________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
જોરદાર હોય એટલે આપણે માંગણી કરવી પડે. પણ માંગણી કરીને રાહ નહીં જોવાની, રાહ જોવી એ ગુનો છે.
પ્રશ્નકર્તા : દાદા, એવું છે કે સામાના મનનું સમાધાન જ્યારે ના થાય ત્યારે બૂમો પાડે ?
દાદાશ્રી : એવું કશું નથી ! એ બૂમો બધું કર્મના આધીન પાડે છે. સમાધાન થયા પછીય પાડે, બળ્યું. આપણે શું નક્કી કરવાનું કે દરેક ફાઈલનું સમાધાન કરવું છે. એ સામે ગમે તે થાય, એ વળી ગમે તે હોય તો પણ સમાધાન જ કરવું તેવો નિશ્ચય રહેવો જોઈએ. થયું કે ના થયું એ જોવાનું નહીં. એ તો કયા કર્મને ઉદયે શું થાય એ તને ના સમજણ પડે. પણ આ તમે કોઈકનો ગુનો નહીં કરવાનું નક્કી કર્યું. ત્યારથી જ તમે બિનગુનેગાર ઠર્યા. ગમે તેવી ફાઈલ ખરાબ હોય, ગમે તેવી સારી હોય, મારો ગુનો હોય કે એનો ગુનો એ મારે જોવાનું નહીં, ફાઈલનો સમભાવે નિકાલ જ કરવાનો મારો ધર્મ.
આપણે નક્કી કર્યું છે એટલે પછી વાંધો જ નહીં. આપણે જવાબદાર કેટલા છીએ, આપણે નક્કી નથી કર્યું તેના જવાબદાર છીએ. લોક તો અવળા જોડે અવળું, સવળા જોડે સવળું, ઊંધું-છતું કર કર કરે, પણ આપણે તો અવળા જોડેય સવળું રહેવું જોઈએ ને સવળા જોડેય સવળું રહેવાનું ને બધાં જોડે સવળું રહેવું છે. કારણ કે આપણે બીજા ગામના પ્રવાસી છીએ, આ ગામના પ્રવાસી નથી. આપણે મોક્ષમાર્ગના પ્રવાસી છીએ, સંસારમાર્ગના પ્રવાસી નથી. સંસારમાર્ગના પ્રવાસી હોય તો ખોટું છોડવાનું ને સારું કરવાનું છે પાછું.
પ્રશ્નકર્તા : દાદા, છતાં કો'ક દિવસ એકદમ બોમ્બ ફોડી દે છે.
દાદાશ્રી : એ તો ફૂટી જાય, વાંધો નહીં. એવું ગભરાવાનું નહીં રાખવાનું. ફૂટી જાય તે જોવું કે “ઓહોહો ! ચંદુભાઈ, તમારું તો કહેવું પડે’. ચંદુભાઈ જોડે જરા માથાકૂટ કરવી, તેય બહુ વઢવું નહીં.
આપણો નિશ્ચય ના તૂટવો જોઈએ. આ આવો ને આની ભૂલ, તારી
ભૂલ છે ને મારો શાનો ગુનો ? એ બધું ના હોવું જોઈએ. ભૂલ આપણી જ. કોની ભૂલ છે, તેનો સવાલ નથી. સમભાવે નિકાલ કરવાનો.
નિકાલતે તા જોશો ! પ્રશ્નકર્તા ઃ આપણને એમ લાગે કે આ રીતનું સામાને સમાધાન થાય તો આપણે સમભાવે નિકાલ થઈ ગયો કહેવાય. પણ ઉદયમાં એવું નથી આવતું હોતું.
દાદાશ્રી : સમાધાન થાય કે ના ય થાય એ આપણે જોવાનું નથી ! એવું મેં તમને નથી કહ્યું. મેં તો તમને એ આજ્ઞા કરી છે કે સમભાવે નિકાલ કરજો. મારી આજ્ઞા તમે પાળશો પછી નિકાલ થયો કે ના થયો એ આઈ ડોન્ટ વૉન્ટ, એ તો સામાની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ઉલ્લે સમભાવે નિકાલ કરવા જાય તો એ બૂટ લઈને ફરી વળે. એ એની પ્રકૃતિ પર આધાર છે. એવી આપણી આજ્ઞા નથી. આપણી આજ્ઞા તો તમે સમભાવે નિકાલ કરો, એવું તમારું ડિસિઝન હોવું જોઈએ. ડિસિઝન નહીં બદલાવું જોઈએ.
સમાધાન થાય કે ના થાય એ આપણે જોવાનું નહીં, આપણે દાદાની આજ્ઞા પાળી કે નહીં ? પછી આપણે શોધખોળ કરવી હોય કે કેવી રીતે સમાધાન કરવું, એનો વાંધો નથી. પણ તે ઘડીએ તો એ ના ય થાય સમાધાન. એ તો સામાની પ્રકૃતિને આધીન છે.
પ્રશ્નકર્તા: જો સામાનું સમાધાન ના થાય તો પછી બધાંને શંકા પડે કે અમે સમભાવમાં છીએ કે નથી ?
દાદાશ્રી : ના. સમભાવમાં છે કે નથી એ જોવાની જરૂર નહીંને ! દાદાની આજ્ઞા પાળવી એ આપણું નક્કી છે કે નહીં ? શંકા રાખવાની આપણે શી જરૂર ? આપણે દાદાની આજ્ઞા પાળી છે.
મેં કહ્યું કે અહીંથી આ ભાઈને ત્યાં જાવ, પાછળ જોશો નહીં. તો તમે નક્કી કર્યું હોય કે પાછળ નથી જોવું છતાં આંખે જોઈ લીધું એ વાંધો નહીં. તમારું નક્કીપણું જોઈએ પછી બે વખત જોઈ લીધું, તેનો મને વાંધો