________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
૭૧
[૮] મોક્ષતું તપ
દાદાશ્રી : રહેવાને માટે વાંધો નથી, પણ એવું છે ને ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નહીં રહેવાતું ?
પ્રશ્નકર્તા : એ ના સમજ પડી, દાદા.
દાદાશ્રી : આખો દહાડો ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નહીં ? કારણ કે આ તો ખોરાક આવ્યો કે ડોઝિંગ થવા માંડ્યું.
અમે તમને એટલું જ કહીએ કે આ વિજ્ઞાન કોઈ અવતારમાં મળ્યું નથી. મળ્યું છે તો સાચવજો. અક્રમ છે આ, અને કલાકમાં આત્મજ્ઞાન પામે એવું છે. ક્યારેય પણ અશાંતિ નહીં થાય એવું, નિરંતર સમાધિમાં રહેવું હોય તો રહી શકે. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં, સ્ત્રી સાથે રહેતાં રહી શકે એમ છે. મને પૂછજો, જો ના રહેવાય તો મને પૂછો કે ભઈ, અમુક કઈ જગ્યાએ નડે છે, તે હું કહી આપીશ કે આ પોઈન્ટ દબાવજો. ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવાની જરૂર નથી. રિલેટિવ ને રિયલ જોયા કરજો.
એનાથી હળવો બને ભોગવટો ! પ્રશ્નકર્તા : કોઈ વખત નિકાચિત કર્મનો ઉદય હોય, ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ એ જપયજ્ઞ માંડે, તો પેલું કર્મ હળવું થઈ જાય ?
દાદાશ્રી : હા, હળવું થઈ જાય ને ! પછી શુદ્ધાત્મા બોલ બોલ કરે એટલે પોતાની સ્થિરતા ડગે નહીં, એટલે હળવું થઈ જાય. નિકાચિતનો અર્થ એવો કે ઉપરથી ભગવાન એને દૂર કરવા આવે તો ય એ દૂર ના થાય, એવાં નિકાચિત કર્મ હોય છે. ભોગવ્યે જ છૂટકો થાય. પણ આપણે શુદ્ધાત્મા બોલ બોલ કરીએ, તો આપણને અડે નહીં. કર્મ કર્મની જગ્યાએ પૌલિક રીતે એનો નિકાલ થઈ જાય. આપણને અડે નહીં.
શુદ્ધાત્મા સદા શુદ્ધ જ ! હવે જો ‘હું શુદ્ધાત્મા છું’ જોઈન્ટ થયું એટલે પછી એને કશું અડે નહીં ને નડે નહીં. એ નિશ્ચયથી શુદ્ધ જ છે. પછી હવે ફરી બદલાય જ નહીં. એ પ્રકૃતિ નિશ્ચયથી જ ઉદયકર્મને આધીન છે, એ આપણા આધીન છે નહીં.
કળિયુગમાં તપ, ઘેર બેઠાં ! શાસ્ત્રકારો કહે છે શું અને માર્ગદર્શકો કરે છે શું ? વેપાર વધારાવડાવે. તપ કરો, જપ કરો. ભગવાને કયું તપ કહ્યું હતું કે કળિયુગમાં ઘેર બેઠાં આવી પડે, એ તપ કરજે. આ મફતમાં તપ આવ્યું. કોણ છોડે ? હમણાં કોઈક ગજવું કાપી ગયો બસમાં બેઠો હતોને અને આ ગજવામાં પાંચસો હતા ને આમાં અગિયારસો હતા. અગિયારસોવાળું કાપી ગયો એટલે પછી તરત મહીંથી વૃત્તિઓ બૂમો પાડે, પેલાને આપવાના છે ત્રણસો, પેલાને પાંચસો આપવાના હતા. આપણે સમભાવે નિકાલ કરીએને ત્યારે વૃત્તિઓ શું કહે ? ના, ના. આ શું સમભાવે નિકાલ કરો છો ? ત્યારે તે ઘડીએ આપણે તપ કરવાનું. તે ઘડીએ હૃદય લાલ લાલ થઈ જાય. તેને જોયા કરવાનું. મહીં અકળામણ થાય. તેથી આપણે એવું સમજવાનું કે કાલના જેટલું લાલ નથી આજ. અને પછી લાલ ઓછું થાય ત્યારે જાણવું કે હા, ઘટ્યું હવે. જેમ આ ગ્રહણ થાય છેને, તે ગ્રહણ વધતું વધતું આપણે સમજીએ કે હજુ વધે છે, હજુ વધે છે. અને પછી વધી ગયા પછી ઊતરે, ત્યારે આપણે કહીએ, ‘હવે ગ્રહણમુક્ત થવા માંડ્યું છે. હવે કલાક પછી આપણે બધું કરીએ” પણ આ કલાક પછી ગ્રહણમુક્ત થઈ જશે, એવું આપણે જાણીએ કે આ તપ ઘડીવાર પછી ખલાસ થઈ જશે. પણ હૃદય તપે. અને જગતના લોકોને તપેને, તે તપે એ સહન ના થાય