________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૦૯
૧૧૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સંસાર ટક્યો વેરતા પાયા પર ! ફાઈલોનો સમભાવે નિકાલ કર્યો હતો કે એવું જ બધું ? સમભાવે નિકાલ કર્યો તો કોઈની જોડે વેર ના બંધાય. વેર બાંધશો નહીં ને જૂનાં વેરનાં નિકાલ કરજો. જો તમને કશો પુરુષાર્થ કરતા ના આવડે તો છેવટે આટલું કરજો; વેરનો નિકાલ કરજો. કોઈકની જોડે વેર બંધાયું હોય તો આપણને ખબર પડે કે આની જોડે વેર જ છે. હું એને નથી પજવતો તોય એ મને પજવ પજવ કર્યા કરે છે. એટલે એની જોડે વેર બંધાયેલું છે એવી ખબર પડે, તો એની જોડે નિકાલ કરજો. અને એ વેરનો નિકાલ થયો એ મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય. આ જગત વેરથી જ ઊભું રહ્યું છે. આનું ‘બેઝમેન્ટ’ બીજી કોઈ વસ્તુ નથી, જગતનું ‘બેઝમેન્ટ’ જ વેર છે. આ જગત રાગથી ઊભું નથી રહ્યું કે પ્રેમથી નથી ઊભું રહ્યું, પણ વેરથી જ ઊભું રહ્યું છે. કોઈકને સહેજ છંછેડ્યો એટલે એ પોતે બદલો લેવા નિયાણું કરે. આ લોકો કેવા માણસો છે, “મારું બધું તપ એમાં જાવ, પણ આને તો ખલાસ કરી નાખું” એવું નિયાણું કરે. માટે વેર ના બાંધશો. આપણી ભૂલ થઈ તો માફી માંગી લેજો અને એ ભૂલનો ઉકેલ લાવજો. પણ કેસ ઊંચો મૂકી દેજો. આ જગત વેરથી ઊભું રહ્યું છે એટલે કોઈ જગ્યાએ વેર ઊભું રહ્યું હોય તો આપણે એને ક્ષમાપના કરીનેય, માફી માગીનેય, એને પગે અડીને પણ એની જોડે વેર ના બાંધવું. અને એની જોડનાં વેર છોડાવી નાખવાં કે એ માણસ ખુશ થઈ જાય કે ‘ના ભઈ, હવે વાંધો નથી”. એની જોડે સમાધાન કરી લેવું, જેથી આપણને અટકાવે નહીં.
એવું છે, આ જ્ઞાન તમને મળ્યું પછી વેર લે, તે શાનું વેર લે છે ? વેરનું વેર લે છે. પછી આત્માએ કરીને વેર ના લે. આત્મા તરીકે તમે જાણશો કે આ વેર લે છે પણ તોય ઉકેલ આવી જશે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો સો વેરવી હોયને તોય નિકાલ થઈ જાય. અને જ્ઞાન પ્રાપ્ત થયું ના હોય તો એક જ વરવી હોયને તોય ફરી પાછાં કેટલાંય વેરનાં બીજ પડે. જ્ઞાન પછી હવે વેરનાં બીજ ના પડે. કર્મ ‘ચાર્જ ના થાય, કર્મ બંધાય જ નહીં. એટલે પછી વાંધો જ નહીં !
ભગવાને કહેલું કે આ અવતારમાં તું નવું વેર વધારતો નહીં ને
જૂનું વેર છોડી દેજે. જૂનું વેર છોડીએ તો કેવી શાંતિ થાયને ! નહીં તો આપણા લોક તો પહેલાં મૂછો મરડતા જાય ને વેર વધારતા જાય, પણ હવે વેર વધારવાનું નહીં. દહાડે દહાડે વેર ઓછું કરવાનું. આ ‘દાદા'ને કોઈ વરવી નથી. કારણ કે વેરનો નિકાલ કરીને આવેલા છે. બધાં વેરનો નિકાલ કરીને આ ભવમાં આવેલા અને તમને એ જ શીખવાડીએ છીએ કે આ ભવમાં વેરને હવે વધારશો નહીં.
કોઈ પેશન્ટ એવા હોય કે તે પૈસા ના આપે ને તમને ઊલટાં ટૈડકાવે. આપણે કહીએ કે, ‘ભઈ, પૈસા નહીં આપે તો ચાલશે તોય એ શું કહેશે, ‘ડૉક્ટર, હું તમને જોઈ લઈશ”. “અલ્યા, અમને જોઈને શું કામ છે ? અમને તો જોઈ લીધેલા જ છે. જેમ તેમ કરીને કેસ ઊંચે મૂકી દેવો. કોર્ટમાં તારીખો પડે એવું ના રાખવું. આપણે તો જે દહાડે તારીખ આવી હોયને, તે દહાડે નિકાલ કરી જ નાખવાનું. નહીં તો કોર્ટમાં તારીખો પડ્યા કરે અને પછી કેસ લંબાયા કરે ને વેર વધ્યા કરે. એવું આપણે રાખવું જ નહીં.
હવે વેર ક્યારે છૂટે ? પોતાને આનંદ રહે તો. તે કેવો આનંદ ? આત્માના અંગેનો આનંદ, પેલાં પૌગલિક આનંદ નહીં. પુદ્ગલના આનંદમાંય વેર વધ્યા કરે અને આત્માનો આનંદ એટલે જ્ઞાની પુરુષ પાસે સત્સંગમાં, ગમે ત્યાં આગળ એ આનંદ મહીં ઉત્પન્ન થયો કે પછી બધાં વેર છૂટી જાય.
ગમતી - તા ગમતી ફાઈલો જોડે... હવે આપણને ગમતાવાળાં એ પણ ‘ફાઈલ’ અને ના ગમતાવાળાં એ પણ ‘ફાઈલ”ના ગમતા જોડે વહેલો નિકાલ કરવો પડે. ગમતાવાળા જોડે નિકાલ થઈ જાય. ના ગમતો છે, માટે પૂર્વભવની જબરજસ્ત “ફાઈલ છે. આપણને દેખતાં જ ના ગમે. તે આવીને બેસે, ત્યારે આપણે શું કરવું ? મનમાં નક્કી કરી નાખવાનું કે ‘ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે'. પછી કહીએ, ‘તમે આવ્યા, બહુ સારું થયું. ઘણાં દિવસે આવ્યા. અમને બહુ ગમ્યું. જરા ભાઈ માટે ચા લઈ આવો, નાસ્તો લઈ આવો.’ ‘ફાઈલનો નિકાલ’ કરવા માંડ્યા એટલે નિકાલ થવા માંડે. પણ બધું સુપરફલ્યુએસ