________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૩
૧૦૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બસ, બસ. સમાધાન વૃત્તિ તો ક્યારેય ના થાય. સમાધાન ખોળ ખોળ કરુંને તો દસ જગ્યાએ થાય ને બે જગ્યાએ ના થાય, એ ફ્રેક્ટર કરી નાંખે આપણું મન પાછું.
અમારા મનને એક ડાઘ નથી પડ્યો. કો'ક હમણે કહે કે બદમાશ માણસ છો. હું કહું કે ભઈ, બરોબર છે. તારે બીજું કશું કહેવાનું છે ? શાના આધારે તું કહું છું બદમાશ, એ મને સમજાય હવે. ત્યારે કહે, ‘તમારા કોટની પાછળ લખ્યું છે, બદમાશ છે !” ત્યારે કહે, બરોબર છે.
• એ સહન કરવું કે ગળી જવું ? પ્રશ્નકર્તા: તો સમભાવે નિકાલ કરવો એટલે ગળી જવાનું? એટલે એવો ભાવ રાખવો કે વર્તનમાં આવવું જોઈએ ?
દાદાશ્રી : ગળી જવું એ સમભાવમાં રહ્યો ના કહેવાય ! આપણે મનમાં ભાવ જ કરવાનો સમભાવે નિકાલ કરવો છે. આપણે અમુક ગામ જવું છે એવું નક્કી કરીએ તેથી કરીને ના જવાયું તે એનો વાંધો નથી, પણ તમારે નક્કી કરવાનું. પહેલા તમે નક્કી નહોતા કરતા કે મારે સમભાવે નિકાલ કરવો છે, એવું. એટલે આ પરંપરા થઈ. હવે તમે નક્કી કરો પછી એક્સિડન્ટ થઈ જાય એ વાત જુદી છે. પણ દરેક ફેર નક્કી કરવાનું. ગળી નહીં જવાનું. તે ગળી જવાયું કે બહાર નીકળી ગયું એ વાત જુદી છે. બેઉ ઊલટી છે. ઊલટી થતી હોય તેને દબાવવી નહીં. ઊલટી થતી હોય એને દબાવે તો રોગ થાય.
આપણે આ સમભાવથી નિકાલ કરીએ એનું નામ જ શુદ્ધાત્મા હાજર, ભલે દેખાતું ના હોય. પછી ચંદુભાઈ ચિઢાઈ ગયા, એ વાત જુદી છે ને આપણે સમભાવે નિકાલ કરનારા, તે જુદા છે.
પ્રશ્નકર્તા: દાદા, સમભાવે નિકાલ કોણ કરી શકે ? જ્ઞાન લીધું તે કરી શકે કે બીજા કોઈ કરી શકે ?
દાદાશ્રી : બીજાને સમભાવે નિકાલ શબ્દ જ ના હોયને ! બીજો
તો સહન કરે બિચારો. પણ સહન કરવું એ તો ગુનો છે. સહન કરવું એ તો સહેજાસતેજ થોડુંઘણું, એ નાની નાની બાબતોમાં સહન કરી લેવું. પણ મોટું સહન કરે તો પછી સ્પ્રિંગ કૂદે પછી. કૂદે એટલે બધાંને મારી નાખે, ઊડાડી મેલે. એટલે સહન નહીં કરવાનું, ગળી જવાનું નહીં, સમભાવે નિકાલ કરવો. આ બધાંય સમભાવે નિકાલ કરે !
પ્રશ્નકર્તા : દાદાજી પોતે ગળી જાય ? આ બધાં મહાત્માઓ ગમે તે કરતાં હોય, તો દાદાજી તમે ગળતા નથી ?!
દાદાશ્રી : ગળવાનું અમારે ના હોય. અમારે તો કશું ગળવાનું ના હોય. અમારું જ્ઞાન જ એવું છે કે મહાત્મા ગમે તે કરતાં હોય તોય અમને ફીટ થઈ જાય. અમારું જ્ઞાન જ એવું છે. જ્ઞાન એટલે પ્રકાશ. મહાત્મા લીલા રંગનો તો એ લીલા રંગનો દેખાય. આ લાલ હોય તો લાલ રંગનો દેખાય. અમને પ્રકાશ જ દેખાય અને તે ય મહાત્મા એ તો શુદ્ધ પ્રકાશનો છે. એની પ્રકૃતિ અમે જાણીએ, કે આની આ પ્રકૃતિ છે. અમને કશું ગળવું ના પડે. અમે ગળીએ ત્યાર પછી તે ટેન્શન ઊભા થાય. અમે તો મુક્ત રહીએ આમ, એય રોફભેર ! આખા બ્રહ્માંડના રાજા હોય એવી રીતે રહીએ.
ધન્ય દિવસ, ઈનામતો ! પ્રશ્નકર્તા : કોઈ થપ્પડ મારે ત્યારે શું કરવાનું?
દાદાશ્રી : એ થપ્પડ મારે, તે દહાડે ઈનામ મળ્યું છે એમ લખી લેવું. નોંધ કરવી કે આવો દિવસ કોઈ દિવસે આવ્યો નથી. તે ધન્ય છે આ ! એ થપ્પડ મારનારનો દિવસ જ ક્યાંથી હોય તે ?! આપણે ભાગે ક્યાંથી આવે ? આપણે ભાગે જ ના આવે અને તે દહાડે આપણે ધન્ય દિવસ કહેવો, ધન્ય દિવસ !
પ્રશ્નકર્તા ઃ અને ત્યારે આપણે વ્યવહાર કેવો કરવો ? સમભાવે નિકાલમાં આપણે શું કરવું ? એ જે થપ્પડો મારી ગયો તે ‘જોવાનું' ?
દાદાશ્રી : એ કોણ છે? આપણે કોણ છીએ ? કોણ મારે છે? કોને મારે છે ? આ બધું ‘જોવું'. તમારે ‘જોવાનું કે આ ચંદુભાઈને આ ફાઈલ મારે છે. એય જુએ કે આ ફાઈલ આ ફાઈલને મારે છે, “જોનારને વાગે નહીં.