________________
૧૦૬
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૦૫ પ્રશ્નકર્તા : પણ એને સામી મારવાની નહીં ?
દાદાશ્રી : હવે એ ચંદુભાઈ સામી થપ્પડ મારતો હોય તોય આપણે ‘જોવું', એમાં સામે મારવાની કે ના મારવાની ચિંતામાં નહીં પડવાનું.
૧૯૬૧-૬૨માં એક ફેરો મેં કહ્યું હતું કે એક ધોલ મારી જાય, તેને પાંચસો રૂપિયા આપું.’ તો કોઈ ધોલ જ મારવા ના આવે. મેં કહ્યું, ‘અલ્યા, ભીડ હોય તો મારને !' ત્યારે કહે, “ના, બા. મારું શું થાય ?' કોણ મારે ! એવું કોણ કરે આવું ! એ તો મફતમાં આવે છે, તે દહાડે મોટું પુણ્ય ગણવું જોઈએ કે આ આવું મોટું ઈનામ આપ્યું. આ તો બહુ મોટું ઈનામ ! તેય પહેલાં આપણેય આપવામાં બાકી નથી રાખેલું ને, તેનું પાછું આવ્યું છે. આ બધું.
તો ઉકેલ આવી જાયતે ! સમભાવ આખા જગત જોડે આપણને છે જ. ફક્ત આપણી જોડે જે બસ્સો-પાંચસો માણસ છે, જે આપણા ઋણાનુબંધવાળા છે ને, એની જોડે જ ભાંજગડ છે. એની જોડે જ નિકાલ કરવાનો છે. આ આટલાં હારુ અનંત અવતાર ભમીએ છીએ, ને આખી દુનિયાની જોખમદારી લઈએ છીએ.
પ્રશ્નકર્તા : દાદાએ મોટામાં મોટી શોધ આપી છે કે આખા જગત જોડે તમે વીતરાગ છો અને તમારી બસ્સો-પાંચસો ફાઈલ જોડે જ તમારે રાગ-દ્વેષ છે.
દાદાશ્રી : બસ, બીજી ભાંજગડ છે જ નહીં. બસ, આટલું જ છે. આટલાં હારુ બેસી રહ્યા છો ! જો બધાની જોડે હોતને, તો તો આપણે જાણીએ, “ચાલવા દો ને ! હઉ થશે, એ ખરું’ પણ આટલાં બસો-પાંચસો માણસ હારુ અટક્યું છે. પાંચ અબજની વસ્તી છે, તેમાં બધા જોડે આપણે કશી ભાંજગડ નથી. બસ્સો-પાંચસો જોડે જ ને ? તે એટલા હારુ સમભાવે નિકાલ કરો ને ! મારો અક્ષર માનો ને ! તો ઉકેલ આવી જાય ને !
પદ ગાવાં તે તિકાલી કે ગ્રહણીય ?! પૂર્વે ક્યારેય સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય એવી વસ્તુ બને
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ક્યારે, એ શું કહેવાય ? અપૂર્વ. અક્રમ તો અપૂર્વ વસ્તુ છે. અહંકાર ને મમતાનો ત્યાગ કરવાનો હતો, એ થઈ ગયો અને ગ્રહણ કરવાનું હતું પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું, તે ગ્રહણ થઈ ગયું. હવે ગ્રહણ ને ત્યાગ બેઉ કામ પૂરું થઈ ગયું. એટલે હવે ગ્રહણ-ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. સમભાવે નિકાલ કરવાનું રહ્યું હવે. બધી નિકાલી બાબત, બધો સમભાવે નિકાલ કરી નાખવાનો. બીજું કામ જ શું કરવાનું રહ્યું ? નિકાલ જ કરવાનો છે.
પ્રશ્નકર્તા: પેલા ભઈ કંઈ પદ ગાતા હતા, પછી આપે પૂછ્યું કે આ પદ તો ક્રમિકમાંય બધાં ગાતાં જ હશેને ? તો પદ તો ત્યાંય પણ ગવાયને, અહીંયા પણ ગવાય, બન્ને જગ્યાએ સરખી રીતે ગવાય, એમાં ફેર શું ?
દાદાશ્રી : એ છે તે ગ્રહણ કરે છે અને આપણે નિકાલ કરીએ છીએ, એ બેમાં ફેર એટલો જ છે. એ ગ્રહણ કરે છે તેય ફોટાગ્રાફી આનાં જેવી જ હોય, એ બેમાં ફોટોગ્રાફીમાં ફેર નહીં. લોકો ફોટોગ્રાફીમાં ફેર માંગે છે. ના, ફોટોગ્રાફીમાં ફેર એટલે તો ઉપાધિ.
પ્રશ્નકર્તા : પણ પેલા લોકો ગાય એ ગ્રહણ કરે ને આપણે પદ ગાઈને નિકાલ કરીએ છીએ એ કેવી રીતે કહો છો ?
દાદાશ્રી : આપણું નિકાલી છે. આ જે પદ ગાય છે ને એ નિકાલ જ કરવાનો છે ને ! નિકાલ કરવા ગાય છે. આ બધું જે જે કરીએ છીએ એ બધુંય નિકાલી.
પ્રશ્નકર્તા: એ તો તમે કહો છો પદ ગાવાના એ જ્ઞાનની ક્લેરિટી (શુદ્ધતા) માટે છે. જ્ઞાનને દ્રઢ કરવા કે ક્લેરિટી માટે છે.
દાદાશ્રી : ના. દ્રઢ કરવા નહીં. એનાથી જ્ઞાન દ્રઢ નથી કરતો. પણ જે આ ઉદય આવે છે ને, તે જે પદ ગાવાનું હાથમાં આવે તો એનો નિકાલ કરી નાખે, બસ. દ્રઢ કરવાનું રહ્યું જ નહીં. જ્ઞાન તો મેં આપેલું તે જ જ્ઞાન, બીજું કોઈ જ્ઞાન હોતું નથી. ને આ પાંચ આજ્ઞા એની વાડ અને આ બીજું બધું ઉદયમાં આવે, એ નિકાલ જ કરી નાખવાનો.
પ્રશ્નકર્તા : અને નિકાલી છે એટલે એ વાતનો ખ્યાલ પણ આવે