________________
આજ્ઞાની મહત્વતા
દાદાશ્રી : ના, તે જગ્યાએ નહીં. તે ઊંધી જગ્યાએ જાય. હા, કારણ કે તે જગ્યાએ હતો તે સારો હતો. આ તો એક તો જ્ઞાન લીધું ને પાછું આજ્ઞા ના પાળી. આજ્ઞા ના પાળી એટલે જોખમ. તે ઊંધી જગ્યાએ જાય. આ કેટલીક સ્ત્રીઓ આમાં બાકાત. સ્ત્રીઓને તો ભક્તિ જ રહે છે. આમાં આ જ્ઞાન પહોંચતું જ નથી, એમને ખાલી દાદાની ભક્તિ જ રહે. દાદા આખો દા'ડો યાદ રહ્યા કરે. ત્યારે કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા જ છે. એટલે સ્ત્રીઓને છે તે આ જે રહે છે ને, તે બરોબર છે. એમને આજ્ઞા બરોબર સમજ ના પડે.
૩૩
પ્રશ્નકર્તા : એમને તો ભક્તિ જ રહે ?
દાદાશ્રી : હા. એમને ભક્તિ રહે. આ પુરુષોને આજ્ઞા ના પાળે, તો જોખમ. આજ્ઞાથી રક્ષણ છે બધું. એ અનુભવ, લક્ષ ને પ્રતીતિનું રક્ષણ શેનાથી ? ત્યારે કહે, આજ્ઞાથી.
પ્રશ્નકર્તા : એટલે દાદા, મહત્ત્વની તો આજ્ઞા થઈને ?
દાદાશ્રી : મહત્ત્વની આજ્ઞા જ છે. એટલે આજ્ઞાથી ધર્મધ્યાન ઉત્પન્ન થાય બહાર અને અંદર શુદ્ધાત્માથી શુક્લધ્યાન ઉત્પન્ન થાય. એટલે અંદર શુક્લધ્યાન ને બહાર ધર્મધ્યાન, આવી રીતે વર્તે એ. વધતીઓછી આજ્ઞા પળાય તે જુદી વાત છે; પણ જે પાળતો જ નથી, જેને ભાન જ નથી, એ તો ક્યાંય ફેંકાઈ જાય, એનું ઠેકાણું જ નહીંને ! કારણ કે પેલું શુદ્ધાત્માનું લક્ષ જતું રહે, ધીમે ધીમે.
રક્ષણ, ટિકિટ વગરતા દાદાતું !
એવું છે ને, સ્ત્રીઓને નામસ્મરણ કરવાથી ચાલે. આ પુરુષોને પાંચ આજ્ઞામાં રહેવું જોઈએ. કારણ કે એમને જાગૃતિ છે અને સ્ત્રીઓને જાગૃતિ ઓછી હોય. પુરુષોએ પાંચ આજ્ઞામાં રહેવાય એવી ગોઠવણી કરવી જોઈએ. પ્રશ્નકર્તા : લગભગ આખો દિવસ દાદા યાદ રહે છે. દાદા ભૂલાતા જ નથી !
દાદાશ્રી : જેને ભૂલવાની જરૂર ના પડે એવું છે આ. એ ભૂલવાનો
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
જો પ્રયત્ન કરે તો વધારે યાદ આવે અને ત્યાં સુધી એનું રક્ષણ છે. આમાં આ બધું જ્ઞાન કામ નથી કરતું, એટલું દાદાનું રક્ષણ બહુ મોટું છે. ઠેઠ અત્યારે અમેરિકામાં બધાંને રક્ષણ દાદાનું, નિરંતર હાજર. હાજર રહે માટે રક્ષણ કરે. હાજર રહેવાની શી જરૂર છે ? નહીં તો બીજું પેસી જાય, એ હાજર ના રહે તો.
૩૪
પ્રશ્નકર્તા : એ તો આપ એરપોર્ટ ઉપર જે બોલી ગયા તે બધાંને બહુ સુંદર લાગ્યું કે ટિકિટવાળા દાદા જાય છે અને ટિકિટ વગરના દાદા તો તમારી પાસે જ છે.
દાદાશ્રી : ટિકિટ વગરના દાદા તમારી પાસે જ છે, બરોબર ! આજ્ઞા સમજે તે સમજ્યો સર્વ !
પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞામાં રહેવું છે, એવો જે ભાવ કરે અને આજ્ઞાને બરોબર સમજી લે, તો એ બેમાં ફળ કોનું વહેલું મળે ?
દાદાશ્રી : આજ્ઞા સમજી લે ને, તે એના જેવું તો એકુંય નહીં !! સમજ્યા પછી એની મેળે સહેજે પળાય. અને સમજ્યા વગરની આજ્ઞા પાળવા જાય તો ભલીવાર ના આવે ! છતાંય મહાત્માઓ કંઈક ને કંઈક કરશે, એની પાછળ પડ્યા છે ને !
પ્રશ્નકર્તા : એટલે હવે માત્ર આજ્ઞા એક્ઝેક્ટ સમજવાની છે અને
જે આત્મા પૂર્ણ સ્વરૂપે છે એને પણ એક્ઝેક્ટ સમજવાનો છે.
દાદાશ્રી : આત્મા તો મેં આપી દીધેલો જ છે. આ આજ્ઞા સમજે તો બધું આત્મા એની પાસે સમજેલો જ હોય. એટલે હવે આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. પણ એ તો તમને નવરાશ મળે જ નહીંને કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : આજ્ઞા વસ્તુ એવી છે કે એમાં ટાઈમ ફેક્ટરની જરૂ૨
જ નથી.
દાદાશ્રી : હા. એમાં ટાઈમ ફેક્ટર જ નહીંને !