________________
આશાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એની ભાવના હોય તો જાય. બાકી અમે તો આ ઠેઠ સુધી જાય એવી ટિકિટ આપી છે એ. હા, અમુક ટાઈમ સુધીની ટિકિટ છે.
પ્રશ્નકર્તા: પણ કેટલા ટાઈમ સુધીની ટિકિટ છે આ ?
દાદાશ્રી : એ તો ક્યા સ્ટેશને ઉતરે છે તે ઉપર આધાર રાખે છે ને ! આજ્ઞા સિત્તેર ટકા પાળશે તેને ઠેઠ સુધીની ટિકિટ.
કો'ક દા'ડો અરીસામાં જોઈને ઠપકો આપીએ કે, ‘હવે તો પાંસરા રહો, આવું છેલ્લું સ્ટેશન ફરી નહીં મળે. ક્રમિક માર્ગમાં એ દરેક એના સ્ટેશને તો ઉતરે છે, પણ આગળ ટિકીટ કઢાવવી પડે છે. ને આ તો લાસ્ટ સ્ટેશન છે અને અહીં કેવી શાંતિ છે ! વચલાં બધાં સ્ટેશને ઊકળાટ છે. એટલે અહીંથી આગળ ગાડી જવાની નથી. તો ખાવા-પીવો ને દાદાની આજ્ઞામાં રહીને !
જ્ઞાત વિતા આજ્ઞા ! પ્રશ્નકર્તા : દાદા, મારો સવાલ છે કે જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાળે અને જ્ઞાન લીધા પછી પાળે એ બેમાં શું ફરક છે ?
દાદાશ્રી : જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાળી શકે જ નહીંને ! રિયલ કેવી રીતે દેખી શકે? રિયલ દેખાય શી રીતે ? રિયલ ના દેખાય ત્યાં સુધી વ્યવસ્થિત સમજાય નહીં, સમભાવે નિકાલ થાય નહીં.
આજ્ઞા વિના જ્ઞાત ! પ્રશ્નકર્તા: જ્ઞાન લીધા પછી આજ્ઞામાં ના રહે તો શું?
દાદાશ્રી : આ અહીં વરસાદ પડ્યા પછી પેલાએ ના વાવ્યું તો શું થઈ જવાનું ? જમીન કંઈ લઈ જવાનું છે કોઈ ? જમીન તો રહીને આપણી એમ ને એમ જ. અને જો આજ્ઞામાં રહે તો મોક્ષનું સુખ ભોગવે.
પ્રશ્નકર્તા : આજ્ઞા ના પાળે તો બીજા એના દોષો થાય ? દાદાશ્રી : કશું થાય નહીં. આ જમીન છે, વરસાદ પડ્યા પછી આ
વરસાદમાં બી ના નાખ્યાં આપણે, તો જમીન કંઈ જતી રહેવાની નથી. બી ગયાં આપણાં.
આ તો એવું છે ને કે જેટલું આપણે આરાધન પૂરું કરીએ આજ્ઞાઓનું, એટલું જ ફળ આપે. આત્મા તો પ્રાપ્ત થઈ ગયો. હવે એને આજ્ઞા એ પ્રોટેક્શન છે. સંપૂર્ણ આત્માનું પ્રોટેકશન છે. એ પ્રોટેક્શન જેટલું રાખ્યું એટલું આપણું, નહીં તો થોડું લિકેજ થઈ જાય. પછી આત્માનું કશું જતું ના રહે, પણ લિકેજ થઈ જાય એટલે આપણને સુખ આવતું હોય તે ના આવે અને સાંસારિક જંજાળ પાછી ગૂંચવે. સફોકેશન થયા કરે અને પેલું આજ્ઞા પાળે તો સફીકેશન ના હોય ને તે સ્વતંત્ર લાગે પોતાને !
આજ્ઞા ત્યાં સર્વ દુઃખોથી મુક્તિ ! આ પાંચ આજ્ઞા જો પાળેને, પછી આમાં તમારે સંસાર જોડે લડાઈ ચાલતી હોય, લડાઈમાં લાખો માણસ મરી જતાં હોય તો વાંધો નથી. આજ્ઞામાં હોયને તેને કશું અડતું નથી.
પાંચ આજ્ઞા પાળે તેને સંસારી દુઃખ અડે નહીં. આ વિજ્ઞાન એવું છે કે સંસારી દુઃખ જ અડે નહીં. એ પહેલી મુક્તિ અને પછી નિર્વાણ થાય ત્યારે બીજી મુક્તિ. મુક્તિના બે ભેદ. પહેલી મુક્તિ થઈ ગઈ, સર્વ દુઃખોથી મુક્ત થયા. જો અમારી આજ્ઞા પાળો તો દુઃખ અડે નહીં. દુ:ખ હોવા છતાંય ના અડે. હા, ઉપાધિમાં સમાધિ રહે. આધિ-વ્યાધિ-ઉપાધિની અંદર, સખત ઉપાધિ હોય તો પણ સમાધિ રહે. એવું આ ચોવીસ તીર્થકરોનું વિજ્ઞાન છે અત્યંત કલ્યાણકારી !
પાંચ આજ્ઞામાં તમામ ધર્મોનું દોહત ! હવે તે શુદ્ધ ઉપયોગ તો આપણી આજ્ઞામાં આવી જાય છે કે નથી આવી જતો ?
પ્રશ્નકર્તા : આવે છે ને !
દાદાશ્રી : એટલે આજ્ઞા એ જ શુદ્ધ ઉપયોગ છે ને ! તમને કેમ લાગે છે ? કે આજ્ઞા ફરી સુધારવી પડશે ? રિમોલ્ડિંગ કરવી પડશે ?