________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
પહેલાં તો એમ કહેતા હતા કે, ‘આ મારી સાળી આવી’. તે ઊલટો એની પર રાગ થતો હતો. ‘મારી સાળી’ બોલતાંની સાથે રાગ થાય. પણ આ ફાઈલ બોલતાંની સાથે રાગ તૂટે. ફાઈલ આવી બોલ્યો કે રાગ તૂટ્યો. ‘રિયલી’ તો આપણને (મહાત્માઓને) રાગે ય છૂટી ગયો છે અને દ્વેષે ય છૂટી ગયો છે, વીતરાગ થઈ ગયા છે. પણ હવે વ્યવહારનાં હિસાબ બધા નિકાલ કરવાનાં ને ! પેઢી મોટી હોય તો જરા વાર લાગે.
૯૧
આધિ, વ્યાધિ ને ઉપાધિ ફાઈલોની સાથે જ હોય બધી. આ મારું, મારું' કહેશો તો તમારી ફાઈલો તમને વળગશે, આધિ-વ્યાધિ-ઉપાધિ વળગશે અને ‘આ ફાઈલ છે’ એમ કહ્યું કે એ જુદું ને તમારું જુદું. એટલે સમાધિ રહેશે. જેને આધિ-વ્યાધિ-ઉપાધિ અડે નહીં, તેને સમાધિ કહી ! સમજ સમભાવે તિકાલતી !
પ્રશ્નકર્તા : આમાં મુખ્ય વસ્તુ આપણે લક્ષમાં રાખવાની રહી કે સમભાવે જગતમાં વર્ષા કરો.
દાદાશ્રી : બસ, આપણે સમભાવે નિકાલ કરવાનો. તમારે તો ફક્ત આજ્ઞા પાળવાની, એનું નામ જ સમભાવે નિકાલ થઈ ગયો. પછી સામો માણસ ના કરે એ વાત ડિફરન્ટ મેટર છે. સામો અવળો ચાલતો હોય, તેમાં આપણને એનો વાંધો નથી. આપણે જવાબદાર નથી.
સામો કોઈ માણસ આવતો હોય, આપણે જાણીએ કે આ માણસ હમણાં તપી જશે. એટલે આપણે મનમાં પહેલેથી નક્કી કરવાનું કે સમભાવે નિકાલ કરવો છે. છતાંય એ માણસ તપી ગયો અને એની જોડે ચંદુભાઈ પણ તપી ગયા. તમે નક્કી કર્યું હતું, છતાંય ચંદુભાઈ તપી ગયા, એનું નામ જ સમભાવે નિકાલ કર્યો કહેવાય. તમારું ડિસિઝન શું હતું ? સમભાવે નિકાલ કરવો હતો. છતાંય તીર છૂટી ગયું, એમાં તમે રિસ્પોન્સિબલ નથી.
પ્રશ્નકર્તા : પણ આપણે સામી ફાઈલને એડજસ્ટ થઈ જઈએ, એને સમભાવે નિકાલ કર્યો કહેવાયને ?
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : આપણે તો એ ફાઈલ આવે કે મનમાં નક્કી થાય કે ફાઈલની જોડે ભાંજગડ છે, તે હવે સમભાવે નિકાલ કરી નાખવો છે. એવું તમે નક્કી કર્યા પછી જે થાય એ કરેક્ટ. એ તો બધી કુદરતી રચના છે. એનો વાંધો નથી મને. ના થાય તો ફરી નિકાલ કરવો જ છે, એમાં પુરુષાર્થ ભાવ રહેલો છે. તમને કહ્યું હોય કે આ જે સ્લોપ છેને એ ચીકણી જગ્યા છે, પડી જશો. માટે આ ફાઈલનો સમભાવે નિકાલ કરજો. પછી તમે સમભાવે નિકાલ કરવાનું નક્કી કરીને અંદર જાવ અને લપસી પડો તો તેનો વાંધો નહીં. મારી આજ્ઞામાં રહ્યો કે નહીં ? અને આજ્ઞામાં રહ્યો તેને બીજો ગુનો નથી લાગતો.
ત તોડાય ભાવ, સમભાવતો !
૯૨
પ્રશ્નકર્તા : હવે એ ફાઈલ મોક્ષમાર્ગમાં રૂકાવટ કરતી હોય, અને સમભાવે નિકાલ થતો નથી, તો એ ફાઈલને પછી લાલ લૂગડે બાંધીને અભરાઈ ઉપર મૂકી દઈએ. પછી કહીએ ‘હું જ્યારે સાવધાન થઈશ ત્યારે જોઈશ. પણ હમણાં તું જા.' તો ચાલે કે ના ચાલે ?
દાદાશ્રી : એવું કંઈ કરવાનું નહીં. ‘સમભાવે નિકાલ કરવો છે' એવી તમારે ભાવના રાખવાની, બીજું કશું નહીં. એટલે સામા માણસને માટે આપણો ભાવ બગડે નહીં. થયો કે ના થયો, એની તમારે શી ભાંજગડ ? સહેલું મૂકીને અઘરું શું કરવા કરો છો ? એટલે આવું સરળ છે, સહેલું છે. સરળ એટલા માટે કે આજ્ઞા જ તમારે પાળવાની છે. તમારે બીજું જોવાનું નથી. બીજું તો માણસથી બની શકે નહીં. આમ સમભાવે નિકાલ તો ના થાય ત્યારે શું કરવું ત્યાં ? માથું ફોડવું ?! નાળિયેર વધેરીએ એમ કંઈ માથું વધેરાય ? જે થયું એ સાચું, કરેક્ટ. પણ તમારો ભાવ એક્ઝેક્ટ હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : કેટલીક વખત અમે એવું આપની પાસેથી માગીએ છીએ કે દાદા, આ ફાઈલોનો નિકાલ કરવા માટેની આપ શક્તિ આપો.
દાદાશ્રી : હા, એ માંગણી ય કરવી. પણ માંગણી કરીને પાછાં આપણા કામમાં પડી રહેવું. માંગણી છોડવી નહીં. માંગણી તો ફાઈલ