________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
મૂળ સ્વભાવમાં આવો ! એક સિંહનું બન્યું છે, તે ઘેટાં જોડે ફર્યા કરે, જોડે ને જોડે. ઘેટાં ચરવા જાય તો એય મહીં જાય. એટલે ઘેટાં જેવું જ થઈ ગયું. પછી સંસ્કાર અને સંયોગો મળ્યાને ! ઘેટાં એનું રૂપ જુએ પણ એમાં એને ભય ના લાગે, ઘેટાંને. કારણ કે જોડે ને જોડે ફરનારું અને એનામાં હિંસકતા દેખી નહીં, એટલે પછી ભય પેસે નહીં. અને પેલું બચ્ચુંય છે તે એને હેરાન નહીં કરતું એટલે પ્રેમાળ થઈ જાય પછી, જોડે રહેવાથી પ્રેમ સંધાઈ જાય.
તેમાંથી એક દહાડો છે તે નદી ઉપર બધાં ઘેટાં પાણી પીતાં હતાં અને આ બચ્ચેય પાણી પીતું હતું અને સામા કિનારે એક સિંહે ત્રાડ પાડી, ગર્જના કરી. અને આ બચ્ચાએ સાંભળ્યું, તે એનો સ્વભાવ જાગી ઊઠ્યો. પેલાનું સાંભળી એનો પોતાનો મૂળ સ્વભાવ તે જાગી ઊઠ્યો. તે એણેય ગર્જના કરી. એટલે આ ઘેટાં બધાં નાસી ગયાં મુઆ હડહડાટ, એકેએક ! તે પેલાનો હિંસક સ્વભાવ જાગ્રત નહીં થયેલો, એટલે એની પાછળ દોડે નહીં. પણ પેલાં ઘેટાં તો ભાગી ગયાં. ફરી ઘેટાં ઊભાં ના રહ્યાં હવે એની પાસે. કારણ કે સ્વભાવ જાગ્રત થઈ ગયો. એવી રીતે આ તમારો સ્વભાવ જાગ્રત થઈ ગયો. એવા સ્ટેજ ઉપર બેઠા છો કે અજાયબ સ્ટેજ, આ તો એવું છે ને બાળકને સમજણ ના પડે. પણ સ્ટેજની કિંમત જતી રહે કંઈ ? ના જતી રહે, નહીં ? સમજણ ના પડે તોય ?
ગુપ્ત તત્વ આરાધે, મોક્ષ ! શાસ્ત્રકારોએ કહ્યું છે કે એક સમય પણ જો આત્મા પામે, તો બહુ થઈ ગયું. એક સમય પણ “આત્મા’ થઈને બોલે તો કામ થઈ ગયું. તમને જ્ઞાન આપ્યા પછી તમે ‘શુદ્ધાત્મા’ ફરી બોલો છો, તે તમે આત્મા થઈને ‘હું શુદ્ધાત્મા છું' બોલો છો અને એ એની મેળે આવે છે. માટે તમે આત્મા થઈ ગયા.
- એક ક્ષણ પણ જો આત્મા થઈને આત્મા બોલ્યો એટલે મહાવીર ભગવાને કહ્યું છૂટ્યો. એવું તમે થઈને તો કેટલાંય વખતથી બોલ બોલ કરો છો. અને આ બીજાં લોકો “હું શુદ્ધાત્મા’ એ થઈને નથી બોલતા. “
શુદ્ધાત્મા છું' એવું આત્મા થઈને એક જ ફેરો બોલ. એટલે બસ થઈ ગયું. અને સમજી ગયો કે આ મારું ને આ બીજું બધું તકલાદી, મારું હોય ! તોય કામ થઈ ગયું.
પ્રશ્નકર્તા: ‘એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.' એવું કહ્યું છે ને !
દાદાશ્રી : હા, શુદ્ધાત્માને જે આરાધે છે, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલે છે તે પ્રત્યક્ષ અમૃતને પામે અને નિર્ભય થાય છે. કારણ કે અહીં આગળ નિરંતર જ્યાં સુધી જ્ઞાન ના પ્રાપ્ત હોય શુદ્ધાત્માનું, ત્યાં સુધી હું ચંદુભાઈ છું ત્યાં સુધી મહીં વિષનાં ટપકાં પડ્યા કરે નિરંતર, એટલે બધી વાણી વિષવાળી, વર્તન વિષવાળું, મન-વિચારો વિષવાળા અને આપણે જ્ઞાન આપીએને, તે અંદર પછી એ તરત જ અમૃતનાં ટપકાં પડવાનાં શરૂ થઈ જાય. તે જો વિચારો, વાણી, વતન ધીમે ધીમે અમૃતમય થતું જાય.
આજ્ઞા કેટલા ટકા પાળવી ? પ્રશ્નકર્તા: ‘તમે શુદ્ધાત્મા છો જ, પણ તેનું ભાન થવું જોઈએ સમજાવો.
દાદાશ્રી: તમે શુદ્ધાત્મા તો છો. મેં તમને જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્મા છો પણ ભાન થવું જોઈએ. આજ્ઞામાં રહેવાય તો હું જાણું કે ભાન છે આમને પચાસ ટકા આશામાં, વધારે નહીં. અરે, પચ્ચીસ ટકા આજ્ઞામાં રહેને, તોય હું કહું કે આને ભાન છે અને કેટલા ટકાએ પાસ કરવા ? કહો.
પ્રશ્નકર્તા : બરાબર છે. પચ્ચીસ ટકા તો રહેવું જ જોઈએ.
દાદાશ્રી : હવે ચાના કપમાં પચ્ચીસ ટકા ખાંડ નાખીએ તો ચાલે? તો ત્યાં સો ટકા ખાંડ જોઈએ અને ‘આ’ કરતી વખતે પચ્ચીસ ટકા !
ખોરાકથી અજાગૃતિ આજ્ઞાતી ! પ્રશ્નકર્તા ઃ દાદા, આપ કહો છો આજ્ઞા બહુ સીધી છે, સરળ છે. એ વાત બરોબર છે, પણ પહેલી ને બીજી આજ્ઞાની અંદર નિરંતર રહેવું એ કંઈ સહેલું છે ?