________________
આજ્ઞાની મહત્વતા
આ જે રસ્તે અમને ડખલો નીકળી ગઈ છેને એ રસ્તો હું કહું છું તમને આ. અમને ડખલો બધી નીકળી ગયેલી એ બધી જોયેલી મેં. તે આ રસ્તો મેં તમને બતાવ્યો છે. અને અષાઢ મહિનામાં કેરીઓ ના દેખાયને આંબા પર ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કેમ એટલી બધી હતીને ? અરે, હમણાં વૈશાખ મહિના સુધી દેખાતી હતી, પછી ઉપર નહીં રહે, એ તો કાળ પાક્યો એટલે ઊભી ના રહે. એને વેદના ના હોય કે નીચે પડી જવાય, પણ કશી ઊભી નથી રહેતી. ખાનાર ના હોય તો ચકલા ખઈ જાય, પણ એનો ઊકેલ આવી જાય બધો. માટે ડખલ માટે ગભરાશો નહીં. તે પેમેન્ટ ચૂકવવાનાં આવે ત્યારે ઊલટું એમ કહેવું, આવો, જલદી પેમેન્ટ લઈ લો. આવી જાઓ.’ આપણે કરાર કર્યો તે પૂરો કરવો પડેને ? તું કહે કે મારે આવું આવ્યું. હવે મારા સાસુ પજવે છે. અલ્યા, સાસુ જોડે કરાર એવો છે તે એને પૂરો કરને. આ કંઈ સાસુ પજવે છે ? આ તો કરાર જ કરેલો છે. કરાર જેવો કર્યો હોય તે કરાર તો આપણે પૂરો કરવો પડેને ?
પ્રશ્નકર્તા : હા.
૩૭
દાદાશ્રી : એટલે કરારી માલ છે. એમાં શુદ્ધ ઉપયોગ તમારો જતો નથી રહેતો. એ જેમ જેમ સમભાવે નિકાલ થાય તેમ તેમ સંયમ વધતો જાય. સંયમને જ પુરુષાર્થ કહેલો છે અને જેમ જેમ સંયમ વધતો જાય તેમ તેમ પેલો નિકાલ જલદી થતો જાય. નિકાલ જલદી થતો જાય એમ સંયમ વધતો જાય. ઓટોમેટિક બધું થતું થતું કેવળજ્ઞાન પર આવી જાય.
તમારે કશું કરવાનું નહીં. દાદાની આજ્ઞા પાળવી છે અને તેય આજ્ઞા ન પળાય તેનીય ચિંતા નહીં કરવાની. આજ્ઞા પાળવી છે એવો દ્રઢ નિશ્ચય. તમારે આજ્ઞા પાળવી. તમે કહો કે દાદા, મારાં સાસુ લઢે છે. તો તમારે સાસુ દેખાય તે પહેલાં મનમાં નક્કી કરવાનું, ફાઈલ આવી, તે દાદાની આજ્ઞાથી, સમભાવે નિકાલ કરવો છે નક્કી કરવું અને પછી સમભાવથી નિકાલ ના થાય તેના જોખમદાર તમે નથી. તમે આજ્ઞા પાળવાના અધિકારી.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તમારાં નિશ્ચયના અધિકારી, એ કાર્યના અધિકારી તમે નથી. શેના અધિકારી છો ? તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે, પછી ના પળાઈ અને પછી એક ધોલ મરાઈ ગઈ તો તેનો ખેદ તમારે નહીં કરવાનો. ધોલ મારી દેવાય તો પછી બીજે દહાડે મને પૂછી જજે કે શું કરું હવે ? તે હું તને દેખાડું કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરજે. આટલું સરળ, સીધું, સુગમ માર્ગ જ સમજી લેવાનો છે. ટિકિટ ઠેઠતી !
૩૮
પ્રશ્નકર્તા : આ અહીં મહાત્માઓ બધા બેઠાં છે તો એમનું શું થવાનું છે ?
દાદાશ્રી : એમનું જે થવું હોય એ થશે. દાદા માથે છે અને દાદાની પાસે વિઝા લીધો છે એટલે એને જે સ્ટેશને જવું છે, તે જગ્યાએ જઈને
ઊભો રહેશે.
પ્રશ્નકર્તા : અમે આવ્યા દાદા પાસે, દાદાએ કીધું કે અમારી પાસે આવ્યા એટલે એક ભવમાં, બે ભવમાં મોક્ષે જવાના જ છો. તો પછી બીજે જવાની વાત જ ક્યાં છે ?
દાદાશ્રી : અમે પાલઘર સ્ટેશને, સેન્ટ્રલની ટીકીટ બધાંને આપી. એટલે તમારું સેન્ટ્રલનું નક્કી થઈ ગયું. હવે તમારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકશો. વચ્ચે જે સ્ટેશન આવે તે તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી શકો છો.
મન તો એમ કહેશે, ‘હશે, હવે આ આપણે અહીંયા કંઈક આગળ તો જવાશે !' તો બોરિવલી ઉતરી પડે. એટલે મારી આજ્ઞા ફૂલ પાળે તો ઠેઠ અવાય. જેવી પાળે એવું પોતાનું મન જ કહી આપે કે આપણે પૂરું થતું નથી, હવે ત્યાં ઉતરી પડે. તે કોઈ અંધેરી ઉતરી પડે, કોઈ દાદર ઉતરી પડે. મારે ઉતારવા ના પડે, એની મેળે ઉતરી પડે.
પ્રશ્નકર્તા : જો વચમાં ઉતરેલા હોય, તે પાછાં વળી આગળ જાય ખરાંને ?