________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
૧
દાદાશ્રી : રહેવાને માટે વાંધો નથી, પણ એવું છે ને ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નહીં રહેવાતું ?
પ્રશ્નકર્તા ઃ એ ના સમજ પડી, દાદા.
દાદાશ્રી : આખો દહાડો ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નહીં ? કારણ કે આ તો ખોરાક આવ્યો કે ડોઝિંગ થવા માંડ્યું.
અમે તમને એટલું જ કહીએ કે આ વિજ્ઞાન કોઈ અવતારમાં મળ્યું નથી. મળ્યું છે તો સાચવજો. અક્રમ છે આ, અને કલાકમાં આત્મજ્ઞાન પામે એવું છે. ક્યારેય પણ અશાંતિ નહીં થાય એવું, નિરંતર સમાધિમાં રહેવું હોય તો રહી શકે. ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, સ્ત્રી સાથે રહેતાં રહી શકે એમ છે. મને પૂછજો, જો ના રહેવાય તો મને પૂછો કે ભઈ, અમુક કઈ જગ્યાએ નડે છે, તે હું કહી આપીશ કે આ પોઈન્ટ દબાવજો. ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવાની જરૂર નથી. રિલેટિવ ને રિયલ જોયા કરજો.
એતાથી હળવો બન્ને ભોગવટો !
પ્રશ્નકર્તા : કોઈ વખત નિકાચિત કર્મનો ઉદય હોય, ત્યારે ‘હું શુદ્ધાત્મા છું' એ જપયજ્ઞ માંડે, તો પેલું કર્મ હળવું થઈ જાય ?
દાદાશ્રી : હા, હળવું થઈ જાય ને ! પછી શુદ્ધાત્મા બોલ બોલ કરે એટલે પોતાની સ્થિરતા ડગે નહીં, એટલે હળવું થઈ જાય. નિકાચિતનો અર્થ એવો કે ઉપરથી ભગવાન એને દૂર કરવા આવે તો ય એ દૂર ના થાય, એવાં નિકાચિત કર્મ હોય છે. ભોગવ્યે જ છૂટકો થાય. પણ આપણે શુદ્ધાત્મા બોલ બોલ કરીએ, તો આપણને અડે નહીં. કર્મ કર્મની જગ્યાએ પૌદ્ગલિક રીતે એનો નિકાલ થઈ જાય. આપણને અડે નહીં.
શુદ્ધાત્મા સદા શુદ્ધ જ !
હવે જો ‘હું શુદ્ધાત્મા છું’ જોઈન્ટ થયું એટલે પછી એને કશું અડે નહીં ને નડે નહીં. એ નિશ્ચયથી શુદ્ધ જ છે. પછી હવે ફરી બદલાય જ નહીં. એ પ્રકૃતિ નિશ્ચયથી જ ઉદયકર્મને આધીન છે, એ આપણા આધીન છે નહીં.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એટલે શુદ્ધ જ છે, તે ‘હું છું’ એ નક્કી કરેલું હોય. અને નિશ્ચયથી પાછું શુદ્ધ જ છે. એ શુદ્ધતા નહીં બદલાવી જોઈએ કે આ મારાથી આવાં કામ થયા. ચંદુભાઈથી કામ થયા હોય ને પોતે પોતાના ઉપર લઈ લે કે મારામાં આવું થયું. તમે શુદ્ધાત્મા થયા તે નિશ્ચયથી, નહીં કે બીજી રીતે. નિશ્ચયથી શુદ્ધાત્મા એટલે હવે પછી તમારાથી અમુક સંજોગોમાં એવું ન બોલાય કે આ હું શુદ્ધાત્મા હોઈશ કે નહીં ? ખરાબમાં ખરાબ કામ થયું હોય, તો એ પ્રકૃતિના આધીન છે, તમારે શું લેવાદેવા ? એ પણ શુદ્ધાત્મા થઈને લોકો ચૂકી જાય છે ને ! કે હવે હું શુદ્ધ રહ્યો નથી, કહેશે.
પ્રશ્નકર્તા : હા. પણ એ એવું કેમ ચૂકી જાય ?
દાદાશ્રી : હા. તે ચૂકી ના જવું જોઈએ, એ જ એનો પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : આપણે શુદ્ધાત્મા છીએ ત્યાં દ્વંદ્વ નથી એ બરાબર છે પણ શુદ્ધ શબ્દ શું કામ વાપરવો પડે છે ?
૭૨
દાદાશ્રી : હા, એ બહુ જ જરૂરિયાત છે, એ તો બહુ વૈજ્ઞાનિક શબ્દ છે, શુદ્ધ બોલવાનું. કેમ આત્મા ના બોલ્યા ? બીજો શબ્દ કેમ ના મૂક્યો ? ત્યારે કહે છે, જ્ઞાની પુરુષે તને શુદ્ધાત્મા પદ આપ્યું. અને તે પછી ચંદુભાઈથી દુનિયા આખી નિંદા કરે એવું અઘટિત કાર્ય થયું તોય તું શુદ્ધ છું એ છોડીશ નહીં, તો તને કોઈ વાળ વાંકો કરનાર નથી. તને તારી શ્રદ્ધા ડગી કે માર ખાધો. તું શુદ્ધતા છોડીશ જ નહીં. એ કર્મ જતું રહેશે. કર્મ એનું ફળ આપીને જતું રહેશે. નહીં તો મનમાં રહી જાય કે આ ખરાબ કામ થયું એટલે હું બગડી ગયો. બગડ્યો એટલે ગોન. એટલે ગમે તેવું ખરાબ કાર્ય થાય, આખું જગત નિંદા કરે તોય તમારું શુદ્ધાત્મા પદ તૂટતું નથી. એવું આ અમારું જ્ઞાન મેં આપેલું છે.
છતાં મનમાં કોઈ જો એમ કહે કે મને હવે કશો વાંધો નથી આવવાનો તોય એ લટક્યો. હા, ડરતાં રહેવું. ડરતાં તો રહેવું જ જોઈએ. આપણે કહેવું, ‘ચંદુભાઈ ડરીને ચાલો, મહાવીર ભગવાન પણ ડરીને ચાલ્યા હતા.' શું કહેવાનું પાડોશીને ? ડરો. ભય ના રાખો પણ ડરો.
પ્રશ્નકર્તા : એ પોતે તો શુદ્ધ જ છે પણ માન્યતા અવળી હતી.