________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
આપવી કે ‘ચંદુભાઈ, જરા સાચવીને ચાલો તો સારું.’ જો સાયન્ટિફિક રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તોય વાંધો નથી પણ સાયન્ટિફિક રીતે આપણા લોકોને રહેતું નથી. એટલે તમારે આવું કંઈક બોલવું જોઈએ. કારણ કે એ બોલે છે તે શુદ્ધાત્મા નથી બોલતો, એ છે તે પ્રજ્ઞા નામની શક્તિ બોલે છે. એટલે શુદ્ધાત્માને બોલવાનું હોય જ નહીંને ! એટલે પ્રજ્ઞા નામની શક્તિ કહે કે, “આવું કેમ કરો છો ? આવું ન હોવું જોઈએ ?” એટલું કહે તો બસ થઈ ગયું. અગર તો કો'કને ખરાબ લાગે એવું વર્તન થયું તો પ્રજ્ઞા નામની શક્તિ ચંદુભાઈને કહે કે ‘તમે પ્રતિક્રમણ કરી નાખો, પ્રત્યાખ્યાન કરો. બસ, એટલું જ. આમાં કંઈ અઘરું છે કશું ?
પ્રશ્નકર્તા : ના, ના. તદન સહેલું.
દાદાશ્રી : અને આવી વખતે પ્રત્યાખ્યાન ના થયું હોય તો બે અવતાર વધારે થાય પણે આગળ. પણ અહીં આગળ કરવું સારું. આમાં અઘરું નથી કશું.
આત્મામાં કેવી રીતે રહેવું ? પ્રશ્નકર્તા : હવે બહાર નથી રહેવું, આત્મામાં જ રહેવું છે તો એ કેમનું રહેવું?
દાદાશ્રી : પહેલાં ચંદુલાલમાં કેવી રીતે રહેતા હતા ? એની કંઈ ઓરડી-બોરડી હતી ? પહેલાં ચંદુલાલ હતાને તમે ? ખરેખર ચંદુલાલ હતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ચંદુલાલના નામની કોઈ વાત કરે ને એ વાત કાનથી સાંભળવામાં આવી, વચ્ચે ભીંત હોય તો ય સાંભળીને પછી મોઢું બગડી જાય. એટલે તમે ચંદુલાલ હતા એ વાત નિર્વિવાદ થઈ ગઈ. હવે તમે આત્મા છો તો ચંદુલાલ બિલકુલ નથી, ચંદુલાલની ગમે એટલી વાતો હોય. મોઢામોઢ વાતો થાય પણ આપણે આત્મા ! ચંદુલાલને ને આપણે શું લેવાદેવા ? એટલે ત્યાં કંઈ રૂમ-બુમ કશું છે નહીં. એવું આત્મામાં રહેવાનો આ ઉપયોગ ગોઠવવો. ‘હું ચંદુલાલ છું” એ ઉપયોગ જતો રહ્યો
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) અને ‘હું શુદ્ધાત્મા છું' એ ઉપયોગ રહ્યો. આ ઉપયોગમાં પેલો ઉપયોગ પેસી ન જાય એ જાણવાનું, ત્યાં જાગૃતિમાં રહેવું. છે કંઈ વાંધો આવે એવું ? બસ, એટલું જ. જેમ ચંદુલાલ હતા, તે કંઈ આપણે રૂમ રાખવી પડતી ન હતી. એમ ને એમ જ, મહીં હાથ-પગ બધું આખું શરીર ચંદુલાલ જ હતું. અને હવે બધું આત્મારૂપે થઈ જવું જોઈએ. ‘હું આત્મા છું' તે એ બધું વર્તન થાય કે ના થાય, એ આપણે લેવાદેવા નથી. પણ “ આત્મા છું” એ ભાન નિરંતર આપણને રહેવું જોઈએ. કારણ કે દારૂ ચઢ્યો હતો ત્યારે એ બધામાં જ ફેલાઈ ગયો હતો. અને શું કહે છે ? હું છે તે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા છું. અલ્યા મૂઆ, હમણે બે કલાક પહેલાં તો તું કહેતો હતો કે અમે તો ચંદુલાલ શેઠ છીએ અને આવું કેવું બોલું છું ? ત્યારે કહે, કોઈની કશી અસર છે એને. એ અસરથી આવું બોલી રહ્યો છે. એ અસર જતી રહેશે એટલે પછી એ હતો તેનો તે ચંદુલાલ કહેશે પાછો. એટલે તમને આ જગતની અસર પેઠેલી છે, લોકોની જેમ. તેથી તમે ચંદુલાલ બોલ્યા પણ ખરી રીતે તમે શુદ્ધાત્મા જ છો.
પણ એ પેલી અસર ઉતરી જાય એમ ને એમ, બે કલાક પછી. આ નથી ઉતરે એવી. કારણ કે રોજ ખોરાક ખાવાનોને ! પેલું પીધા પછી બંધ કરે એટલે ઉતરી જાય. પણ આ તો સાંજ-સવાર ઠોક્ય જ રાખવાનો, ચડ્યું જ જાય અને પછી પાંચ જણાં એવું કહેનારા મળે કે ‘શું ચંદુભાઈની વાત કરો છો ? બે લાખ રૂપિયા ખર્ચ કર્યો એટલે પછી ચંદુભાઈને પાછો એનો દારૂ ચડે, આ સાંભળે કે તરત ! આ દારૂ ચડાવ્યા જ કરે લોકો. ત્યારે કોઈ ઉતારનારા ય મળી આવે. ‘કશું અક્કલ નથી તમારામાં', એટલે પાછો દારૂ ઉતરી ય જાય, થોડીવાર. તે ઉતરે તે પેલાને ગમે નહીં પાછું. અલ્યા મૂઆ, દારૂ ઉતર્યો એ ઊલટું સારું થયું. ત્યારે કહે, “ના, એ તો પણ મારી આબરૂ ગઈને.’ ચડેલો ભલે રહ્યો પણ આબરૂ હતીને ? અપમાન કરે તો ઉતરી જાય દારૂ, પણ જોડે જોડે એ વેર બાંધી દે. મારા તાલમાં આવવો જોઈએ, કહેશે.
એટલે આપણે આ ચંદુલાલ છીએ નહીં ને આ શુદ્ધાત્મા થઈ જવાનું છે. બીજી શું જરૂર છે ? તમને એમ ખાતરી થતી ગઈ ખરેખર