________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નિકાલ કરવાનો, તેથી ફાઈલ પછી ઊભી રહે નહીં. એ ખાતું પૂરું ના થાય ત્યાં સુધી ચોપડા ચોખ્ખા ના થાય, ત્યાં સુધી પૂરેપૂરો નિકાલ થાય નહીં. આ ઋણાનુબંધ છે. ચોપડામાં નામ છે, ફલાણા-ફલાણા. “કેમ છો, ચંદુભાઈ’ એવું કહેનારા ય ફાઈલ કહેવાય. બીજા બધાં લોક કહે છે કંઈ ? લેવાય નહીં ને દેવાય નહીં. આ બધું પાંચ-પચીસ હજાર માણસ હોય તે જ, તેની જોડે લેવા-દેવા. એટલાં ખાતાં હાર બધી આખી દુનિયાની જોડે આપણે વ્યવહારમાં આવવું પડે. એટલે ખાતાં ચોખ્ખાં કર્યા હોય, સમભાવે ફાઈલનો નિકાલ કરી નાખ્યો એટલે ઊડી ગયા. પપ્પા ય ફાઈલ કહેવાય. પપ્પા પછી બીજા નંબરની ફાઈલ આવેને ? બધાં ફાઈલ કહેવાય ને ?
પ્રશ્નકર્તા: આપણે ફાઈલનો સમભાવે નિકાલ કરવાની કેમ જરૂર પડે ?
પુરુષ થયા પછી પુરુષાર્થની જ જરૂર છે. ફાઈલનો તો એની મેળે નિકાલ થઈ જ જવાનો. તમારે કશું કરવાની જરૂર નથી. આપણા મનમાં જે પહેલાં રહેતું હતું કે આ માણસ શું સમજે છે એના મનમાં, એ આપણા ભાવ અવળા થતા હતા. એ હવે ના હોવા જોઈએ. એ તમને ગમે તે કરે, સામો માણસ કૂદાકૂદ કરતો હોય તો આપણને વાંધો નથી એનો; આપણે સમભાવે નિકાલ કરવો છે એવું નક્કી કરવાનું. પછી એવું જ થયા કરે.
સમભાવમાં શસ્ત્રો ઉપાડાય ?
પ્રશ્નકર્તા : આજના જમાનામાં સમભાવે નિકાલ કરવાનું આપે જે કહ્યું છે એ શક્ય કેવી રીતે થાય ? રોજની જિંદગીમાં અમે કેવી રીતે જાણી શકીએ કે અહીંયા શસ્ત્રો ઉપાડવા જેવું છે કે નહીં ?
દાદાશ્રી : પહેલાં અવળો કર્યો છે, એટલે હવે સવળો કરવાની જરૂર છે. સમભાવ નથી કર્યો અને ઊંધા રસ્તે કર્યો છે, માટે હવે સમભાવ કરીએ. પહેલાં ગુણાકાર કરેલી રકમ હોય, તેનો આપણે ભાગાકાર કરીએ એટલે હતી તેની તે જ આવી જાય અને પહેલાં ભાગાકાર કરેલી હોય. તેનો ગુણાકાર કરીએ તો ફરી એની એ આવી જાયને ?! એટલે એ બેઉને નિઃશેષ કરી નાખવાના. એટલે સમભાવે નિકાલ કરવાનો.
નિશ્ચય જ કરે કામ !
પ્રશ્નકર્તા: સમભાવે નિકાલ કરવાનો એમાં કોઈ ક્રિયા છે?
દાદાશ્રી : શસ્ત્રો ઉપાડવાનાં નહીં. એ સામો ઉપાડે તોય આપણે ઉપાડવાનાં નહીં. ના ઉપાડે તોય નહીં ઉપાડવાનાં. આપણે તો નિકાલ જ કરી નાખવાનો. આપણે કશું જાણવા-કરવાની જરૂર નહીં. સમભાવે નિકાલ કરવો છે એટલું જ વાક્ય તમારે મનમાં રાખવાનું. આ તો અક્રમ વિજ્ઞાન છે. આજ્ઞામાં જ રહેવાનું, તો તમારું કોઈ આટલુંય નામ ના દે.
‘ફાઈલ' શબ્દમાં કેટલું વચનબળ ! તમે અમારો શબ્દ બોલોને કે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે, તો સામો ગમે તેવો નાલાયક માણસ હોય તો ય સમભાવે નિકાલ થઈ જ જાય. આ શબ્દો એવા છે, આ વાક્યમાં એટલું બધું વચનબળ મૂકેલું છે કે માણસ જો વાક્ય વાપરે તો બીજી કોઈ જાતનું દુઃખ સ્પર્શે નહીં, દુષમકાળે ય સ્પર્શે નહીં, એટલું બધું મહીં સાયન્સ મૂકેલું છે.
‘ફાઈલ' કોને ગણાય ? જેમાં આપણે કંઈ લેવા-દેવા નથી એ ફાઈલ નથી. આ અમેરિકાવાળા કંઈ આપણી ફાઈલ છે ? અમેરિકન લોકો અહીંથી જતા-આવતા હોય તો આપણને રાગે ય ના થાય ને દ્વેષે ય ના થાય. આપણને રાગ-દ્વેષ થાય છે તે આપણી ‘ફાઈલ”. જ્યાં આસક્તિ છે તે બધી ‘ફાઈલો'. તે આપણે સમજી જવું કે આ આપણી ફાઈલ આવી.
દાદાશ્રી : ક્રિયા કશું છે નહીં. મનમાં નક્કી કરવાનું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે. સમભાવે નિકાલ કરવો છે, એ જ બસ. પછી ક્રિયા કશું કરવાની નથી. સમભાવે નિકાલ કરવો છે એ જ તમારો ભાવ. પછી શું થયું એ જુદી વસ્તુ છે. પણ એની સાયન્ટિફિક અસર છે એ. તમે જો મહીં નક્કી કરો આ પ્રમાણે, તો એની છે તે સામા માણસ ઉપર અસર પડે છે અને સાયન્ટિફિક રસ્તે હેલ્પ થાય છે અને તમે નક્કી કરો મહીંથી કે મારે એને આજ સીધો કરી નાખવો છે, તોય એની અસર પેલા ઉપર પડશે. એટલે આ બહુ સુંદરમાં સુંદર હથિયાર આપ્યું છે, સમભાવે નિકાલ કરો.