________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નથી. તમારું નક્કીપણું ના છૂટવું જોઈએ. જોઈ લીધું તે ઘડીએ શંકા ના પડવી જોઈએ કે સાલું જોવાઈ ગયું, તે દાદા શું કહેશે ? એવું નહીં. દાદાની આજ્ઞા મારે પાળવી જ છે. પ્રકૃતિ તો જોઈ લે, બધું જોઈ લે. તમારે તો દાદાની આજ્ઞા પાળવી છે એમ નક્કી કરવું એ જ મોટામાં મોટી વસ્તુ.
પ્રશ્નકર્તા : રોજ સવારના ઊઠીને નિશ્ચય કરું છું કે દાદાની આજ્ઞામાં જ રહેવું છે. પછી પ્રકૃતિ એ પ્રમાણે થવા દે કે નથી ય થવા દેતી.
દાદાશ્રી : ના થવા દે, એથી કરીને આપણે એમ ના માનવું કે પ્રકૃતિ એ નથી થવા દેતી. માટે આપણે ઢીલું કરવું? પ્રકૃતિને કહીએ ‘તારે જે કરવું હોય તે કર.” આપણે એટલું જ સ્ટ્રોંગ રહેવું.
પ્રશ્નકર્તા: પછી મનમાં એમ થાય કે આપણે નિશ્ચય કર્યો છે છતાંય આજ્ઞામાં નથી રહેવાતું, તો તે દાદાની અવજ્ઞા તો નથી કરતાંને ?
દાદાશ્રી : ના. એ અવજ્ઞા નથી કરતાં પણ એ જોડે જોડે પ્રકૃતિ તમને ફસાવે નહીં એ જોજો. એ તો પોતે ગલીપચી કરશે. પ્રકૃતિ તો શું ના કરે ? એ નિશ્ચેતન ચેતન છે. જેવી તેવી વસ્તુ નથી. આપણે તો આજ્ઞા પાળવી છે એમ નક્કી રાખવું.
વળગી રહો નિશ્ચયતે ! પ્રશ્નકર્તા : ઘણીવાર સમભાવે નિકાલ કરવાનો ચૂકી જવાય છે. દાદાશ્રી : ચૂકી ના જવાય ત્યારે ખરું કહેવાય.
પ્રશ્નકર્તા : મને ખેદ રહ્યા કરે છે કે દાદાનું જ્ઞાન મળ્યા પછી સમભાવે નિકાલ કેમ નથી કરી શકતો ?
દાદાશ્રી :તારે સમભાવે નિકાલ કરવો છે, એવો તારો નિશ્ચય જોઈએ. ના રહેવાય તેને માટે અમે તને લેટ ગો કરીએ છીએને ! આ ફાઈલનો નિકાલ કરતી વખતે એ નિશ્ચયને તે ઘડીએ ભૂલી જઉં, એવી અજાગૃતિ ના હોવી જોઈએ. ત્યાં પુરુષાર્થ ધર્મ જોઈએ. ભૂલી જવું ના જોઈએ.
પ્રશ્નકર્તા: ના. પણ હું એમ કહેવા માંગું છું કે હું નિશ્ચય કર્યું અને
સતત મારા ભાવમાં રાખું કે મારે આ ફાઈલોને સમભાવે નિકાલ કરી નાખવો છે, તો એ બરાબર કહેવાય ?
દાદાશ્રી : નિશ્ચય એ બરાબર છે. પણ ધીમે ધીમે પછી આગળ પાછું નિશ્ચય પ્રમાણે વર્તે છે કે નહીં, તે પણ ‘જોવું પડે !
પ્રશ્નકર્તા : એ તો હું જોઈશ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દાદાશ્રી : તો વાંધો નહીં, તો કરેક્ટ.
નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર પરાધીન છે અને પરિણામ તો પરાધીનનું ય પરાધીન છે. વ્યવહારમાં તો આપણે છીએ, આ બધું છે પણ પરિણામનું શું થાય ? એટલે આપણે નિશ્ચય એકલો કરવો. વ્યવહારનું પરાધીન છે. વ્યવહારની કશી માથાકુટ ના કરવી. આપણે નિશ્ચય કરવાનો કે દાદાની આજ્ઞા પાળવી છે, પછી વ્યવહારમાં પળાઈ કે ના પળાઈ એ વ્યવહારને આધીન. તમારા મનમાં જરાય પોલ ના આવવી જોઈએ કે હશે, આમાં ઢીલી કરી નાખોને ! ઢીલી કરવાની તમારે જરૂર જ નથી.
- તમે નિશ્ચય કરો, કે પાંચ આજ્ઞા મારે પાળવી જ છે. નથી પળાતી તેનો બોજો નહીં રાખવાનો. હું ય નથી જાણતો કંઈ ? હું ય જાણું છું ને કે વ્યવહાર પરાધીન છે. પણ જાણી જોઈને દુરુપયોગ કરવો નહીં. મહીં એવું ના રાખવું કે નહીં પાળીએ તો શું થઈ ગયું ? પળાશે તો ઠીક છે, એવું ય ના રાખવું.
આજ્ઞા પાળી અમે કોને કહીએ છીએ કે જેટલી પળાય એટલી સહેલાઈથી પાળો. ના પળાય એટલું મનમાં જાગૃતિ રાખો કે આમ ના હોવું ઘટે. બસ, એટલે એ પાળ્યા બરોબર છે !
રાગ નહીં, દ્વેષ તહીં એ સમભાવ ! પ્રશ્નકર્તા : દાદાએ ફાઈલોનો નિકાલ કરો એવું ના કહ્યું અને ફાઈલોનો સમભાવે નિકાલ કરી કહ્યું, એનું શું કારણ ? સમભાવની અંદર શું આવે ?