________________
આશાની મહત્વતા
૪૭
૪૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
મારો છે ને ! એટલે આશ્રયદાતા પોતે એમાં ના આવે પદમાં, પેલો પદમાં આવી જાય.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે દાદા ?
દાદાશ્રી : હા. જો પૂરી આજ્ઞા પાળે તો મહાવીર જેવી એમની દશા હોય, એમને મારા કરતાં ઊંચી દશા હોય. અમારાં પાંચ વાક્યોમાં રહે તે ભગવાન મહાવીર જેવાં રહી શકે !
આજ્ઞા એ છે રિલેટિવ-રિયલ ! પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞા એ તો પૌલિક નહીં ?
દાદાશ્રી : એ પુદ્ગલ કેવું છે? પુદ્ગલ ખરું, પણ એ રિલેટિવ-રિયલ છે ! એ રિયલ છે પણ રિલેટિવ-રિયલ ! કારણ કે પૂરું રિયલ નહીં. પૂરું રિયલ તો આત્મા એકલો જ છે. આત્માના બધાં સોપાન તે રિલેટિવરિયલ !
ધ્યેય પ્રમાણે, મત પ્રમાણે નહીં પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે. પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ? - દાદાશ્રી : લે. શું કરવું જોઈએ એટલે ? મન કહે કે “આમ કરો’ તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે ઊલટું. દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે ‘નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.” દાદાજીની કૃપા શી રીતે ઊતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ.
એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાથી, આ બધી ભાંજગડ થાય છે. ઘણાં વખતથી બોલ્યો છું આને. આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું. તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્યા
પ્રમાણે તો આ અંગ્રેજો-અંગ્રેજો બધા ચાલે જ છે ને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાનું મન. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન, આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ વાત નીકળે એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાયને, તો પાછું ફરી જાય.
દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય. આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એનાં એ જ ને !
પ્રશ્નકર્તા : એ આજ્ઞા ય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે.
દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય.
પ્રશ્નકર્તા: પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે ?
દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ પાંચ આજ્ઞા, આ ફન્ડામેન્ટલ સેન્ટેન્સ પાંચ છે ને, તે આખા વર્લ્ડના બધાં શાસ્ત્રોનો અર્ક જ છે બધો !
આજ્ઞાથી જાય ચારિત્રમોહ ! જેને મોક્ષે જવું હોય, તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતાં હોય તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા આ બેની જ જરૂર છે.
દર્શનમોહ જ્ઞાની પુરુષના જ્ઞાનથી જાય અને ચારિત્રમોહ જ્ઞાનીની