________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૮૩
પ્રશ્નકર્તા : હા, કરે તો ખરો.
દાદાશ્રી : ના થાય તો ય વાંધો નહીં. સમભાવે નિકાલ કરવો એટલું તમારે ભાવમાં રાખવા જેવું છે. થયું કે ના થયું એ તમારે જોવાનું નહીં. પછી ફાઈલનો સમભાવે નિકાલ કર્યો છે ને કોઈ ?
પ્રશ્નકર્તા : હા, એ તો થઈ જ ગયો.
દાદાશ્રી : એ જેટલો ક૨શોને એમ પછી શક્તિ મલ્ટિપ્લિકેશન થશે. ખાવાતી ફાઈલતો સમભાવે તિકાલ !
સાંભર સાંભર કરે, યાદ આવ્યા જ કરે, એનું નામ ફાઈલ. યાદ ના આવે, એનું નામ ફાઈલ ના કહેવાય. ચંદુલાલ નાસ્તાની બૂમો પાડે, તો નાસ્તો આપી દઈએ. એ પતી ગયું એટલે એના તરફની પછી કોઈ બૂમ નહીં રહે. એની બૂમ ના રહેવી જોઈએ એટલે સવારમાં નાસ્તો કરાવીએ પછી આપણે પૂછીએ, ‘ચા લેશો ?” ત્યારે એ કહે, ‘ના, ચા તો ક્યાં પીઉં છું ?” ત્યારે આપણે કહેવું, ‘સારું ત્યારે !’ અને ચા પીતા હોય તો આપણે આપી દઈએ. નહીં તો એની બૂમ હોય વગર કામની. એટલે પછી આપણે કોઈ જોડે વાતો કરતાં હોય, તો એ મહીં ચા પીવાની કચકચ કર્યા કરે એટલે એને પતાવી દેવાનું બધું, સમભાવે નિકાલ !
‘ફાઈલ નં. ૧’ ખાય-પીવે, એ ફાઈલે શું ખાધું-પીધું એને ‘પોતે’ ‘જોયા’ કરે. બસ, એટલું જ. એ એના ધર્મમાં છે. જોવું-જાણવું એ આપણો ધર્મ છે અને ખાવું-પીવું એ ફાઈલનો ધર્મ છે. ક્રિયા બધી છે તે ફાઈલની છે, બાકી અક્રિયતા ‘આપણી’ છે. કોઈ ક્રિયા ‘આપણી’ નથી આમ. આપણે જ્ઞાતા-દ્રષ્ટા જોવું-જાણવું. ક્રિયા બધી જ જાતની હોય, તે બધી ફાઈલ નંબર વનની.
સવારમાં ચા-પાણી આવ્યા, એટલે ફાઈલનો નિકાલ કરવાનો. ચામાં જરા ખાંડ ઓછી છે, તો આપણે સમજી જવાનું કે આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો છે. કંઈ બોલવાનું નહીં, પી જવાનું. સમભાવે નિકાલ કરવાનો. પછી પેલાને ખબર પડે કે, ઓહોહો ! આ તો બોલતાંય
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નથી. એ પીએ એટલે ખબર તો પડેને ? તે ઊલટું એમના મનમાં એમ થાય કે આ તો બોલતાંય નથી. તે આપણું ખોટું છે. ફરી એ પોતે ભૂલ સુધારે. આપણે કોઈને સુધારવાની જરૂર નથી. આપણે કહીએ ત્યારે કચકચ કરે. ‘તમે ભૂલ નથી કરતાં કોઈ દહાડો ?” એવું કહે. એવી આબરૂ લે, તેનાં કરતાં વગર આબરૂએ આબરૂદાર રહીએ તે શું ખોટું ?!
८८
બહુ સહેલો રસ્તો છે. શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. બધી ફાઈલો જ છે. આ જમવાનું આવ્યું તેય ફાઈલ, આ ચા આવી તેય ફાઈલ. તેનો સમભાવે નિકાલ કરવો. ‘હું ચા નથી પીતો, ને મને આમ નથી ને તેમ નથી...’ એવું નહીં. પણ ચા ના પીતો હોય તો એ કપ મૂકી દેને, તે ખબર ના પડે કોઈને ! બૂમાબૂમ શું કરવા કરે છે તે ?! ‘હું ચા નથી પીતો ને' કહેશે ! કેટલાં બધાં બખેડા કરે, નહીં ? ડખો કરે !
ક્રમિક માર્ગમાં તો ઉકેલ ના આવે. આ તો આપણો ‘અક્રમ માર્ગ’ એવો છે કે જલદી ઉકેલ આવી જાય. શરીર, પોતાની જાતથી માંડીને બધાને ફાઈલો કહે છે. બૈરી-છોકરાંનો રાગ છોડાય, બંગલાનો રાગ છોડાય, પણ ભૂખનો રાગ છોડાય કંઈ ?
ફાઈલો કહેવાય કોતે ?
ઊંઘની ફાઈલનો તો સમભાવે નિકાલ કરી નાખ્યોને હવે ? પ્રશ્નકર્તા : હા, એ કર્યો.
દાદાશ્રી : એય ફાઈલ જ છે. જો એમાંય નિકાલ ના કરીએ તો બેઠા બેઠા ઊંઘી જાય. એટલે એ ફાઈલનો નિકાલ કરીએ તો રાગે પડે. એવી રીતે ભૂખ લાગે તેય ફાઈલ. જે બધાં દુઃખ દે એ બધા ફાઈલ. સંડાસ જવું હોય ને પેણે લાઈન હોય તો એ ફાઈલ કહી. ઉપાધિ ! જમવા બેસો તેય ફાઈલ છે. અરે, ગરમ પવન આવે તોય ફાઈલ છે. સમભાવે નિકાલ કરવો પડેને ? ઠંડી હવા આવી તોય ફાઈલ છે. કઈ ફાઈલ નથી ?
પ્રશ્નકર્તા : ટ્રેનમાં ધક્કામૂક્કી થઈ, એને ફાઈલ ગણવી ? દાદાશ્રી : ફાઈલ ગણીએ તો જ નિકાલ થાયને ! ફાઈલોનો સમભાવે