________________
રિયલ રિલેટિવની ભેદરેખા !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આમ થયું, તેમ થયું” કરતો'તો. હવે નિરાધાર થઈ ગયા અને એ ગુસ્સો બધો નિરાશ્રિત જેવો દેખાય આપણને. નિરાશ્રિત માણસ હોય ને બીજો એક માણસ આશ્રિત હોય, બેમાં ફેર પડે, એટલો બધો પડે કે ગુસ્સો મડદાલ જેવો લાગે. ભલીવાર ના હોય એમાં. હવે એ ક્રોધ-માન-માયા-લોભ બીજું કશું નુક્સાન નહીં કરે, સુખને આવરે. મહીં જે સુખ, સ્વયંસુખ ઉત્પન્ન થવું જોઈએ, તે ના આવવા દે.
પ્રતિષ્ઠા એટલે શું કે છોકરાની વહુના સસરા થઈને બેઠા હોય. સસરા જ કહેવાયને છોકરાની વહુ આવી એટલે ? પણ પછી દીક્ષા લે એટલે આ છે તે અહીંથી પ્રતિષ્ઠા તોડી સસરાની. અને દીક્ષા લે એટલે હું સાધુ, એ પાછી પ્રતિષ્ઠા ઊભી કરી. આ પ્રતિષ્ઠા છોડીને પાછી પેલી પ્રતિષ્ઠા ઘાલી. પ્રતિષ્ઠા તો એની એ જ ઘાલીને ? જો શુદ્ધાત્મા થઈ ગયો, તો કશો વાંધો નથી. આ એક પ્રતિષ્ઠા છોડી અને બીજી ઘાલી. પછી વળી આગળ જરા ભણે શાસ્ત્રો, એટલે પાછી એ પ્રતિષ્ઠા છોડાવડાવે અને ઉપાધ્યાયની આપે. ઉપાધ્યાય છોડાવડાવીને આચાર્યની આપે. આચાર્યનું છોડાવડાવીને સૂરીનું આપે. પણ એની એ પ્રતિષ્ઠામાં રહેવાનો. તે જ્યાં સુધી આ પ્રતિષ્ઠામાં છે, ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં.
| ‘ચંદુભાઈ છું’ એ પ્રતિષ્ઠાને લીધે આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ઊભી રહી છે. ‘હું ચંદુલાલ’ એમ તમારા જ્ઞાનમાં બધું હતું અને આનો ફાધર થઉં, ત્યાં સુધી પ્રતિષ્ઠા કહેવાય. પણ એ પ્રતિષ્ઠા તમે છોડી નાખી કે હું તો શુદ્ધાત્મા અને ચંદુલાલ તો મારા પહેલાંના કર્મનો બધો જૂનો ફોટો છે, એ જ ભોગવવાનું છે. એ દંડ છે મારો, ગુનેગારી છે. આ ગુનેગારી ભોગવવાની છે. બાકી એ કંઈ, હું ખરેખર ચંદુલાલ ન્હોય, પ્રતિષ્ઠા કરે તો જ પેલાં ઊભા રહે. પણ હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે પ્રતિષ્ઠા તૂટી ગઈ.
રિયલ અવિનાશી, રિલેટિવ વિનાશી ! એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી દ્રષ્ટિ છે; બે જાતની દ્રષ્ટિઓ છે. ખરેખર મૂળ પોતાની દ્રષ્ટિ તો અવિનાશી છે. પણ આ વિનાશીમાં દ્રષ્ટિ ઘાલી પાછી. તેથી ઊલટો વિનાશી ભાવ આપણો ઉત્પન્ન થયો !
‘હું ચંદુલાલ છું’ એવું ભાન, લોકો કહે ને આપણે માનીને આ બધું ફસાયા અને દ્રષ્ટિ ‘રિલેટિવ' થઈ ગઈ. એટલે વિનાશી છું એવું ભાન થયું. પણ પાછું મહીં ખેંચ્યા કરે કે ગયા અવતાર હતો. તે પાછું બોલેય એવું. જો ગયા અવતાર હતો, તો અવિનાશી છે જ ને ! આપણે ગયા અવતારે હતા, તો આપણે વિનાશી નથી. આ તો દેહ વિનાશી છે. આપણે અવિનાશીપણું તો છે જ. કારણ કે આપણે શુદ્ધાત્મા છીએ, એ ‘રિયલ’ વસ્તુ છે. અને જેટલી ‘રિયલ’ વસ્તુ છે એ બધી અવિનાશી છે. જેટલી ‘રિલેટિવ' વસ્તુ છે એ વિનાશી છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત આપણે સંસારની અમુક બાબતોમાં, આ રિલેટિવ છે એવું ઉપલક રહીએ, તો મહીં બહુ આનંદ રહે છે.
દાદાશ્રી : રિલેટિવ બોલે ત્યાંથી જ આનંદ. રિલેટિવ બોલ્યો માટે પોતે રિયલ છે એ વાત ખાતરી થઈ ગઈ. ‘હું શુદ્ધાત્મા’ ના બોલે ને આ બધું રિલેટિવ બોલેને કે આ બધું રિલેટિવ છે, તો તમે શુદ્ધાત્મા છો એ મુવ (સાબિત) થઈ જાય છે.
બેઉ અવિતાભાવી ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્માની જે સ્થાપના એટલે રિયલ વસ્તુ થઈ. દાદાશ્રી : હા. રિયલ વસ્તુ.
પ્રશ્નકર્તા : એટલે એના ઉપર તો એને જાગૃતિ રાખવી જ જોઈએ. એ આજ્ઞા નંબર વન. બીજું બધું રિલેટિવ છે અને પોતે રિયલ છે.
દાદાશ્રી : અને એ તો આખા જગતને રિલેટિવમાં મૂકી દીધું, હડહડાટ. હવે તમે એકુંય આજ્ઞા પાળો છો કે ? કઈ આજ્ઞા પાળો છો ?
પ્રશ્નકર્તા : રિયલ જોવાનું.
દાદાશ્રી : એમ ? રિયલ એકલું જ કે રિલેટિવ હઉ ? રિયલ અને રિલેટિવ બે જોડે હોઈ શકે. એકલું ના રહે. એટલે આ દેખાય તો પેલું દેખાય. પેલું દેખાય તો આ દેખાય.