________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
૬૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
રહે લક્ષમાં સામાતા શુદ્ધાત્મા ! પ્રશ્નકર્તા : ચંદુભાઈ અને આત્મા જુદા છે, એ સહજ રીતે ખબર પડવી જોઈએ કે આપણે પ્રયત્ન કરવો જોઈએ પ્રેક્ટિકલથી ?
દાદાશ્રી : ના, એ તો જાગૃતિ જ કરી આપે. જાગૃતિ રહ્યા જ કરે છે. જેમ આપણે એક ડબ્બામાં છે તે હીરો મુક્યો હોય તો જ્યારે ડબ્બો ખોલ્યો હતો, તે દહાડે હીરો જોયો હતો, પણ પછી વાસેલો હોય ને પડેલો હોય તોય મહીં આપણને હીરો દેખાય. ન દેખાય ?
પ્રશ્નકર્તા : દેખાય.
દાદાશ્રી : આ ‘દેખાય છે' એનો અર્થ શું છે ? પછી તમને હીરો કાયમ ખ્યાલમાં રહેને કે આ દાબડીની મહીં હીરો છે. આ દાબડી જ છે એવું કહો કે પછી આ દાબડીમાં હીરો છે એવું બોલો ?
પ્રશ્નકર્તા ઃ ક્યારેક યાદ આવી જાય, દાદા. એવું બને કે રસ્તામાં જઈએ અને શુદ્ધાત્મા જોતા જઈએ પણ જેમ એક વસ્તુ જોઈ છે કે આ ડબ્બીમાં હીરો જ છે અને જેવું દેખાય, એવું સ્પષ્ટ દેખાય નહીં.
દાદાશ્રી : સ્પષ્ટ દેખવાની જરૂરેય નહીં. પ્રશ્નકર્તા : એ તો એટલે પછી મિકેનિકલપણું લાગે.
દાદાશ્રી : ના, ના. જોયેલો છે આપણા લક્ષમાં જ હોય, કે હીરો જ છે. એ તો આપણને લાગે છે.
પ્રશ્નકર્તા : સવારે બહાર ચાલવા જઈએ ત્યારે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ બોલીએ અને પછી આજુબાજુ ઝાડ-પાનને બધું જોઈએ ત્યારે બોલાઈ જવાય કે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, તો એ બેમાંથી કયું વધારે સારું ?
દાદાશ્રી : પેલું જે બોલો છો, કરો છો એ બધું બરાબર છે. એ જ્યારે પછી ધીમે ધીમે બોલવાનું બંધ થઈ જશે, ત્યારે એથી વધારે સારું. બોલવાનું બંધ થાય અને એમ ને એમ જ થયા કરે.
પ્રશ્નકર્તા : તો આ બેમાંથી કયું સારું ?
દાદાશ્રી : બન્નેય બોલવાનું જરૂર નથી, પણ છતાં બોલે છે તો સારું છે. બાકી ધીમે ધીમે બોલવાનું નીકળી જાય તો સારું. બોલ્યા વગર એમ ને એમ નમસ્કાર ના કરાય. પણ અંદર બોલે છે તેય વાંધો નથી. મનમાં એવું થાય, તોય વાંધો નહીં.
‘હું શુદ્ધાત્મા છું' એ વાણીમાં કે લક્ષમાં ? પ્રશ્નકર્તા : જ્ઞાન લેતાં પહેલાં આપણે “હું ચંદુભાઈ છું’ ‘હું ચંદુભાઈ છું' એવું બોલતા નહોતા. પણ સમજીએ છીએ એ પ્રતીતિમાં જ હોય છે. હવે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્માનું આપે લક્ષ જે આપ્યું, પછી વારંવાર ‘ શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું', એવું જે આપ બોલવાનું કહો છો, એની પાછળનો મર્મ શું છે ? એની પાછળનું રહસ્ય શું છે?
દાદાશ્રી : દેવું થયેલું હોય તો બોલવાની જરૂર. અને ‘હું શુદ્ધાત્મા છું એ આપણે જે જગ્યાએ છીએ તે જગ્યાએ, મૂળ ક્ષેત્રમાં શુદ્ધાત્મા બોલીએ છીએ. એક ફેરો જાણ્યું એ લક્ષમાં રહે, બસ થઈ ગયું. પણ આપણે તો અહીંથી હજાર માઈલ અવળા ચાલ્યા છીએ અને ત્યાં આપણે જાણ્યું કે “હું શુદ્ધાત્મા છું' તો પાછું આવવું પડેને આ. ત્યાં આગળ તમે એમ કહો “હું શુદ્ધાત્મા થઈ ગયો સાહેબ ? ત્યારે મૂઆ, આટલું અવળું ચાલ્યો માટે અવળું પાછો જઈશ ત્યારે મૂળ શુદ્ધાત્મા થાય. એટલે તેનું ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ બોલવું પડે છે. તેનું આ બધું કરવું પડે. આ તો થોડુંક સાધારણ કહે, “હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું' થોડી બે-બે મિનિટ, પાંચ મિનિટ તો ઠીક છે અને અહીં આગળ વિધિ કરતી વખતે બોલે છે તે બરોબર છે. જેમ તમે ચંદુલાલ છો તે અગાશીમાં ચડીને “હું ચંદુલાલ છું', ‘હું ચંદુલાલ છું એવું ગા ગા કરો ત્યારે લોક કહેશે, ‘તે તો આ તમે છો એને પછી શું કામ ગા ગા કરો છો ?” એવું તમે શુદ્ધાત્મા છો જ, છતાં હું શુદ્ધાત્મા છું' એટલા માટે બોલવાનું કે અવળો વધારે ચાલેલો એટલે આટલો પાછો ફરે છે. બાકી ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષમાં રહ્યા જ કરે છે. આ જે ‘હું ચંદુભાઈ છું’ તે અવળું ગયું હતું. એટલે ‘હું ચંદુભાઈ છું' એવું બોલતા