________________
આજ્ઞાની મહત્વતા
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને પાળવાનો સવાલ જ ક્યાં છે આમાં ! આ તો તમારે જે આજ્ઞા પાળવાની છે ને, તે તમારી જે પ્રજ્ઞા છે તે તમને બધું કરાવડાવે છે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે તે. એટલે બીજું ક્યાં રહ્યું તે ! વચ્ચે ડખલ જ નથી ને કોઈની ! એ આજ્ઞા પાળવાની. અજ્ઞાશક્તિ નહોતી કરવા દેતી ને પ્રજ્ઞાશક્તિ કરવા દે. એ આજ્ઞા પાળવી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે ‘હું શુદ્ધાત્મા છું’ એ અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડો છે પણ તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે પાંચ આજ્ઞા પાળે ત્યારે તે રૂપ થાય.
પ્રશ્નકર્તા : નિશ્ચય કોણ કરે છે ?
૫૩
દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિનું જ બધું કામ છે ને બધું પ્રશાશક્તિના તાબામાં છે. એના તાબામાં રહીને બધું થાય છે.
આજ્ઞાનું થર્મોમિટર !
પ્રશ્નકર્તા : આ સવારથી સાંજ સુધીનો બધો વ્યવહાર જે ચાલે છે બોલવાનો-ચાલવાનો, જે વાતચીત કરે છે, એમાં સિત્તેર ટકા પાંચ આજ્ઞામાં રહ્યા, એ કેવી રીતે પોતાને ખબર પડે ?
દાદાશ્રી : લે, પોતે પાસ થવાના કે નહીં એ જાણતાં હોય કેટલાંક માણસો ! કેટલાંક તો એમ કહેશે, હંડ્રેડ પરસેન્ટ ગેરેન્ટીથી પાસ થવાનો જ. બધું પોતાને ખબર છે કે કેટલા ટકા રહ્યો ! ટકા હઉ જાણે. આત્મા થર્મોમીટર છે. બધું જ જાણે છે !
પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહીએ છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એ તો બધુંય ખબર પડે કે આ આજ્ઞામાં જ રહે છે એટલે સમાધિ રહે નિરંતર. કોઈ ગાળો ભાંડે કે બીજું કંઈ ભાંડે, તેને પણ કશું અસર જ ના રહેને ! આજ્ઞામાં રહે એની તો વાત જ જુદીને ! એ તો એની વાત પરથી ખબર પડી જાય, એની વાતોમાં કષાય ના હોય. બહુ જ જાગૃતિ હોય.
આજ્ઞામાં રહ્યોને, એ શુદ્ધ ઉપયોગમાં રહ્યો કહેવાય. આપણે
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
શુદ્ધાત્મા અને પાંચ આજ્ઞા એમાં જ ઉપયોગ રાખવાનો. આમાં ઉપયોગ ક્યારે ના રહે ? બહુ જ દાઢ દુ:ખતી હોય તો. તો અમે ચલાવી લઈએ. અમારી આજ્ઞાનો દુરુપયોગ કરે તે ખોટું. ઓછી પળાય તેનો વાંધો નથી. અમારી આજ્ઞા તમને શુદ્ધ વ્યવહારમાં રાખે.
૫૪
આજ્ઞા ચૂક્યા ત્યાં ચઢી બેસે પ્રકૃતિ !
પ્રશ્નકર્તા : આપની પાસે આવ્યો, જ્ઞાન લીધું, એને નિરાકૂળતા તો ઉત્પન્ન થઈ જ જાય છે. પછી એ આજ્ઞામાં રહ્યો હોય તોય અને ના રહેતો હોયને તો પણ એની એટલી બધી મસ્તી હોય છે !
દાદાશ્રી : પણ, આજ્ઞામાં ના રહેતો હોયને, એને ધીમે ધીમે પ્રકૃતિ ચઢી બેસે પછી.
પ્રશ્નકર્તા : હા, બસ, આ પોઈન્ટ જોઈએ.
દાદાશ્રી : પ્રકૃતિ ચઢી બેસે. અને આજ્ઞામાં રહે એટલે પછી કોઈ એનું નામ ના લે. પેલું તો ખઈ જાય. દાદાની કૃપાથી એ ઘડીએ શાંતિ રહે, બીજું રહે, બે-બે વર્ષ, પાંચ-પાંચ વર્ષ સુધી રહે છે. પણ એનો અર્થ કશોય નહીં, ખઈ જાય પ્રકૃતિ.
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ ખઈ જાય એટલે ? પ્રકૃતિ ચઢી બેસે એટલે ?
દાદાશ્રી : પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે, પાછી મારી-ઠોકીને. અને સહેલામાં સહેલી આજ્ઞા છે, કંઈ અઘરી નથી. અમે પાછી બધી છૂટ આપી છે. આજ્ઞા પાળી નિરાંતે જલેબી અને ભજીયા બન્ને ખાજે પછી. આથી વધારે શું ? ભાવતું ખાવાની છૂટ આપી છે. જો ત્યાં બંધન કર્યું હોય તો, બધી વાતમાં આ જ્ઞાનીનું બંધન આપણને શી રીતે પોષાય ? પણ સહેલી-સરળ આજ્ઞા છે. જેમ છે એમ જોવાનું, શું વાંધો ?
પ્રશ્નકર્તા : જોવામાં વાંધો નથી પણ જોવાતું નથીને !
દાદાશ્રી : પાંચ ઇન્દ્રિયોના ઘોડાં બધાં જો પોતે હાંકતો હોય, તે પોતે લગામને ખેંચવી પડે અને આમ જરા ઊંચું-ઢીલું કરવું પડે. એના કરતાં