________________
રિયલ રિલેટિવની ભેદરેખા !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
થયો ફાયદો ? ત્યારે કહે, સામાયિકનું ફળ સમાધિ રહી. એટલે આ આજ્ઞા પાળજો બધી. એક કલાકેય છેવટે કાઢજોને ! ના નીકળે ?
પ્રેક્ટિસથી ખીલે દીવ્ય દ્રષ્ટિ હવે બહાર જશો તો વાપરશો ને દિવ્યચક્ષુ? એવું છે ને, અનાદિનો અજ્ઞાન પરિચય છે, તે આના માટે થોડું પ્રેક્ટિસમાં લેવા માટે બે-ચાર વખત અભ્યાસ કરશો ને પછી ચાલુ થઈ જશે.
પેલા પુણિયાએ શ્રેણિક રાજાને કહ્યું કે, ‘હું સામાયિક આપીશ.” ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું, ‘કિંમત શું ? કહી દે.” ત્યારે કહે, ‘કિંમત ભગવાન નક્કી કરશે, મારાથી તો કિંમત નક્કી ના થાય.” એટલે શ્રેણિક રાજાએ જાણ્યું કે ભગવાન અપાવી અપાવીને પાંચ કરોડ અપાવશે, દશ કરોડ અપાવશે. એક સામાયિકના કેટલા રૂપિયા અપાવી દેવડાવે ? એટલે એના મનમાં હિસાબ જ નહીં એ વાતનો. આવીને ભગવાનને કહે છે કે ‘પુણિયા શ્રાવકે આપવાનું કહી દીધું. સાહેબ, હવે મારો કંઈ નિકાલ કરો, હવે નર્કમાં ના જવું પડે એવું.” ત્યારે કહે, ‘પણ પુણિયા શ્રાવકે એમ ને એમ આપવાનું કહ્યું ? ફ્રી ઑફ કોસ્ટ ?” ત્યારે કહે, “ના, ભગવાન જે કિંમત કરે એ.’ ત્યારે ભગવાન કહે, “શું કિંમત થાય શ્રેણિક રાજા જાણો છો ? આ તમારું રાજ્ય એની કિંમતમાં દલાલીમાં જાય !' એટલે રાજા ભડક્યા કે મારું રાજ્ય દલાલીમાં જાય, તો હું લાવું ક્યાંથી બીજા ! એટલે એટલી બધી કિંમત હતી !
એવું આ મેં તમને રિલેટિવ ને રિયલ આપ્યાં છે વાક્યો, એ જો તમે એક કલાક ઉપયોગ કરો એ સાચા મનથી અને સાચા ચિત્તથી, તો મનથી છે તે આગળ જોતાં જવાનું, ઠોકર ના વાગે એ રીતે અને ચિત્તથી આ જોયા કરવાનું, રિલેટિવ ને રિયલ તો તમારે એના જેવું જ સામાયિક થાય એવું છે. પણ હવે જો એ તમે કરો તો તમારું.
આટલી બધી કિંમત આ સામાયિકની છે, માટે લાભ ઉઠાવવો. સામાયિક કરતી વખતે નહીં સમાધિ સરસ રહે છે ને ? હવે આમાં સહેલું છે, અઘરું યે નથી. આમ બેસવાનું ય નથી.
સામાયિક એટલે કરવાનું શું? આ બે વ્યુ પોઈન્ટ આપ્યા છે ને, તે બધાની અંદર શુદ્ધાત્મા જોતાં જોતાં જઈએ શાક લેવા, તે કોઈ ગધેડું કશું હોય, પછી બળદ જતો હોય, બીજું જતું હોય, જીવમાત્ર, ગાય-બકરી જોતાં જોતાં જવું આજ્ઞાપૂર્વક ને આજ્ઞાપૂર્વક પાછા આવ્યા, તો એક તો ઘરનાં માણસે કહ્યું હોય કે શાક લઈ આવો. તે આપણે ચાલીને લઈ આવ્યા. પૈસો ખર્ચ થયો નહીં અને બીજું શું ફાયદો થયો ? ત્યારે કહે, દાદાની આજ્ઞા પાળી. ત્રીજો શો ફાયદો થયો કે સામાયિક થયું. ચોથું શું
પ્રશ્નકર્તા : મનુષ્યમાં તો ખબર પડી જાય કે આમાં શુદ્ધાત્મા છે, પણ આ ઝાડ-પાનને જોવાની અમને પ્રેક્ટિસ ઉતરતી નથી !
દાદાશ્રી : એ પ્રેક્ટિસ આપણે પાડવી પડે. અનાદિથી અવળો અભ્યાસ, તે અવળો ને અવળો ચાલ્યા કરે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથથી જમશો નહીં તમે, તોય આપણો જમણો હાથ પેસી જાય. જમવા માટે થોડીક ચાર દિવસ જાગૃતિ રાખવી પડે. એટલો આનો અત્યારથી અભ્યાસ કરી લેજો. દિવ્યચક્ષુથી જોતાં જોતાં જજોને ! ધીમે ધીમે ગોઠવણી આપણે કરતાં જવાનું, એટલે ફિટ થતું જાય. ગાયો-ભેંસો બધામાં છે. એ શુદ્ધાત્મામાં ચેન્જ થયો નથી. આ પેકીંગ ચેન્જ થયું છે, શુદ્ધાત્મા તો એ જ છે, સનાતન છે.
તું હી તું હી તહીં, હું હી હું હી.. બાકી ‘તું હી.. તું હી... તું હી’ ગા ગા કરે, તેને બદલે હવે ‘શુદ્ધાત્મા છું' ગાય કે ના ગાય ? હું તો આપણા મહાત્માઓને ઘણી વખતે દેખાડું છું. બહાર આમ ગાડીમાં ફરતા હોય, ત્યારે ‘હું હી, હું હી’ બોલતા બોલતા જાવ. ‘હું જ છું, હું જ છું.” તમે શુદ્ધાત્મા છો ને, એય બધા શુદ્ધાત્મા છે એમ જોતાં જોતાં જાવ. ‘હું, “તું”નો ભેદ ના રહ્યો ને પછી ‘હું ‘તું’ નો ભેદ છે ત્યાં આગળ જુદું છે અને ભેદ બુદ્ધિથી થાય છે.
પ્રશ્નકર્તા દેહાધ્યાસ જેટલો ઓછો થાય એટલો ભેદ ઓછો થાય ! દાદાશ્રી : હા, ભેદ ઓછો થતો જાય. આ ભેદ જ કાઢવાનો છે ને !
વા.