________________
આશાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : જયારથી અનુસંધાન તૂટયું હોય તો ત્યાંથી ફરી સાંધીને પણ આશા ચાલુ રખાય એવું છે.
દાદાશ્રી : હા. સાંધી લે.
પ્રશ્નકર્તા : દાદાનું જે સાયન્સ છે એ પહેલાં સમજે તો પાંચ આજ્ઞામાં રહી શકાય કે પાંચ આશા સમજે તો દાદાના વિજ્ઞાનની શરૂઆત થાય છે ?
દાદાશ્રી : પહેલું વિજ્ઞાન સાંભળે અને સમજે, ત્યાર પછી એનું રક્ષણ કરવા માટે પાંચ આજ્ઞા છે. પેલું વિજ્ઞાન ખોવાઈ ન જાય, એટલાં માટે પાંચ આજ્ઞા છે.
પ્રશ્નકર્તા: હવે આ છે મન-બુદ્ધિ-ચિત્ત એને આપણે ક્યારે સમજી શકીએ ? જ્યારે સંપૂર્ણ પાંચ આજ્ઞામાં રહેતો હોય તો પછી એની પર ઉપયોગ આવી શકે ?
દાદાશ્રી : એવો ઉપયોગ ના રહે તો કશો વાંધો નથી. મન-બુદ્ધિની આપણને જરૂર નથી. પાંચ આજ્ઞામાં રહેને, તો ફાવી ગયા. પાંચ આજ્ઞા પાળે તો બહુ થઈ ગયું. મન-બુદ્ધિની કંઈ જરૂર જ નહીંને ?
પ્રશ્નકર્તા : ઘણીવાર એમ થાય કે દાદાનું પહેલાં વિજ્ઞાન સમજી લઈએ તો પછી આજ્ઞા ‘ઓટોમેટિક’ પળાય એવું છે !
દાદાશ્રી : પાળવા માંગે તો પળાય. એ પોતે માને, નિશ્ચય હોય તો પળાય. વિજ્ઞાન પૂરું સમજી લે તો આજ્ઞા પાળવાની શક્તિ ઉત્પન્ન થાય.
તડે પાછલા કરારો ! પ્રશ્નકર્તા : આજ્ઞા અઘરી નથી, પણ પાળવાનો પ્રયત્ન તો કરીએ પણ કેટલીક વખતે એમ લાગે કે આજ્ઞામાં નથી રહેવાતું.
દાદાશ્રી : નથી રહેવાતું, એ આપની ઇચ્છા છે જ નહીં, નથી રહેવાતું માટે કોઈની ડખલ છે. હવે હું શું કહું એક બાજુ કે આ
જગતમાં કોઈ તમારામાં ડખલ કરનાર છે નહીં, પણ તમે આ જે સહીઓ કરી આપી છે. પહેલાંની, તે બૂમાબૂમ કરે છે તેની ડખલો છે. સહીઓ કરેલી કે ના કરેલી જ્ઞાન થતાં પહેલાં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે તમારી પોતાની જ ઊભી કરેલી આ ડખલો છે અને એ જ ડખલ કરે છે. એ ડખલનો તો અંત આવવો જ જોઈએ.
તમે બધાંયે પુરુષાર્થ માટે તૈયાર જ છો. હું જાણું છું કે પુરુષાર્થ કરી શકો એમ છો. છતાં પુરુષાર્થ નથી થતો તેનું શું કારણ ? પહેલાં જે સહીઓ કરેલી, કરારો કરેલાં, તે કરારો પાકે તે સવારે આવીને ઊભો રહે. અલ્યા, તું શું કરવા આવ્યો ? હવે હું સુખમાં પડ્યો છું.’ ત્યારે કહે, “ના, તે અમારો હિસાબ તો ચૂકવી દો. પછી સુખમાં પડો.”
પ્રશ્નકર્તા : એવાં તો બહુ હિસાબો ચૂકવવાના છે તે લાંબુ ચાલે.
દાદાશ્રી : ના, લાંબુ ચાલે એવું નહીં. એનો નિયમ છે એવો, આ જેટલી આંબાની કેરીઓ હોયને તે કેટલી ? ગણવા જાય તો પાર ના આવે, પણ અષાઢ મહિનો થયો કે આંબા ઉપર ના હોય. એટલે ભડકશો નહીં. આ કેરીઓને જોઈ ભડકશો નહીં, ક્યારે ઊતરી રહેશે ને ક્યારે ગણીએ ને ખલાસ ક્યારે થાય. કશું ગણતાં નહીં. એનો ટાઈમિંગ હોય છે એટલે એ બાબતોમાં ભડકશો નહીં.
ફક્ત એ જ ઘડીયે આવે કરારવાળો. ત્યારે કહીએ, ‘આવો બા, હવે દાદા મળ્યા છે, હવે બધાં કરાર મારે પૂરાં કરવા છે. તમારું પેમેન્ટ લઈ જાવ. હજુ લઈ જાવો. બીજા, હજુ ચાર જ જણ કેમ આવ્યા છો. રાત્રે બાર વાગ્યા સુધી પેમેન્ટ કરીશ, પણ લઈ જાઓ હવે.’ પેમેન્ટ કર્યા વગર છૂટકો જ નથી. જે કાર્ય કર્યા વગર છૂટકો નથી અને તે ડખલ કરનાર છે, તો ડખલ કરનારનો પહેલો નિકાલ કરવો જોઈએ.
આપણને કહે, ‘જમવા ચાલો, ભૂખ લાગી છેને’, ત્યારે કહીએ, ‘ભઈ, આ ડખલવાળાને નિકાલ કરવા દેને., પછી નિરાંતે જમવા બેસું.” તે આ ડખલ નીકળી ગયા પછી પુરુષાર્થ ખરેખરો થાય.