________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
છે કે પેલામાં ક્રમિકમાં જે માણસ પદ ગાતો હોય, એને જો કોઈ વચ્ચે રોકે અગર કોઈ અટકાવે તો એ એનો ગુસ્સો ના માય, ઉપાધિ થઈ જાય.
૧૦૭
દાદાશ્રી : એને તો મોટી ઉપાધિ થઈ જાય. અને આ નિકાલ કરવાવાળા તો નિકાલ બંધ રાખે. એટલે આ તો ખબર પડી જાય કે આ જુદી જાતનું છે, આ ક્વૉલિટી જુદી છે.
ક્રમિક માર્ગના હોય તે ય સાસરીમાં જાય અને અક્રમવાળો ય
સાસરીમાં જાય, પણ પેલો છે તે સાસરીમાં બધું ગ્રહણ કર્યા કરે અને આ છે તે નિકાલ કર્યા કરે. ફેર એટલો જ, બીજો કોઈ નહીં.
એક નિકાલી બાબત ને આ એક ગ્રહણીય બાબત. બસ, બે જ રહીને ? ડીપાર્ટમેન્ટ કેટલાં રહ્યાં ? ખાવું-પીવું, કમાવવું, સંસાર એ બધી
નિકાલી બાબત અને ‘આ’ સત્સંગ એકલી ગ્રહણીય બાબત. બે જ ડીપાર્ટમેન્ટ, ત્રીજું ડીપાર્ટમેન્ટ કરીને શું કામ છે ? બીજું બધું તો ઉદય છે. આ તો નિકાલી બાબત છે, ગ્રહણીય બાબત નથી. આ તો ડિસ્ચાર્જ સ્વરૂપે થાય છે. કર્તાભાવે થતું નથી. પેલા કહેશે, ‘આમ.’ ત્યારે કહ્યું, ‘હા, એમ !’ ક્રમમાંય ખાતા-પીતા હતા ને સાડીઓ પહેરતા'તા, સોનું પહેરતા’તા અને અક્રમમાંય પહેરવાનું. અક્રમની રીત જુદી અને પેલી રીત જુદી. પેલી કહેશે, મારે આના વગર નહીં જ ચાલે ને ચાર દહાડા રીસાય. આમાંય રીસાય પણ તોય પોતે સમભાવે નિકાલ કરે. આત્મા જુદો રહેતો હોય. સમભાવથી નિકાલ જ કરવાનો. ગ્રહણેય નહીં કરવાનું ને ત્યાગેય નહીં કરવાનુંને ! ખઈ-પીને મોજ કર પણ તું સમભાવે નિકાલ કરજે, બા ! તિકાલ એટલે નહીં ડિસ્પોઝ !
પ્રશ્નકર્તા : નિકાલ કરવો એટલે ડિસ્પોઝ કરી નાખવું ?
દાદાશ્રી : ના. ડિસ્પોઝ નહીં કરવાનું. ડિસ્પોઝ તો નાનાં છોકરાં ય બોલે. નિકાલ કરવો તે મોટું !
એ ડિસ્પોઝ તો માલમાં કહેવાય. પણ આમાં કંઈ ડિસ્પોઝ ના કહેવાયને ! ડિસ્પોઝ તો એના મૂળ ભાવ(કિંમત)ને અડે છે અને ઓછાં
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ભાવનેય અડે છે, પણ એ માલમાં. આમાં ફસાયેલાઓનો નિકાલ કરવાનો છે, પણ આ કર્મોનો નિકાલ છે.
ગમતું હોય તેનોય નિકાલ કરવાનો, ના ગમતું હોય તેનોય નિકાલ કરી નાખવાનો. ગમતું હોય એનું ગ્રહણ નહીં, ના ગમતું હોય તેનો ત્યાગ નહીં. ના ગમતું હોય તેનો દ્વેષ નહીં, ગમતું હોય તેની પર રાગ નહીં. નિકાલ કરીને આગળ ચાલ્યા જવાનું, એનું નામ નિકાલ. ચાવીઓ તિકાલ કરવાતી !
૧૦૮
નિકાલ એટલે નવી વસ્તુ ખરીદ કરવાની નહીં અને બીજી બધી કાઢ કાઢ કરવાની અને ઉઘરાણી હોય તે ધીમે રહીને અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું અને જેનું જમા હોય તે આપી દો. કારણ કે ઉઘરાણીવાળા તો રાતે બે વાગે આવશે. એને તો ગમે ત્યારે આવવાની છૂટ. અને તમને એ નહીં આપે તો તમારે કષાય નહીં થાય. કારણ કે તમારે ગામ જવું છે અને એને અહીં રહેવું છે. તમારે તમારા દેશમાં જવું છે. તે દેશમાં નહીં જવા દે એ, જો તમે કષાય કરશો તો. એટલે તમારે તો, હિસાબ આપણો હશે તો છોડી દઈને ચાલ્યા આગળ. અને ઉધાર રાખ્યું હોય ને ના આપે તો બને એટલો પ્રયત્ન કરવો. છેવટે અટાવી-પટાવીને કામ લેવું. સાહબ, બહોત તકલીફ હૈ. પાંચ-દશ નીકળ્યા એ સાચા, સોમાંથી. નહીં તો રહ્યું પછી, નિકાલ કરી નાખવાનો. એટલે દુકાન નિકાલ જ કરવાની છે આ કળીયુગમાં. અને હું એ જ કહું છું ! આ અક્રમ વિજ્ઞાન એટલે શું ? સંપૂર્ણ વિજ્ઞાન, નિકાલ કરી નાખવાનો, બસ. કશું કરવાનું નહીં.
વખતે જ્ઞાની ના હોયને અને ‘અમારી દુકાન કાઢી નાખવાની' આવી વાત સમજી ગયો કોઈ માણસ, તોય ઉકેલ લાવી નાખે. દુકાન જ ખાલી કરવાની છે હવે. દુકાન ભરવાની હોય, નવી કરવાની હોય તો બધી ભાંજગડો થાય. દુકાન ખાલી કરવાની, એમાં કબાટ ખાલી થઈ ગયું, વેચી દીધું. ત્યારે કહે, “એ માલ ત્રીસમાં ?” ‘અરે ત્રીસ નહીં ને અઠ્ઠાવીસ, આપી દેને અહીંથી. આપણે જવું છે આપણા દેશમાં હવે'. ત્યારે કહે, ‘પૈસા શા હારુ લો છો ?’ ત્યારે કહે, ‘કો’કનાં બાકી હોય તેને આપવા પડશે ને !' જમે-ઉધાર બધું ‘લેવલ’ કરવાનું, કંઈ રસ્તો કાઢીએ તો જડે.