________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૧૩
હિસાબ ચૂકવી તિકાલ લાવવો !
પ્રશ્નકર્તા : જે કંઈ ફાઈલો છે, તેનો વહેલી તકે નિકાલ થઈ જાય તો સારું એવો ભાવ રહ્યા કરે છે.
દાદાશ્રી : એ તો રહે જ ને ! એવું છે કે આપણી ભાવના છે ને વહેલું થવાની, એટલે વહેલો ઉકેલ આવી જશે અને કેટલાંક માણસ શું કહે છે કે સાહેબ, હમણાં અડચણ ના આવે તો સારું.' ત્યારે એને એ મોડી આવશે. મરતી વખતે આવશે. મરતી વખતે જ્યારે શરીર મજબૂત હશે નહીંને, ત્યારે અડચણો આવશે. એટલે અલ્યા, મોડું ના બોલાવીશ. બધાને કહો કે ‘આજે હજુ છે મારામાં શક્તિ. શરીર મજબૂત છે. બધા આવે તો હું પેમેન્ટ કરી દઉં. દાદાઈ બેંક ખુલ્લી છે. લઈ જાવ બધા, હવે મારામાં શક્તિ છે. હવે હું તમને ધક્કા નહીં ખવડાવું.’ આ તો દાદાઈ બેંક છે, ધક્કા બેંક નથી. આ તો કેશ પેમેન્ટ. ધીસ ઈઝ ધ કેશ બેંક ઈન ધી વર્લ્ડ. માટે આપણે હવે ઉકેલ લાવી નાખવાનો છે.
આ તો આપણો જ હિસાબ છે. આપણા જ ખાતા છે ને આપણી જ સહી છે. તે લઈ જાવ. એટલે કોઈ આપણી સહીવાળો કાગળ દેખાડે ત્યારે તેને કહેવું પડે કે લઈ જા, ભઈ. બારસોની સહી હશે તો બસો આપીએ તો એટલા ઓછા થયા, હજાર રહ્યા. પાછાં બસો આપીએ તો આઠસો રહ્યા. એમ કરતાં કરતાં કશું જ ના રહે ત્યારે આપણે એ લોકોને કહીએ કે, ‘હવે લઈ જાવ ?’ ત્યારે એ કહે, ‘હવે શેના લઈ જઈએ ? અમે હવે માગતાં જ નથીને !’ આપણે એને કહીએ કે, ‘તું દુઃખીયો છે તો ચોંટી પડને ! વધારે માગને !’ ત્યારે એ કહે કે, ‘ના, એમ તે કંઈ ચોંટી પડાતું હશે ? કંઈ તમારો ને મારો હિસાબ હશે તો હું ચોંટી પડુંને ! પાંચ રૂપિયા ય તમારા બાકી હોય તો હું પાંચસો માટે ચોંટી પડું. પણ મહીં કંઈ લેવા ય નથી ને દેવા ય નથી, ત્યાં હું શું ચોંટી પડું ?!' એટલે હિસાબ નહીં હોય તો કોઈ ચોંટી પડવા આવે ય નહીં એવું કાયદેસરનું જગત છે !
કઈ રીતે તિકાલ કરવો ?
ડિસિઝન ગોઠવી દીધેલું હોય કે આ સમભાવે નિકાલ કરવો છે
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આપણે. એટલે પહેલાં જે હસતો આવતો હતો તો એની જોડે હસીને નિકાલ કરતા હતા. ચિડાઈને આવતો હતો તો એની જોડે ચિડાઈને નિકાલ કરતા હતા. પણ હવે તો એ હસતો આવે તોય સમભાવે, એ ચિડાયેલો આવે તોય સમભાવે. આપણે સમભાવે નિકાલ જ કરવો છે. આપણે અહીં પોલીસવાળાની લાઈન ઊભી હોય અને એ ઘાંટાઘાંટ કરતાં હોય, ચિડાતા હોય તો આપણે શું કરીએ ? સમભાવે નિકાલ કરતાં કરતાં જઈએને ! સમભાવે નિકાલ ના કરીએ તો શું થાય ? પોલીસવાળો દંડો મારે. એ ત્યાં આગળ આપણે ડાહ્યા થઈ જઈએને ! એવું આ સમભાવે નિકાલ કરવાનું ને ડાહ્યું થઈ જવાનું. એટલે હવે સંપૂર્ણ રહે એવું કરો.
ખુશ નહીં, પણ તાખુશ રાખવાતું નહીં !
પ્રશ્નકર્તા : બીજાને ખુશ કરવામાં અને સમભાવમાં કશો તફાવત છે ?
દાદાશ્રી : સામાને ખુશ કરવાનું નહીં પણ નાખુશ ના કરે તો સમભાવ રહે. એવી રીતે આપણે વર્તવું કે સામો નાખુશ ના થાય, તો સમભાવ રહે. નાખુશ થાય તો સમભાવ ના રહે.
૧૧૪
પ્રશ્નકર્તા : સામાને ખુશ કરતી વખતે આપણે પોતાનું હિત જોવું કે નહીં ?
દાદાશ્રી : સામાને ખુશ કરવાનો નહીં ને નાખુશ નહીં રાખવાનો. કોઈ નાખુશ ના થાય અમે એવી રીતે વર્તીએ છીએ. અમે બધાને ક્યાં ખુશ કરવા આવીએ !!
પ્રશ્નકર્તા : એ જેટલું ખાય એટલું તમે ખાવ તો એ ખુશ થાય, પણ મારે તો મારું હિત જેટલું જ ખાવું કે નહીં ?
દાદાશ્રી : આપણા હિત જેટલું જ ખાવું.
સામાનું સમાધાત એ જ છૂટયા !
ફાઈલનો સમભાવે નિકાલ કરવો એટલે શું ? એના મનનું સમાધાન કરી ઉકેલ લાવવો. પછી એવું નથી સો છે તે સો ના આપું તો