________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૯૭
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : સમભાવ એટલે આપણને તેના પર વહાલ આવે તે ખોટું કહેવાય. વહાલ નહીં આવવા દેવાનું. ના ગમતું કરે તો એના પર દ્વેષ નહીં આવવા દેવાનો. રાજી-ઇતરાજી નહીં થવાનું.
પ્રશ્નકર્તા : પણ આપે જે સમતાભાવ કહ્યોને, એ રહેતો નથી.
દાદાશ્રી : સમતાભાવ રાખવાનો નથી. સમભાવે ફાઈલનો નિકાલ કરવાનો છે. સમભાવ કોને કહેવાય કે તમને કોઈ ગાળો ભાંડે ને તો એની પર દ્વેષ ના થાય અને કોઈ સારું બોલે તો રાગ ના થાય. સારા ઉપર રાગ નહીં અને ખોટા ઉપર દ્વેષ નહીં, એનું નામ સમભાવ. એવી રીતે સમજાવે નિકાલ કરો. સમભાવે નિકાલનો અર્થ તો સમજવો જોઈએને ? તે જ્ઞાની પુરુષ પાસે સમજવો જોઈએ. આ બાજુ ગાળો બોલતો હોય ને આ બાજુ ફૂલાં ચઢાવતો હોય, તો ફૂલોવાળા પર રાગ નહીં ને ગાળો બોલનાર પર દ્વેષ નહીં.
મનમાં રાગ-દ્વેષ રહિતપણે નિકાલ કરવાનો છે, બીજું કશું કરવાનું છે નહીં. કોઈ તમને કોર્ટે લઈ જાય તો ત્યાં ય રાગ-દ્વેષ નહીં કરવાનો. સામા માણસ ઉપર ક્યારેય પણ, કોઈ પણ ક્રિયામાં રાગ-દ્વેષ ન થવો જોઈએ. ભગવાનને ઘેર સારું-ખોટું છે જ નહીં. આ ડિસ્ચાર્જ કર્મોનો નિકાલ કરવાનો છે.
ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ ના હોય. ડિસ્ચાર્જ એ ભરેલો માલ કહેવાય. એમાં આપણે ભળતા નથી, એટલે રાગ-દ્વેષ ના કહેવાય. નવો માલ ભરવાનો હોય ત્યાં રાગ-દ્વેષ હોય. જ્ઞાનદશામાં ડિસ્ચાર્જ હોયને, એટલે સમભાવે નિકાલ કરી નાખો !
સમભાવ એટલે નફાને અને ખોટને સરખું ના કહે. પણ નફાને બદલે ખોટ આવે તોય વાંધો નહીં, નફો આવે તોય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય. પેલાથી ડીપ્રેશન ના આવે. એટલે કશું નહીં. લંકાતીત થયેલા હોય. આ તો બધું ઠંદ્રમાં ફસાયેલું જગત છે !
પુદ્ગલતી કુસ્તી, જોવી સમભાવથી ! પ્રશ્નકર્તા : એ એટલો જ વાંધો આવે છે. સામો ગાળ ભાંડે ત્યાં સમભાવ નથી આવતો.
દાદાશ્રી : એ વાંધો હવે નહીં આવે. હવે બોલીશ નહીં પાછું. પહેલાં ચંદુભાઈ હતોને, ત્યારે વાંધો આવતો હતો ને ? તે હવે તું શુદ્ધાત્મા થયો, આખો જ ફેર થઈ ગયો તારામાં એટલે હવે વાંધો ના આવે. એય વ્યવહારથી, બાય રિલેટિવ વ્યુ પોઈન્ટથી એ નામથી છે અને રિયલ વ્યુ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. જો એ શુદ્ધાત્મા છે તો એ જે ગાળ ભાંડે છે એ તો રિલેટિવ કરે છે. અને તે તમને નહીં કહેતાં ગાળ પાછાં, આ રિલેટિવને કહે છે. એટલે પુગલની કુસ્તી કર્મને આધીન થાય છે, એને જોયા કરો. બે પુદ્ગલ કુસ્તી કરે, તેને તમે જોયા કરો. કોણ જીત્યું ને કોણ હાર્યું ને કોણે લપડાક મારી એ જોયા કરો. ના જોવાય ? બહાર કુસ્તીઓ જોવા નહીં ગયેલો ? તે હવે આ જોજે. એટલે આ મુદ્દગલની કુસ્તી, પેલાના પુદ્ગલને તારું પુદ્ગલ બાઝે, એ કર્મના ઉદયને આધીન, એમાં કોઈનો ગુનો ખરો ? એ શુદ્ધ જ દેખાવું જોઈએ. એવું કશું દેખાય છે કે નથી દેખાતું તમને ?
પ્રશ્નકર્તા : એ જ હજી વાંધો આવે છે, ત્યાં સમભાવ ના રહે.
દાદાશ્રી : કેમ કરીને ના રહે ? કોને ના રહે ? એ તો ચંદુભાઈને ના રહે, તે તમારે શું લેવા-દેવા ? વગર કામના ચંદુભાઈનું આટલું બધું ખેંચ ખેંચ કરો છો.
પ્રશ્નકર્તા : એ જુદું જ નથી પડતું ને ?
દાદાશ્રી : થઈ ગયેલું છે જુદું. એ તારે વર્તનમાં ગોઠવવું પડે. આમ ખસી જાય તો આપણે પાછો ધક્કો મારીને ખસેડીને સમું કરવું પડે. જુદું થઈ ગયું એટલે બે દહાડા હેન્ડલ ના મારવું પડે ?
‘હું ચંદુલાલ છું’ એટલે વિષમતા થયા વગર રહે જ નહીં અને ‘હું શુદ્ધાત્મા છું’ એટલે પછી સમભાવે નિકાલ થઈ ગયો. રહસ્ય - સમભાવ, સહજ, સમતા તે નિકાલ તણું.
પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ કરવો છે પણ એમાં તમે એક જ ભાવ કીધો, સમભાવે.