________________
આરાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) રાજી હોયને ? અને નારાજી હોય એની પાસે અંગૂઠા પકડાવે અને ઉપર કાંકરો મેલે.
દાદાશ્રી : કૃપા હોય તો આજ્ઞા પળાય, ને આજ્ઞા પળાય તો કૃપા વધે. પ્રશ્નકર્તા : પહેલું શું આવે ? દાદાશ્રી : રાજી કરે તે. પ્રશ્નકર્તા: રાજીપો પાંચ આજ્ઞાથી થાય ?
દાદાશ્રી : પાંચ આજ્ઞાથી તો થાય જ. નહીં તો એમની પાસે રહેવાથી, એમની સેવા કરવાથી અમારો રાજીપો મળે.
તમે અમારી આજ્ઞામાં રહો છો એટલે હું બહુ ખુશ છું. આજ્ઞામાં ના રહે તે ડખો કરી નાખે. જ્ઞાની પુરુષને રાજી રાખવા તેનાથી ઉત્તમ બીજો ધર્મ દુનિયામાં નથી અને અમારો રાજીપો ઉત્પન્ન કરવો તમારા જ હાથમાં છે. તમે જેમ જેમ અમારી આજ્ઞામાં રહી ઊંચા આવતા જશો, તેમ તેમ તમારી ઉપર અમારો રાજીપો વધશે.
હવે જ્ઞાની કૃપાનો તો શેના માટે ભેદ પડતો હશે ? જેને કશું જોઈતું નથી, એને કપાનો ભેદ બધાં ઉપર કેમ ? ત્યારે કહે છે, “જ્ઞાની પુરુષના ઉપર પરમ વિનય જેને કોઈ દહાડો ચુકાતો નથી એ ધ્યાનમાં જ હોય જ્ઞાની પુરુષનાં, કે આ પરમ વિનયમાંથી વિનયમાં કોઈ દહાડોય આવ્યો નથી. ત્યારે ત્યાં કપા વિશેષ હોય.’ કારણ કે પરમ વિનયમાંથી વિનયમાં આવેલો માણસ ક્યારે અવિનયી થાય એ કહેવાય નહીં.
પાંચ આજ્ઞામાં નિરંતર રહેવું છે એ ભાવ, એટલો જ અંદર રહેવો જોઈએ. બીજી કોઈ કૃપા કંઈથી આપવા-કરવાની છે નહીં. ત્યારે કંઈ પગ દબાવે તેની પર કપા વધારે ઉતરે ને ના દબાવે તેની પર ઓછી ઉતરે, એવું કશું છે નહીં. એ ભાવ અને પરમ વિનય, એટલું જ આપણે સમજવાનું છે અને પોતે જે દાદાએ કહ્યું છે, એવી જ આજ્ઞા પાળવાની મજબૂત ઇચ્છા. અમને માલૂમ પડી જાય કે આની ઇચ્છા મજબૂત છે કે મોળી છે. ખબર પડે કે ના પડે ? આ સ્કૂલમાં માસ્તર બેસે છે, તેઓની સ્કૂલના ૨૫-૩૦ છોકરાં હોયને, તેમાં બે-ચાર જણ ઉપર એમને વધારે કૃપા હોય. જે એમના કહ્યા પ્રમાણે કરી લાવે, લેસન ને બધું. એના પર
પ્રશ્નકર્તા : ઘણીવાર કહે છે કે, પાંચ આજ્ઞામાં રહે તો અમારી વિશેષ કૃપા ઉતરે.
દાદાશ્રી : અમારી આજ્ઞામાં જેટલો રહે એટલી કૃપા ઊતરે. પ્રશ્નકર્તા : એ વિશેષ કૃપા એટલે શું ? દાદાશ્રી : વિશેષ એટલે સંપૂર્ણ, કામ નીકળી જાય.
પ્રશ્નકર્તા : આ જે વિશેષ કપા ઉતરે છે તે આ દાદા ભગવાનની ઉતરે છે કે આપણી મહીં જે છે એ દાદા ભગવાનની ઉતરે છે.
દાદાશ્રી : મારી નહીં, દાદા ભગવાનની. હું તો કહ્યું કે, આવી સરસ આજ્ઞા પાળે છે, કૃપા ઉતારો.
‘દાદા, અમારા સંસારનો ભાર તમારા માથે ને, તમારી આજ્ઞા અમારા માથે !' આપણે તો આવું બોલવું.
પ્રશ્નકર્તા : આપની પાંચ આજ્ઞામાં હું બરાબર રહું છું કે નહીં, એ જરા કહોને.
દાદાશ્રી : રહો છો ને બરોબર, એટલે સારી રીતે રહો છો. વઢવા જેવા નહીં, વઢવું ના પડે. સારી રીતે આજ્ઞામાં રહે છે એટલે બહુ થઈ ગયું. હવે એ કહે છે પૂરેપૂરી આજ્ઞા પાળું છું ! ત્યારે હું કહું, વઢવા જેવા નથી.
પ્રશ્નકર્તા: હા. એ તો અમને ખબર છે કે પૂરેપૂરી આજ્ઞા પાળવું કંઈ સહેલું છે !
દાદાશ્રી : અરે, એ તો કંઈ લાડવા ખાવાનાં ખેલ છે ! નહીં તો ખુદ ભગવાન મહાવીર જ થઈ જાય. એ આજ્ઞા મેં આપેલી છે અને મારું જ છે અને હું નિરંતર આજ્ઞામાં જ હોઉને ! મેં આપેલી છે, પણ છતાં હું મહાવીર ના થઈ શકું. પણ એ મહાવીર થઈ શકે. કારણ કે આશ્રય