________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સ્ટ્રોંગ રૂમમાં સેફ્ટી ! હવે તમે જ્યાં સૂઈ રહો ત્યાં આનંદ. ટાઢમાં અગાશીમાં સૂવાનું થાય તોય ત્યાં આનંદ. તમે તમારી રીતે મહીં શુદ્ધાત્માની ગુફામાં પેસી જાવને, તે ટાઢ નીકળી જાય અને શેઠને બંગલામાંય ટાઢ વાયા કરે. કારણ કે એ બહાર ને બહાર જ ફાંફા માર માર કર્યા કરે. અલ્યા, તારી રૂમમાં જાને નિરાંતે ! પણ રૂમ જોઈ નથી તે ક્યાં જાય ? અને તમે તો ‘રૂમમાં સૂઈ જાવ, તે બહાર છોને વરસાદ પડવાનો હોય કે ટાઢ પડે !
વાવાઝોડું મોટું આવે તો ડગશો નહીંને હવે ?! પ્રશ્નકર્તા : જરાય નહીં !
દાદાશ્રી : આપણી પાસે શુદ્ધાત્માનો સ્ટ્રોંગ રૂમ છે, કોઈ નામ જ ના લે ત્યાં એવી સ્ટ્રોંગ રૂમ છે આ તો. પોતાના હોમ ડિપાર્ટમેન્ટમાં પેસી જવાનું, આ તો બધું ફોરેન છે. તે ફોરેનમાં ભલેને બૂમો પાડે, આપણે હોમના સ્ટ્રોંગ રૂમમાં પેસી ગયા, પછી કોઈ નામ લેનાર જ નથી. હવે અનુભવ થશે ને પહેલાં હોમમાં બેઠા પછી જ અનુભવની શરૂઆત થાયને ! ત્યાં સુધી હજુ ફોરેનમાં ને ફોરેનમાં જતું રહેવાય. હજુ તો શુદ્ધાત્મા થયા પછી અંદર નથી જતા, બહાર જતા રહો છો. કારણ કે અભ્યાસ નથી અંદર જવાનો. અનૂઅભ્યાસ છે ને ? તે પહેલો અભ્યાસ થોડો કરવો જોઈએને ?
હજુ તો જાતજાતનાં મહીં વાવાઝોડાં આવે તો ત્યાં પણ સ્થિરતાપૂર્વક ઉકેલ લાવવો ! વાવાઝોડાં શેના શેના આવવાના ? પૂર્વકર્મના. એટલે ભરેલો માલ છે. પૂરણ થયેલું તે ગલન થતી વખતે વાવાઝોડું ઊભું થાય. તે વખતે આપણે સ્થિરતા પકડવી જોઈએ કે વાવાઝોડું આવ્યું છે. આપણે શુદ્ધાત્મા, આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં બેસીને જોયા કરવું.
કારણ કે તમારે આત્મા જુદો વર્તે છે, હંડ્રેડ પરસેન્ટ અને પુદ્ગલ જુદું વર્તે છે અને શુદ્ધાત્મા દશા આપેલી છે. હવે આને કશું બગડે નહીં, ક્યારેય પણ ના બગડે. તમે જાણી જોઈને ઉખાડવા માંગો તો ઉખડી જાય,
નહીં તો ઉખડે નહીં. સમજણ વધતી-ઓછી પડે, તેનો સવાલ જ નહીં. સમજણની જરૂર જ નથી. જ્ઞાની પુરુષની કૃપાનું જ ફળ છે. આ અક્રમ વિજ્ઞાન એટલે કશું તમારે કરવાનું નહીં.
અહીં બહુ માણસો ફાવ્યા અને એમના જાત અનુભવ હોય પાછા કે જ્ઞાન પહેલાં અમારી શી દશા હતી અને અત્યારે શી દશા છે !
વૈજ્ઞાનિક ઢબે અક્રમ વિજ્ઞાન ! એક ફેરો જ્ઞાની પુરુષના મારફત અપાયેલો શુદ્ધાત્મા હોવો જોઈએ. એટલે આ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક ઢબ છે આ તો. નહીં તો બે કલાકમાં આવું બનેલું સાંભળવામાં આવ્યું છે કોઈ દહાડોય ? બે કલાકમાં તમે શુદ્ધાત્મા થઈ ગયા એવું સાંભળવામાં આવેલું ? પણ વૈજ્ઞાનિક ઢબ છે આ અને તીર્થકરોનું જ્ઞાન છે આ. આ મારું આગવું નથી. આ ઢબ જે છે ને તે મારી આગવી છે, એક્રમની ઢબ !
આ વિજ્ઞાન છે, આ તો ત્રણે કાળનું વિજ્ઞાન છે આ. ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, ભવિષ્યકાળમાં બદલાશે નહીં, એવું વિજ્ઞાન છે. આ તો. તમને નથી લાગતું આ વિજ્ઞાન છે દાદાનું ? તાળો મેળવી જોતા હોય તો ખબર પડે, અવિરોધાભાસ સૈદ્ધાંતિક રીતે નથી લાગતું એવું ?
પ્રશ્નકર્તા : દાદા, એના જવાબમાં એમ કે કષાય ક્યાંય પાતળા થઈને ઊડી જવા માંડ્યા. આજે કોઈ કંઈક બગાડી નાખવા આવે તો એ ચંદુભાઈનું બગડે છે એમ થાય છે. એટલે એ જ અમારી પાસે સાબિતી છે.
દાદાશ્રી : ગમે તેવાં ખરાબ પરિણામ હોય તોય ‘જોયા’ કરવાનું, ડગવું નહીં. કારણ કે કર્તા તું છું નહીં. આજે એનો કર્તા તું નથી.
તૂટ્યો આધાર કષાયોતો ! ‘હું ચંદુભાઈ છું’ બોલ્યા, તેથી તમે ક્રોધ-માન-માયા-લોભ બધાંના આધાર થઈ પડ્યા. હવે ‘હું શુદ્ધાત્મા’ કહે એટલે એ બધા નિરાધાર થઈ ગયા. નિરાધાર થયા પછી કોણ રહે ? કોઈ પણ વસ્તુ નિરાધાર સ્ટેજમાં રહે નહીં કોઈ દા'ડો. પડી જ જાય. પહેલાં તો ‘મને ગુસ્સો આવ્યો’, ‘મને