________________
આજ્ઞાની મહત્વતા
મેં કહ્યું, ‘મૂકી દેને, બા. ઘોડા એવા ડાહ્યા છે કે એ ઘેર લઈ જશે અને મૂઆ, તું ઊલટો એ ઘોડાને લોહી કાઢે છે.'
૫૫
આજ્ઞા ત્યાં સંયમ તે સમાધિ !
પ્રશ્નકર્તા : આજ્ઞા ચૂકી ગયા છે, એની પારાશીશી કંઈ હશે ? દાદાશ્રી : મહીં સફોકેશન, ગૂંગળામણ બધું થાય. એ આજ્ઞા ચૂક્યાનો જ બદલો. આજ્ઞાવાળાને તો સમાધિ જ રહે, નિરંતર. જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી સમાધિ. આપણાં માર્ગમાં ઘણાંય માણસો છે કે જે આજ્ઞા સરસ પાળે છે અને સમાધિમાં રહે છે. કારણ કે આવો સરળ ને સમભાવી માર્ગ, સહજ જેવું ! અને જો એ ના અનુકૂળ આવ્યો તો પછી પેલો તો અનુકૂળ આવવાનો જ શી રીતે ? એટલે બધી જ ભાંજગડો આઘી મૂકીને, મનની ભાંજગડોમાં ધ્યાન દેવાય જ નહીં. ખાલી શાતા-શેયનો સંબંધ જ રાખો. મન એના ધર્મમાં છે, એમાં શું કરવા ડખો કરવાની જરૂર ? નિરંતર આજ્ઞામાં રહેવાય, સમાધિમાં રહેવાય એવો માર્ગ છે. જરાય કઠણ નહીં. કેરીઓ-બેરીઓ ખાવાની છૂટ.
પ્રશ્નકર્તા : જ્ઞાનીના આશ્રયે આવ્યા પછી જે કોઈ ખામી જણાય છે તો એ પોતાની સમજવી કે સામાની સમજવી ? આપણને તો એમ થાય કે આપણે આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, પણ એમાં ફેર કઈ જાતનો રહી જાય છે ?
દાદાશ્રી : ફેર રહી જાયને, એટલે આપણને પછી બધી ઉપાધિ પડ્યા કરે, આપણને અણગમો થાય, કંટાળો આવે, એવું બધું થાય. ફેર રહી જાય તો આવું થઈ જાય, નહીં તો જો અમારી આજ્ઞામાં રહેને તો સમાધિ જાય નહીં પછી. આ જ્ઞાનનો એવો પ્રતાપ છે કે અખંડ શાંતિ રહે અને એક-બે અવતારમાં મુક્તિ મળી જાય અને અંદર નિરંતર સંયમ રહે, આંતરિક સંયમ. બાહ્ય સંયમ નહીં. બાહ્ય સંયમ તો, આ દેખાય છે એ બાહ્ય સંયમ કહેવાય. પણ અંદરનો સંયમ, કોઈનું અહિત ના થાય. પોતાને ગાળ દે તો પણ એનું અહિત ના કરે. ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં એવો આંતરિક સંયમ રહે. આ જ્ઞાનનો પ્રતાપ ! ને ભૂલચૂક થઈ તો સુધારી લે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : સત્ પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલીએ છતાં કંઈ વર્તાય નહીં તો કોની ખામી ગણવી ? સત્ પુરુષની કે આપણી ?
૫૬
દાદાશ્રી : ના. આજ્ઞામાં રહેતો હોય ને ના વર્તાય તો આજ્ઞા આપનારની ખામી અને આજ્ઞામાં ના રહીએ ને ના વર્તાય તો આપણી ભૂલ. કામ કાઢી લેવું, કઈ રીતે ?
પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે આવીએ છીએ ત્યારે આપ ઘણી વખત એવું કહો છો કે ‘તમારું કામ કાઢી લો, તમારું કામ કાઢી લો’. એ અમારે અમારું કામ કેવી રીતે કાઢવું ?
દાદાશ્રી : કામ કાઢી લો એટલે શું કહીએ છીએ અમે ? અમે એમ નથી કહેતાં કે તમે પૂરી જ આજ્ઞા પાળો. એવું રોજ ગા ગા હું કરું નહીં. પણ કામ કાઢી લો એટલે આપણે સમજી જવું કે આપણને આજ્ઞા વધારે પાળવાની કહે છે, આશામાં જાગૃત રહેવાનું કહે છે. એટલે જાગૃત રહો આજ્ઞામાં, એવું હું કહેવા માંગું છું. એટલે આપણું કામ નીકળી ગયું. પરીક્ષામાં પ્રોફેસર શું કહે કે ભઈ, એવી પરીક્ષા આપો કે માર્ક ઉમેરવા ના પડે, કોઈને આજીજી ના કરવી પડે, એવી રીતે પરીક્ષા આપો. એટલે પેલાંએ સમજી જવું જોઈએ કે વધારે વાંચવું પડે. બધુંય પદ્ધતિસરનું હોવું જોઈએ. એવું હું કહેવા માંગું છું, કામ કાઢી લો એ !
આ આજ્ઞા જો પાળેને, તો કામ કાઢી નાખે એવું છે. જ્યારે તીર્થંકરો હોય છે હાજર, ત્યાં સુધી શાસ્ત્ર-ધર્મ-તપની ના પાડે છે. એ આજ્ઞા આપે એ આજ્ઞામાં જ રહેજે. આજ્ઞા મોક્ષે લઈ જશે. એમ અમે અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છીએ. આજ્ઞા પાળજે ને ! કામ થઈ જશે.
કામ કાઢી લેવાનું એટલે અમારી આજ્ઞામાં બરાબર રહેવાતું હોય તો બે-ચાર મહિને એકાદવાર આવીને દર્શન કરી જાય તો ચાલે ને જો ના રહેવાતું હોય તો અહીં આવીને દર્શન કરી જાઓ વારેઘડીએ, રોજ.
܀܀܀܀܀