________________
૮૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
રિયલ-રિલેટિવની ભેદરેખા !
પ્રશ્નકર્તા : એટલે રિયલ દેખાય તો રિલેટિવ દેખાય.
દાદાશ્રી : રિલેટિવ હોય તો જ રિયલ દેખાય અને રિયલ દેખાય તો રિલેટિવ દેખાય જ. એ અવિનાભાવી સંબંધ છે, એક હોય તો બીજું હોય જ ! રિયલ એનું નામ કહેવાય કે રિલેટિવને જોતો હોય.
પ્રશ્નકર્તા: રિયલ થઈને રિયલને પણ જોઈ શકે ?
દાદાશ્રી : જોઈ શકે, હા. રિલેટિવને જોવા-જાણવા સિવાય કોઈ બીજી ક્રિયા ના હોય એ રિયલ. જગત આખું રિલેટિવમાં, જોવા-જાણવા સિવાયની બીજી બધી ક્રિયામાં પડેલું.
પ્રશ્નકર્તા: એટલે રિલેટિવ માત્રને જોવા-જાણવાની ક્રિયા એકલી રિયલની જ છે ? દાદાશ્રી : હા. બીજું તો જોઈ શકે જ નહીં.
બે તે જુદું પાડે તે પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ બહાર જોતો જોતો જઉં, તો પછી એ કોણ જુએ છે ? શુદ્ધાત્મા જુએ છે ?
દાદાશ્રી : એ તો પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી. અને પ્રજ્ઞા જુએ એટલે આત્મા ખાતે જ ગયું. બુદ્ધિ અને પ્રજ્ઞા, બેના જોવા-જાણવામાં ફેર છે, પેલી ઇન્દ્રિયગમ્ય છે ને આ અતીન્દ્રિયગમ્ય છે.
બધું વિનાશી તો ઓળખાયને આપણને ! મન-વચન-કાયાથી જે આ બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધું જ રિલેટિવ છે.
- પ્રશ્નકર્તા : એ બરોબર છે. પણ આ રિયલ અને રિલેટિવ જુદું કોણ પાડે છે ?
દાદાશ્રી : એ મહીં પ્રજ્ઞા છે. એ બેઉ જુદા પાડે છે. રિલેટિવનું જુદું પાડે ને રિયલનું ય જુદું પાડે.
પ્રશ્નકર્તા : રિયલ, રિલેટિવ ને પ્રજ્ઞા, આ ત્રણ વસ્તુ છે એવું થયુંને, તો પ્રજ્ઞા રિયલથી જુદી વસ્તુ છેને ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા રિયલની જ શક્તિ છે, પણ બહાર પડેલી શક્તિ છે. એ જ્યારે રિલેટિવ બહાર ના હોય ત્યારે એકાકાર થઈ જાય.
સ્કિલ-રિલેટિવતી ડિમાર્કેશત લાઈત ! તીર્થંકરોએ એકલાએ જ છે તે રિલેટિવ ને રિયલ બેની લાઈન ઓફ ડિમાર્કેશન નાખેલી છે. બીજાં કોઈએ પાડેલી નથી. કુન્દકુન્દ્રાચાર્યે નાખેલી, તે પણ સીમંધર સ્વામીના અનુસંધાનથી. આપણું રિયલ છે એટલે, રિલેટિવ ને રિયલ બેઉ વચ્ચે ડીમાર્કેશન લાઈન નાખી છે ! ત્યાંથી જ પછી નિત્ય થયો એ. ડિમાર્કશન લાઈન, બહુ સરસ પડી ગઈ ! એની જ કિંમત છે ને !
લોકો રિલેટિવને રિયલ માને છે. કેટલીક બાબતમાં રિયલને રિલેટિવ માને છે. એ ભ્રામકતા નીકળી ગઈને ? તેથી આ જ્ઞાન લઈને બીજે દહાડે જીવતો થઈ જાય. એનું કારણ જ એ ને ! નહીં તો જીવતો થાય જ નહીંને !
આપણું રિલેટિવ ને રિયલનું ડિમાર્કશન બહુ એક્યુરેટ આવી ગયુંને ! અને જગત આખું એમાં જ બધું ફસાયેલું છે. રિલેટિવ ને રિયલની જે લાઈન ઑફ ડિમાર્કેશન જોઈએ તે ખબર નથી, આ લોકોને,
એટલે એક્યુરેટ ડિમાર્કશન લાઈન પડતી જ નથી ને ફસાઈ ગયું છે. રિલેટિવ-રિયલના ઝગડા બંધ થતાં નથી. એટલે આત્મા પ્રાપ્ત થતો નથી.
પ્રશ્નકર્તા : રિલેટિવને રિલેટિવ તરીકે ત્યારે જ જાણે, જ્યારે રિયલને જાણે.
દાદાશ્રી : રિયલ જાણે ત્યારે રિલેટિવ જાણે. અથવા તો આખું રિલેટિવ જાણી લે તો રિયલ જાણે. જેમ ઘઉં-ઘઉં એકલા જાણી શકે એટલે પછી શું રહ્યું ? કાંકરા. કાંકરા એકલા જાણીએ તો શું રહ્યું ? ઘઉં. ઘઉંકાંકરા બે ભેળાં છે, એવું માલમ પડી જાયને ?
પ્રશ્નકર્તા : લોકોએ રિલેટિવને રિલેટિવ પણ નથી જાણ્યું આજે એમ થયુંને, દાદા ?