીં !
ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો એટલું જ કામ કરવાનું છે. આ તો ‘વ્યવસ્થિત' જ છે, એમાં ચિંતા-ઉપાધિ કરવા જેવું છે જ નહીં. કામ કર્યે જાવ. આપણે શું કહીએ છીએ ? કામ જેટલું થાય એ કર્યા કરો. પછી વ્યવસ્થિત છે. પણ તમારે ભય રાખવાનું કોઈ કારણ નથી. ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો, એટલું કરવાનું છે.
પ્રશ્નકર્તા : સમભાવે ફાઈલનો નિકાલ તો કરીએ પણ છતાંય મનમાં ઉદ્વેગ થાય તો શું કરવું ?
દાદાશ્રી : મનમાં ઉદ્વેગ થાય કે આ અધોવેગ થાય, જે વેગ થાય એ ‘જોયા’ કરવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં રહેવું. બીજી બધી વસ્તુઓ જડ વસ્તુઓ છે. ચેતન જેવી દેખાય છે, પણ છે જડ.
અક્રમમાં ઉદાસીતતાતી તહીં જરૂર !
પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન થયા પછી, સંસારમાં ઉદાસીનતા જ રહેને ? પછી તો ક્યાંય રસ ના આવેને, અનુભવ થયા પછી ?
દાદાશ્રી : ઉદાસીનતાની જરૂર જ નથી. ઉદાસીનતાનો માર્ગ જ હોય આ. આ તો નિકાલ કરવાનો. કેરી ઘોળીને રસ લાવતા હોયને, તો આપણે કહીએ, ‘જુઓ, મહીં ફલાણા મસાલા-બસાલા નાખજો, રસમાં હું.’ અને પછી ખા. આ એવું નહીં કે થાળી સારી આવી તો લોકોને આપી દેવાની. આ તો ભોગવતાં ભોગવતાં જવાનું. આ એવું ઉદાસીનતા લાવવાની જરૂર નથી.